Open AI ની ચર્ચાસ્પદ ડીલ, ભારતવંશી ધર્મેશ શાહ પાસેથી chat.com ડોમેઇન કરોડોમાં ખરીદયું
ChatGPT Acquired Chat.Com Domain: ChatGPT મેકર OpenAI એ વિશ્વનાં સૌથી જૂના ડોમેન પાસેથી Chat.com ખરીદ્યું છે. આ હાઈ પ્રોફાઈલ ડોમેન હબસ્પોટના કો-ફાઉન્ડર અને સીટીઓ ધર્મેશ શાહ પાસેથી લગભગ રૂ. 130 કરોડ (15 મિલિયન ડોલર)માં ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે. હવે ચેટડોટકોમ સીધુ ઓપનએઆઈના ચેટજીપીટી સાથે જોડાઈ ગયું છે.
માર્ચમાં કર્યો હતો સોદો
ધર્મેશ શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઓપનએઆઈને ચેટ ડોટ કોમના વેચાણની વાત જાહેર કરી હતી. બીજી તરફ, ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને આ ડીલને લઈને પોસ્ટ કરી હતી. જેમાં, તેમણે ફક્ત ચેટ ડોટ કોમ લખ્યું હતું. મળતી માહિતી મુજબ, તેમણે આ સોદો માર્ચ મહિનામાં જ કર્યો હતો. જાણકાર સૂત્રોએ કહ્યું કે, આ ડીલમાં ધર્મેશ શાહને ઓપનએઆઈના શેર્સ પણ મળ્યા છે. ઓપનએઆઈ દ્વારા ચેટ ડોટ કોમનું હસ્તાંતરણ મોટી યોજનાનો હિસ્સો છે. હાલમાં જ તેમણે જીપીટી સર્ચ લોન્ચ કર્યું હતું.
આ પણ વાંચોઃ વર્તમાન વર્ષમાં પ્રાઈમરી માર્કેટ મારફત વિક્રમી રૂ. 1.19 લાખ કરોડ ઊભા કરાયા
તૈયાર કરી મોટી સ્ટ્રેટેજી
ઓપનએઆઈ દ્વારા ચેટકોમનું મર્જર એક મોટી બિઝનેસ સ્ટ્રેટેજીનો હિસ્સો છે. જેમાં તે પોતાની પ્રોડક્ટને વૈશ્વિક સ્તર પર એક્સેસેબલ બનાવવા માગે છે. ચેટજીપીટી એક પોપ્યુલર એઆઈ પ્લેટફોર્મ છે. કંપનીએ હાલમાં જ જીપીટી સર્ચ લોન્ચ કર્યુ હતું.