'લગ્ન બાદ એક તૃતિયાંશ મહિલાઓએ નોકરી છોડવી પડે છે...', વર્લ્ડ બેન્કનો રિપોર્ટ
Image: Freepik
World Bank Report: નોકરી કરી રહેલી છોકરીઓને ઘણી વખત એ સાંભળવા મળે છે કે સમયસર લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન બાદ સાંભળવા મળે છે હવે નોકરી કરીને શું કરવું છે. બાળકો અને પરિવારને પણ સંભાળવું જરૂરી છે. ભારતમાં મહિલાઓની નોકરી પર હંમેશા તલવાર લટકતી રહે છે. નક્કી નથી રહેતું કે તેમનું કરિયર કેટલું આગળ જઈ શકશે.
એક રિપોર્ટ અનુસાર લગ્ન બાદ નોકરી કરનારી મહિલાઓની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો છે. લગભગ એક તૃતિયાંશ મહિલાઓને લગ્ન બાદ નોકરી છોડવી પડે છે. રિપોર્ટમાં આને 'મેરેજ પેનલ્ટી' કહેવામાં આવ્યું છે.
વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર ભારતમાં લગ્ન બાદ નોકરી કરનારી મહિલાઓની સંખ્યામાં 12 ટકાનો ઘટાડો આવ્યો છે. આ બાળકોની ગેરહાજરીમાં પણ મહિલાઓના લગ્ન પહેલાના રોજગારના દરનો લગભગ એક તૃતિયાંશ છે. તેનાથી ઉલટું લગ્ન બાદ પુરુષોની નોકરી કરવાના દરમાં 13 ટકાનો વધારો નોંધાયો છે.
ભારત અને માલદીવમાં બાળકો વિનાની મહિલાઓની વચ્ચે લગ્ન સાથે જોડાયેલા માનદંડ લગ્નના પાંચ વર્ષ બાદ સુધી બન્યા રહે છે. બીજી તરફ મહિલાઓને બાળકોની જવાબદારીથી પણ જોડીને જોવામાં આવે છે. જેના કારણે પણ તે નોકરી કરી શકતી નથી અથવા નોકરી છોડવી પડે છે.
32 ટકા મહિલાઓ કરે છે નોકરી
વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારી વર્ષ 2023માં માત્ર લગભગ 32 ટકા હતી. પુરુષોનો રોજગાર દર 77 ટકા હતો. કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયામાં ભૂટાન સિવાય મોટાભાગના દેશ સૌથી નીચલા સ્થાને છે.
માધ્યમિક સ્તરથી વધુ અભ્યાસ કરનારી મહિલાઓ કે તેનાથી ઉચ્ચ સ્તરનો અભ્યાસ કરનાર પુરુષો સાથે લગ્ન કરનારી મહિલાઓ પર મેરેજ પેનલ્ટીની શક્યતા ઓછી હોય છે. તેનાથી ખબર પડે છે કે એજ્યુકેશનની આમાં મહત્ત્વની ભૂમિકા છે.
મહિલાઓ જીડીપી વધારી શકે છે
જો લેબર ફોર્સમાં મહિલાઓની ભાગીદારી પુરુષોના સમાન વધારવામાં આવે તો જીડીપી ગ્રોથમાં વધારો આવશે. આવું કરવા પર દક્ષિણ એશિયાનો જીડીપી 13 ટકાથી વધીને 51 ટકાથી વધુ થઈ જશે.