ગુજરાતની માત્ર 3 ટકા મહિલાઓ ઉધાર લે છે, ગ્રામીણ વિસ્તારમાં દેવાનું પ્રમાણ શહેર કરતાં વધુ
Women Borrowers In India: વિશ્વભરમાં સદીઓથી ઉધારનું ચલણ જોવા મળ્યું છે. પહેલાં લોકો સગા-સંબંધી, આડોશ-પાડોશમાંથી ઉધાર લેવડ-દેવડ કરતાં હતાં, હવે આધુનિક સમયમાં તેમનું સ્થાન બેન્કોએ લીધું છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓ અમુક ચોક્કસ વ્યાજ સાથે ઉધાર પેટે લોન આપે છે. પરંતુ આ ઉધારીના વ્યવહાર પર મહિલાઓનો વિશ્વાસ અડધો છે.
મહિલાઓનો ચોખ્ખો વ્યવહાર
કેન્દ્ર સરકાર દ્વારા જારી મોડ્યુલર સર્વે અનુસાર, દેશભરમાંથી પ્રત્યેક રાજ્યમાં 1 લાખ દીઠ 24214 પુરૂષો ઉધાર લે છે, જ્યારે મહિલાઓમાં ઉધાર લેવાનો રેશિયો અડધો 12275 છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં દર લાખની વસ્તીમાંથી 24322 પુરૂષો ઉધાર લેવડદેવડ કરે છે, તેની સામે 13016 ગ્રામીણ મહિલાઓ ઉધાર લે છે. શહેરી વિસ્તારમાં 23975 પુરૂષો અને 10584 મહિલાઓ ઉધાર લે છે.
આ પણ વાંચોઃ લાગે છે કયામત આવવાની તૈયારી છે...', અરબના રણમાં બરફની ચાદર પથરાતાં યુઝર્સના રિએક્શન
ગુજરાતમાં માત્ર 3 ટકા મહિલાઓ ઉધાર લે છે
ગુજરાતમાં દર લાખની વસ્તી પર માત્ર 3 ટકા મહિલાઓ ઉધાર લે છે. ગુજરાતમાં દર લાખની વસ્તીએ 17888 પુરૂષોની સામે માત્ર 3296 મહિલાઓ ઉધાર લેતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે, કે ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓની તુલનાએ શહેરી મહિલાઓમાં ઉધાર લેવાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. ગુજરાતમાં શહેરમાં 3161 મહિલાઓ જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં 3395 મહિલાઓ ઉધાર લે છે.
ઉધાર લેવામાં આંધ્રપ્રદેશની મહિલાઓ અગ્રેસર
ઉધારમાં લેવડદેવડ મામલે આંધ્રપ્રદેશની મહિલાઓ દેશભરમાં અગ્રેસર છે. કોમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મોડ્યુલર સર્વે 2022-23ના સર્વેમાં આંધ્રપ્રદેશની સરેરાશ 60043 મહિલાઓએ ઉધાર લીધછે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 60427 પુરૂષોની તુલનાએ 64953 મહિલાઓએ ઉધાર લીધું છે. નોંધનીય છે, દેશના શિક્ષિત રાજ્યોમાં મહિલાઓમાં લોન-ઉધાર લેવાનું પ્રમાણ વધુ છે.