ડુંગળીની ખેતી કરવી છે તો કયા સમયે શરૂ થશે પ્રોસેસ, આ વાતોનું ખાસ ધ્યાન રાખજો

ડુંગળીનું વાવેતર કરવા માટે 15 ડિગ્રી સેલ્સિયસથી ઉપરનું તાપમાન હોવું જરુરી

વાવેતર કરતી વખતે દરેક લાઈનની વચ્ચેનું અંતર 15 સેમી અને છોડથી છોડનું અંતર 7.5 સેમી હોવું જરુરી છે.

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ડુંગળીની ખેતી કરવી છે તો કયા સમયે શરૂ થશે પ્રોસેસ, આ વાતોનું ખાસ ધ્યાન રાખજો 1 - image
Image Twitter 

તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

દેશમાં ખેડુતો ખેતીમાંથી સારી આવક મેળવતા હોય છે, પરંતુ ક્યારેક કુદરતી આપત્તિ આવવાથી નુકશાન પણ વેઠવું પડતું હોય છે. વિવિધ પાકોના ઉત્પાદન પૈકી ખેડુતો ડુંગળીની ખેતી કરી સારી આવક મેળવી શકે છે. ડુંગળીની ખેતી કરી સારી આવક મેળવવા માટે યોગ્ય સમય, સારુ હવામાન અને ગુણવત્તાવાળી માટીનું વિશેષ ધ્યાન રાખવું જરુરી છે. જે વિશેની વધુ માહિતી નીચે આપવામાં આવી છે. આપણા દેશમાં કેટલાય રાજ્યોમાં ડુંગળીની ખેતી કરવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખેતી કરવામાં આવે છે. અહીં વર્ષમાં બે વાર ડુંગળીની ખેતી કરવામાં આવે છે. એકવાર મે માં અને બીજીવાર નવેમ્બર મહીનામાં કરવામાં આવે છે. 

ડુંગળીનું વાવેતર કરવા માટે 15 ડિગ્રી સેલ્સિયસથી ઉપરનું તાપમાન હોવું જરુરી 

જાણકારોના કહેવા પ્રમાણે રવી સિઝનમાં ડુંગળીનું વાવેતર કરવા માટે 15 ડિગ્રી સેલ્સિયસથી ઉપરનું તાપમાન હોવું જરુરી છે. સાથે સાથે તેના માટે 650 થી 750 MM વરસાદની પણ જરુર રહે છે. આ ઉપરાંત જ્યારે તેની લલણી કરવામાં આવે તે સમયે 20 થી 30 ડિગ્રી સેલ્સિયસની ઉપરનું તાપમાન હોવું જરુરી છે. ડુંગળીની ખેતી કરતાં પહેલા ખેડુતભાઈઓએ જમીનની તૈયારી યોગ્ય રીતે કરી લેવી જોઈએ. ડુંગળીની ખેતી પહેલા માટીનું પરિક્ષણ કરી લેવું જોઈએ કે જૈવિક તત્વોની માત્રા બરોબર છે કે કેમ નહી તો ખાતર નાખી બરાબર કરી લેવું જોઈએ. વાવેતર કરતી વખતે દરેક લાઈનની વચ્ચેનું અંતર 15 સેમી અને છોડથી છોડનું અંતર 7.5 સેમી હોવું જરુરી છે.  

એક એકર જમીનમાં ડુંગળીનું વાવેતર કરતા હોવ તો તમારે 4 થી 5 કિલો બીજની જરૂર રહે 

અહી એક વાતનું ધ્યાન રહે કે, જો તમે એક એકર જમીનમાં ડુંગળીનું વાવેતર કરતા હોવ તો તમારે 4 થી 5 કિલો બીજની જરૂર રહેશે. ડુંગળીનું વાવેતર કર્યા પછી 1 થી 2 મહિના પછી હવામાન ઠંડુ થઈ જાય છે. અને તેને ઉગવા માટે તાપમાનમાં વધારો થવો પાક માટે અનુકૂળ માનવામાં આવે છે. આ સાથે ડુંગળીના સારો પાક મેળવવા માટે કાળી માટી અને પાણીનો નિકાલ મહત્વના ગણાય છે. કાળી માટી જૈવિક ખાતરોથી ભરપુર હોય છે. આ જમીનમાં હેક્ટર દીઠ 40 થી 50 ટન દેશી ખાતર નાખવામાં આવે તો ઉત્પાદન ખૂબ સારુ મેળવી શકાય છે. 



Google NewsGoogle News