કેન્દ્ર સરકારનો નવો પ્લાન, 50% સસ્તી આપશે ડુંગળી, ગૃહિણીઓને થશે મોટો ફાયદો

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
Onion Price


Government Sell Onion On Subsidized Price: ડુંગળીના વધતા ભાવોને અંકુશમાં લેવા હવે સરકાર મેદાનમાં ઉતરી છે. છેલ્લા એક વર્ષમાં ડુંગળીના ભાવો 50થી 60 ટકા વધ્યા છે. આ ભાવો પર નિયંત્રણ લાદતાં તેમજ ગૃહિણીઓને આર્થિક ટેકો કરતાં કેન્દ્ર સરકારે સસ્તા દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. 

નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન અને નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેડશન (નાફેડ) દ્વારા દેશના જુદા-જુદા સ્થળોએ સ્પેશિયલ વાન મારફત 35 રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચવામાં આવી રહી છે. હાલ દિલ્હી અને મુંબઈમાં ડુંગળીના વેચાણ શરૂ કરશે. 

નાફેડ અને એનસીસીએફ સરકારનો 4.7 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક મેનેજ કરી રહી છે. જે તેના સ્ટોર અને મોબાઈલ વાન મારફત દિલ્હી-એનસીઆરના 38 રિટેલ સ્થળો, મુંબઈમાં પરેલ અને મલાડ ખાતે વેચાણ કરશે.

આ પણ વાંચોઃ સોનામાં જોરદાર તેજી વચ્ચે છેલ્લા 1 વર્ષમાં મળ્યું 21% રિટર્ન, શું હજી રોકાણ કરવાની તક ખરી?

અમદાવાદમાં આગામી સપ્તાહે ડુંગળી વેચાશે

નાફેડ અને એનસીસીએફની મોબાઈલ વાન ઉપરાંત કેન્દ્રિય ભંડાર અને મધર ડેરીના સફલ આઉટલેટ્સ પરથી રાહત દરે ડુંગળી મળશે. આ પહેલના બીજા તબક્કામાં આગામી સપ્તાહે કોલકાતા, ગુવાહાટી, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લુરૂ, અમદાવાદ અને રાયપુર શહેરોને આવરી લેવામાં આવશે. દેશભરમાં સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી આ ડુંગળીના વેચાણ શરૂ થશે.

રૂ. 20ના દરે વેચાતી ડુંગળીનો કિલોદીઠ ભાવ રૂ. 60-65

ચાલુ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં કિલોદીઠ રૂ. 20ના દરે વેચાતી ડુંગળીનો ભાવ આજે રૂ. 60થી 65 થયો છે. સ્થળો અને ગુણવત્તાના આધારે ડુંગળીના ભાવ જુદા-જુદા છે. જેથી ડુંગળીના ભાવમાં રાહત આપતાં કેન્દ્ર સરકારે આ પહેલ શરૂ કરી છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ જાહેરાત કરી હતી કે, સરકાર કિંમતના વલણના આધારે ડુંગળીના વિત્તરણ માટે જથ્થો વધારશે. હાલ સરકાર પાસે 4.7 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક છે. 4 સપ્ટેમ્બરે ડુંગળીની સરેરાશ કિંમત રૂ. 49.21 પ્રતિ કિગ્રા છે, જે વર્ષ પહેલાં રૂ. 33.41 પ્રતિ કિગ્રા સામે 47.39 ટકા વધી છે.


કેન્દ્ર સરકારનો નવો પ્લાન, 50% સસ્તી આપશે ડુંગળી, ગૃહિણીઓને થશે મોટો ફાયદો 2 - image


Google NewsGoogle News