Get The App

ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ ફરિયાદો થતાં FSSAIનો કડક નિર્ણય, ખાદ્ય પદાર્થોની ‘એક્સપાયરી ડેટ’નો નવો નિયમ બનાવ્યો

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ ફરિયાદો થતાં FSSAIનો કડક નિર્ણય, ખાદ્ય પદાર્થોની ‘એક્સપાયરી ડેટ’નો નવો નિયમ બનાવ્યો 1 - image


FSSAI : ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ અનેક ફરિયાદ થયા બાદ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ‘વહેલા વાસી થતાં ખાદ્ય ખોરાકો’ને લઈ નવો નિયમ જાહેર કર્યો છે. FSSAIના નિર્દેશ મુજબ, ખાદ્ય પદાર્થોની ડિલિવરી કરતી ઈ-કોમર્સ કંપનીઓ વહેલા ખરાબ થઈ જતાં ખાદ્ય પદાર્થો નહીં મોકલી શકે.

‘...તો આવા ખાદ્ય પદાર્થોની ડિલિવરી ન કરવી જોઈએ’

અનેક ફરિયાદો મળ્યા બાદ એફએસએસએઆઈએ ખાદ્ય પદાર્થોની ‘એક્સપાયરી ડેટ’ નિર્ધારિત કરી છે. ઑથોરિટીએ ઈ-કોમર્સ કંપનીઓને કહ્યું છે કે, ‘તેઓએ એવી ખાદ્ય ચીજોની સપ્લાય ન કરવી જોઈએ જેની એક્સપાયરી ડેટ નજીક હોય. ગ્રાહકોને ડિલિવરી થતાં ખાદ્ય પદાર્થોની એક્સપાયરી ડેટ ઓછામાં ઓછી 45 દિવસની હોવી જોઈએ. આ ઉપરાંત જો કોઈ ખાદ્ય પદાર્થ વહેલા ખરાબ થઈ જતા હોય તો, તેની શેલ્ફ લાઇફ ઓછામાં ઓછી 30 ટકા હોવી જોઈએ.

આ પણ વાંચો : મોંઘવારી વધતાં EMI ભરનારાઓ અને પ્રજા પરેશાન ! RBIના પ્રયાસો છતાં ઓક્ટોબરમાં મોંઘવારી દર 6%ને પાર, આ વસ્તુઓના વધ્યા ભાવ

ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો

ખાદ્ય પદાર્થોની ઑનલાઇન ડિલિવરી કરતી ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ FSSAIને સતત ફરિયાદ મળતી હતી, જેના કારણે ઑથોરિટી એ ખાદ્ય વ્યવસાય કરતી ઈ-કોમર્સ કંપનીઓના સંચાલકો(FBO)ની બેઠક બોલાવી હતી. ઑથોરિટી એ બેઠકમાં તમામ ઈ-કોમર્સ કંપનીઓને કડક નિર્દેશ આપ્યા છે. FSSAIના મુખ્ય કાર્યકારી અધિકારી ગંજી કમલા વી. રાવે સંચાલકોને એવી વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે કે, તેઓ ગ્રાહકોને ડિલિવરી કરતાં ખાદ્ય પદાર્થોની ઓછામાં ઓછી શેલ્ફ લાઇફનું ધ્યાન રાખે.

પ્રોડક્ટ પરના દાવાનું પણ ધ્યાન રાખવા નિર્દેશ

બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઈ-કોમર્સ દ્વારા વેચવામાં આવતી કોઈપણ પ્રોડક્ટના દાવા પ્રોડક્ટના લેબલ પરની માહિતી મુજબ જ હોવા જોઈએ અને FSSAIના લેબલિંગ અને પ્રદર્શન નિયમોનું પાલન કરવું જોઈએ. FSSAIએ ઓનલાઇન પર ખોટા દાવાઓ દેખાડવા મામલે પણ કંપનીઓને ચેતવણી પણ આપી. ઑથોરિટી નું કહેવું છે કે, યોગ્ય ખોટા દાવાઓ દર્શાવવાના કારણે ખોટી માહિતી ફેલાતી અટકાવી શકાશે તેમજ પ્રોડક્ટના ઉત્પાદનની યોગ્ય માહિતી મેળવાના ગ્રાહકોના અધિકારની રક્ષા થશે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય, CISFમાં ‘ઓલ વુમન બટાલિયન’ ફાળવવા મંજૂરી આપી

ડિલિવરી કરતાં કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા નિર્દેશ

FSSAIએ ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન પ્લેટફૉર્મની ભૂમિકા પણ સમજાવી છે. રાવે કહ્યું કે, કોઈપણ FBO માન્ય FSSAI લાયસન્સ અથવા નોંધણી વિના કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફૉર્મ પર કામ કરી શકશે નહીં. તેમણે FBOsને ખાદ્ય ઉત્પાદનોની સમયસર ડિલિવરી માટે કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવાનો નિર્દેશ આપ્યો હતો.


Google NewsGoogle News