દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા 10 કરોડે પહોંચી, ગત મહિને જ રેકોર્ડ તૂટ્યો, RBIએ કર્યા આંકડા જાહેર

2023માં 1.67 કરોડ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા

2022માં 1.22 કરોડ ક્રેડિટ કાર્ડનો ઉમેરો થયો હતો

Updated: Jan 26th, 2024


Google NewsGoogle News
દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા 10 કરોડે પહોંચી, ગત મહિને જ રેકોર્ડ તૂટ્યો, RBIએ કર્યા આંકડા જાહેર 1 - image


Credit Card News | બેંકો દ્વારા જારી કરાયેલા ક્રેડિટ કાર્ડની સંખ્યા વધીને 10 કરોડની નજીક પહોંચી ગઈ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સૌથી વધુ 19 લાખ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના લેટેસ્ટ ડેટા અનુસાર, ડિસેમ્બરમાં બેંકિંગ સિસ્ટમમાં કુલ 9.79 કરોડ ક્રેડિટ કાર્ડ હતા. 2023માં 1.67 કરોડ નવા ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા જ્યારે 2022માં 1.22 કરોડ ક્રેડિટ કાર્ડનો ઉમેરો થયો હતો. 

છેલ્લા 5 વર્ષમાં ઉપયોગ વધ્યો  

છેલ્લા પાંચ વર્ષમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં સતત વધારો થયો છે. ડિસેમ્બર 2019માં લગભગ 5.55 કરોડ કાર્ડ ચલણમાં હતા, જે ડિસેમ્બર 2023માં લગભગ 77 ટકા વધીને 9.79 કરોડ થઈ ગયા. ક્રેડિટ કાર્ડ આપવા પર બેંકોનો ભાર અને લોકોની જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને કારણે ક્રેડિટ કાર્ડનું ચલણ વધ્યું છે.

ક્રેડિટ કાર્ડનું ચલણ કેમ વધ્યું? 

એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, 'બેંકો દ્વારા ક્રેડિટ કાર્ડનું માર્કેટિંગ અને ગ્રાહકોના ખર્ચના વલણમાં ફેરફારને કારણે ક્રેડિટ કાર્ડ્સનું વલણ વધ્યું છે. બેંકો લોકોને તેમની યોગ્યતાના આધારે ક્રેડિટ કાર્ડ જારી કરે છે. અગાઉ ક્રેડિટ કાર્ડ મેળવવું સરળ નહોતું. બેંકો ઘણા પ્રકારના ક્રેડિટ કાર્ડ જારી કરે છે જેના કારણે ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યામાં વધારો થયો છે. જોકે, હવે ક્રેડિટ કાર્ડ જારી કરવાની ગતિ થોડી ધીમી પડી છે. ભાલેરાવે કહ્યું કે 'ઝીરો કોસ્ટ EMI' જેવી સુવિધાઓને કારણે ગ્રાહકોમાં ક્રેડિટ કાર્ડની માંગ વધી છે.

કઈ બેન્કે સૌથી વધુ ક્રેડિટ કાર્ડ આપ્યાં? 

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંક ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરવામાં ટોચ પર છે. ચલણમાં રહેલા કુલ ક્રેડિટ કાર્ડ્સમાં આ બેંકના કાર્ડની સંખ્યા 1.98 કરોડ છે, જે નવેમ્બરમાં 1.95 કરોડ હતી. સપ્તાહની શરૂઆતમાં HDFC બેંકે કહ્યું હતું કે તેણે જાન્યુઆરીમાં 2 કરોડ ક્રેડિટ કાર્ડના આંકડાને સ્પર્શ કર્યો હતો. ડિસેમ્બર 2023 સુધીમાં, SBI કાર્ડના ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા 1.84 કરોડ હતી. ICICI બેંકના કાર્ડની સંખ્યા વધીને 1.64 કરોડ થઈ છે જ્યારે Axis Bank દ્વારા જારી કરાયેલા કુલ કાર્ડની સંખ્યા 1.35 કરોડ છે. દરમિયાન, ક્રેડિટ કાર્ડનો ખર્ચ ડિસેમ્બર 2023માં વધીને રૂ. 1.65 લાખ કરોડ થયો હતો, જે નવેમ્બરમાં રૂ. 1.61 લાખ કરોડ હતો. 

દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા 10 કરોડે પહોંચી, ગત મહિને જ રેકોર્ડ તૂટ્યો, RBIએ કર્યા આંકડા જાહેર 2 - image


Google NewsGoogle News