Get The App

F&Oમાં આજથી માત્ર એક વિકલી એક્સપાયરી

- શેર બજારો, બ્રોકરો, ટ્રેડરો માટે સેબીએ કરેલા મુખ્ય છ ફેરફાર : અપફ્રન્ટ માર્જિનના નવા નિયમો અમલી બનશે

- ન્યુનતમ કોન્ટ્રેકટ મૂલ્ય રૃ.૫થી ૧૦ લાખથી વધીને હવે રૃ.૧૫ લાખ કરાશે : એક્સપાયરીના તમામ ઓપન શોર્ટ ઓપ્શન પર બે ટકા વધારાનું ઈએલએમ લાગુ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
F&Oમાં આજથી માત્ર એક વિકલી એક્સપાયરી 1 - image


મુંબઈ : ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ( એફ એન્ડ ઓ) સેગ્મેન્ટમાં નવા નિયમો સહિત પ્રમુખ પગલાંનો આજે-૨૧, નવેમ્બર ૨૦૨૪થી અમલ થશે. મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આ બાબતે અટકળોનો અંત લાવીને ૨૦, નવેમ્બરના મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈ રજા જાહેર થતાં આ પ્રમુખ છ પગલાનો અમલ ૨૧, નવેમ્બર ૨૦૨૪થી કરવાનું જાહેર કર્યું છે.


બજારના સહભાગીઓના પ્રતિસાદના આધારે અને નિષ્ણાત કાર્યકારી ગુ્રપ અને સેકન્ડરી માર્કેટ એડવાઈઝરી કમિટી દ્વારા સમીક્ષા બાદ સેબીએ ન્યુનતમ કોન્ટ્રેક્ટ મૂલ્ય અગાઉના  રૃ.૫થી રૃ.૧૦ લાખની રેન્જથી વધારીને રૃ.૧૫ લાખ કર્યું છે. આ એડજસ્ટમેન્ટથી નવા રજૂ કરવામાં આવેલા એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટસના લોટ સાઈઝને અસર થશે, જે હવે રૃ.૧૫ લાખથી રૃ.૨૦ લાખની રેન્જમાં આવશે. ઉલ્લેખનીય છે કે, સેબીના ૧, ઓકટોબર ૨૦૨૪ના સર્કયુલરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ડેરિવેટીવ્ઝ કોન્ટ્રાક્ટની રજૂઆતના સમયે ન્યુનતમ મૂલ્ય રૃ.૧૫ લાખ હશે, જેમાં સમીક્ષા દરમિયાન કોન્ટ્રેક્ટનું મૂલ્ય રૃ.૧૫ લાખથી રૃ.૨૦ લાખ વચ્ચે રહે તે સુનિશ્ચિત કરવા માટે લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે.

ડેરિવેટીવ્ઝ ટ્રેડીંગમાં  પ્રમુખ કરેલા ફેરફારો આ  મુજબ છે.

(૧)વિકલી એક્સપાયરીમાં ઘટાડો : આજે-૨૧, નવેમ્બરથી ઈન્ડેક્સ ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેક્ટ્સ માટે વિકલી એક્સપાયરીને ઘટાડીને દરેક એક્સચેન્જ દીઠ માત્ર એક બેન્ચમાર્ક ઈન્ડેક્સ કરશે, વધારે પડતાં સટ્ટાકીય ટ્રેડીંગને અંકુશમાં લેવા અને નેકેડ ઓપ્શન સેલિંગ અથવા અનકવર્ડ જોખમોને મર્યાદિત કરવાનો ઉદ્દેશ છે. 

(૨) કોન્ટ્રેક્ટસ સાઈઝમાં વધારો : ડેરિવેટીવ્ઝ માટે ન્યુનતમ કોન્ટ્રેક્ટ મૂલ્ય રૃ.૫થી ૧૦  લાખથી વધારીને રૃ.૧૫ લાખ કરવામાં આવશે, જેના થકી ઓછી ક્ષમતાના નાના ટ્રેડરોને દૂર કરી જોખમ ઉઠાવી શકે એવા લોકો જ આ જોખમી સેગ્મેન્ટમાં ટ્રેડીંગ કરી શકે. આ કોન્ટ્રેક્ટનું મૂલ્ય આગળ જતાં રૃ.૧૫ લાખથી રૃ.૨૦ લાખની રેન્જમાં અડજસ્ટ કરાશે.

 (૩)   વધારાના માર્જિનની આવશ્યકતા : બજારમાં અસાધારણ અફડાતફડીથી રોકાણકારોને રક્ષણ માટે સેબી એક્સપાયરીના તમામ ઓપન શોર્ટ ઓપ્શન્સ પર બે ટકા વધારાનું એક્સ્ટ્રીમ લોસ માર્જિન (ઈએલએમ) લાગુ કરશે. જેનાથી ટેઈલ રિસ્ક કવરેજમાં વધારો થશે, જે ખાસ ઉંચા વોલ્યુમના સમયગાળા દરમિયાન વધારો થશે. 

(૪)  પ્રીમિયમનું અપફ્રન્ટ એક્ત્રિકરણ : ૧, ફેબુ્રઆરી ૨૦૨૫થી બ્રોકરોએ ઓપ્શન પ્રીમિયમ્સ અપફ્રન્ટ એકત્ર કરવું જરૃરી રહેશે, આ ફેરફારથી ઈન્ટ્રા-ડે વધારે પડતાં લિવરેજને નિરૃત્સાહી કરવાનો  ઉદ્દેશ છે અને રોકાણકારો તેમની પોઝિશનને કવર કરવા પર્યાપ્ત કોલેટરલ ધરાવે છે એની ખાતરી થશે. 

(૫)  કેલેન્ડર સ્પ્રેડ લાભ નાબૂદ : કેલેેન્ડર સ્પ્રેડની પ્રણાલી, જુદી જુદી મુદ્દતમાં પોઝિશનને ઓફસેટ કરવાની તે જ દિવસે સમાપ્ત થતાં કોન્ટ્રેક્ટસ માટે નાબૂદ કરવામાં આવશે. આ પગલાનો હેતુ એક્સપાયરીના દિવસોમાં સટ્ટાકીય ટ્રેડીંગ ઘટાડવાનો છે. 

(૬) ઈન્ટ્રા-ડે પોઝિશન લિમિટેડ પર નજર : ૧, એપ્રિલ ૨૦૨૫થી  શેર બજારો ટ્રેડિંગ દિવસ દરમિયાન ઈક્વિટી ઈન્ડેક્સ ડેરિવેટીવ્ઝ માટે પોઝિશન લિમિટનું નિરીક્ષણ શરૃ કરશે. જે ટ્રેડરોને ધ્યાન બહાર જાય તેવી પોઝિશનની લિમિટને પાર કરતાં અટકાવવામાં મદદરૃપ થશે.


Google NewsGoogle News