NTPCનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 3 લાખ કરોડને વટાવી ગયું, ટોચની 20 લિસ્ટેડ કંપનીઓમાં સામેલ
સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ પછી પ્રથમ વખત શેર ગયા સપ્તાહે રૂ. 300ને વટાવી ગયો
આ અઠવાડિયે NTPCનું માર્કેટ કેપ રૂ. 3 લાખ કરોડને પાર કરી ગયું
NTPC Share Price: વીજળીનું ઉત્પાદન કરતી દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી કંપની NTPCનું માર્કેટ કેપિટલાઇઝેશન પહેલીવાર રૂ. 3 લાખ કરોડને પાર કરી ગયું છે. 19 ડિસેમ્બર, 2023 ના રોજ, NTPC ના શેરમાં અદભૂત વધારો જોવા મળ્યો હતો. શેર તેની જીવનકાળની ટોચે રૂ. 312.50 પર પહોંચ્યો હતો અને બજાર બંધ થતાં, શેર 2.13 ટકાના ઉછાળા સાથે રૂ. 309.65 પર બંધ થયો હતો. શેરમાં આ શાનદાર ઉછાળાને કારણે NTPCની માર્કેટ મૂડી પણ રૂ. 3 લાખ કરોડને વટાવીને રૂ. 300,257 કરોડ થઈ ગઈ છે.
2023માં NTPCના સ્ટોકમાં 86 ટકાનો વધારો
ભારતની બીજી ઉર્જા ક્ષેત્રની કંપની સમાન NTPCના શેરમાં 2023માં જોરદાર તેજી જોવા મળી છે. જેમાં તેના સ્ટોકમાં 86 ટકાનો ઉછાળો આવ્યો છે. 2022 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે, NTPC શેર રૂ. 166.45 પર બંધ થયો હતો. પરંતુ 2023માં દેશી અને વિદેશી રોકાણકારોએ NTPCના શેરમાં રોકાણ કર્યું હતું. બ્રોકરેજ હાઉસ પણ NTPCના શેરમાં ખૂબ જ તેજીમાં હતા. NTPCના સ્ટોકમાં છેલ્લા એક મહિનામાં 23 ટકા, છ મહિનામાં 67 ટકા, 2 વર્ષમાં 147 ટકા, 3 વર્ષમાં 200 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
NTPCનું માર્કેટ કેપ રૂ. 3 લાખ કરોડને પાર
વર્ષ 2004માં NTPCનો IPO ઈશ્યુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કંપનીએ રૂ. 62ની ઇશ્યૂ કિંમતે બજારમાંથી આશરે રૂ. 4,000 મેળવ્યા હતા. લાંબા સમયથી બજારમાં NTPCના શેર બજારમાં અંડરપરફોર્મ હતા. પરન્ત્ય છેલ્લા 2-3 વર્ષમાં સ્ટોકમાં જબરદસ્ત તેજી આવી છે. જયારે હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયા પછી પ્રથમ વખત શેર ગયા સપ્તાહ રૂ. 300ને પાર કરવામાં સફળ રહ્યો હતો. તેમજ આ સપતાહે NTPCનું માર્કેટ કેપ રૂ. 3 લાખ કરોડને પાર કરી ગયું છે.
ટોચની 20 કંપનીઓમાં સ્થાન
બજારના સંદર્ભમાં, NTPC સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓમાં 20મા સ્થાને છે. જ્યારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને LIC બે કંપનીઓ છે જે માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ 20માં સામેલ છે. બાકીની 17 કંપનીઓ ખાનગી ક્ષેત્રની છે.