COVID-19: ઇતિહાસમાં ત્રીજી વખત ન્યૂયોર્કે સ્ટોક એક્ચેન્જ પર ટ્રેડિંગ થશે બંધ
વોંશિંગ્ટન, 19 માર્ચ 2020 ગુરૂવાર
દુનિયાનાં સૌથી મોટા અર્થતંત્ર મનાતા અમેરિકા પર પણ કોરોનાની અસર જોવા મળી રહી છે,દુનિયાભરમાં અમેરિકાનાં સ્ટોક એક્સચેન્જ ન્યુંયોર્ક સ્ટોક એક્ચેન્જ (NYSE)નાં જાણીતા ટ્રેડિંગ ફ્લોરને અસ્થાઇ પણે બંધ કરવામાં આવ્યું છે,
પરંતું ત્યાં ઇ ટ્રેડિંગ ચાલું રહેશે, આવું અમેરિકાનાં ઇતિહાસમાં ત્રીજી વખત થયું છે, જ્યારે એક્ચેન્જ પર ટ્રેડિંગ રોકવું પડ્યું હોય, ન્યુયોર્ક સ્ટોક એક્ચેન્જ દ્વારા જારી કરાયેલું આ નિવેદન બે જણાને COVID-19નો ચેપ લાગવામાં આવ્યા બાદ સાવચેતીનાં પગલારૂપે લેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાનાં શેર બજારનાં અગ્રણી બેંચમાર્ક ઇન્ડેક્સ ડાઓ જોન્સ ( Dow Jones Industrial Average) 20 ટકા બંધ રહ્યો છે, તે ફેબ્રુઆરી 2017 બાદનાં નીચલા સ્તરે છે, એક મહિનામાં ઇન્ડેક્સ 30 ટકા તુટ્યો છે, આવી જ સ્થિતિ ભારત સહિતનાં દુનિયાભરનાં શેરબજારોની થઇ છે.
શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય
ન્યુંયોર્ક સ્ટોક એક્સચેન્જની પેરેન્ટ કંપની ઇન્ટરનેશનલ એક્સચેન્જનાં જણાવ્યા પ્રમાણે ન્યૂયોર્કે સ્ટોક એક્ચેન્જનાં ટ્રેડિંગ ફ્લોર કમ્યુનિટીનાં એક સભ્ય અને એક્સચેન્જનાં એક કર્મચારીમાં કોરોના વાયરસનો ટેસ્ટ પોઝીટીવ આવતા આ પગલું લેવામાં આવ્યું છે.
ન્યૂયોર્કે સ્ટોક એક્સચેન્જ અને ન્યૂયોર્ક સ્ટોક એક્સેન્જ અમેરિકન ઓપ્સન માર્કેટ પણ બંધ થશે, આ જ પ્રકારે સાન ફ્રાન્સિસ્કોમાં NYSE આર્કા ઓપ્સન્સ (NYSE Arca Options) પણ બંધ કરાશે.
આ પહેલા ક્યારે થયું આવું
NYSE અને ટ્રેડિંગ ફ્લોર પર હજારો બ્રોકર્સ ટ્રેડિંગ કરે છે, અથવા અન્ય માટે ટ્રેડિંગ કરે છે, NYSE પર બીજા વિશ્વ યુધ્ધ અને 9/11નાં હુમલા બાદ પણ ટ્રેડિંગ સંપુર્ણઁપણે રોકવામાં આવ્યું હતું.