2 માર્ચે શનિવારના દિવસે પણ ખુલશે શેરબજાર, NSE કરશે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન
DR Site : નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ શનિવારે (2 માર્ચ) સ્પેશિયલ ટ્રેડિંગ સેશન આયોજિત કરવાનું એલાન કર્યું છે. NSEએ બુધવારે જણાવ્યું કે, 2 માર્ચે આયોજિત થનાર આ સેશન દરમિયાન ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરાશે. આ દિવસે ડિઝાસ્ટર રિકવરી સાઈટ (DR Site) પર ઈન્ટ્રા ડે સ્વિચ ઓવર કરાશે. આ ડીઆર સાઈટ સાઇબર એટેક જેવી પરિસ્થિતિઓમાં ડેટાને બચાવવા માટે કામ કરશે. સાથે જ ટ્રેડિંગ પણ વધુ સુરક્ષિત થઈ જશે. 2 માર્ચે થનારા આ સેશનમાં સિક્યોરિટીઝ 2 ટકા અથવા તેનાથી ઓછી પ્રાઇઝ બેન્ડ પર ઉપલબ્ધ રહેશે.
બે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન થશે આયોજિત
NSEએ પોતાના સર્ક્યુલરમાં જણાવ્યું છે કે, તમામ મેમ્બર્સ બે માર્ચે ડીઆર સાઇટ માટે સ્પેશિયલ લાઇવ ટ્રેડિંગ સેશનની તૈયાર કરી લે. આ દરમિયાન પ્રાઇમરી સાઇટથી ડીઆર સાઇટ ટ્રાન્સફર. પહેલું ટ્રેડિંગ સેશન સવારે 9:15 વાગ્યાથી 10 વાગ્યા સુધી આયોજિત થશે. ત્યારબાદ બીજું ટ્રેડિંગ સેશન 11:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી આયોજિત કરાશે. આ સ્પેશિયલ સેશન પહેલા 20 જાન્યુઆરીએ આયોજિત કરાયું હતું. પરંતુ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને તેને ટાળી દેવાયું હતું. ઇક્વિટી માર્કેટમાં 22 જાન્યુઆરીએ રજા પણ જાહેર કરાઈ હતી.
ડીઆર સાઇટથી માર્કેટ અને રોકાણકારોની સુરક્ષા
આ પહેલા BSE અને NSEએ 20 જાન્યુઆરીએ ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર સ્વિચ કરવાનું એલાન કર્યું હતું. BSE અને NSE પર ટ્રેડિંક કરીને ચેક કરવાનું હતું કે ડીઆર સાઇટ કેવી રીતે પરફોર્મ કરી રહી છે. જેની મદદથી ટ્રેડિંગને સાઇબર એટેક, સર્વર ક્રેશ અથવા કોઈ પણ અન્ય સમસ્યાથી બચાવી શકાશે. તેનાથી માર્કેટ અને રોકાણ કારોની સુરક્ષા વધશે. BSE અને NSEએ તે દિવસે ડેરિવેટિવ પ્રોડક્ટ સહિત સિક્યોરિટીઝની લઘુત્તમ પ્રાઇઝ બેન્ડ 5 ટકા નક્કી કરી હતી. મ્યૂચુઅલ ફંડ અને ફ્યૂચર કોન્ટ્રેક્ટ્સ માટે પણ 5 ટકાની રેન્જ નક્કી કરાઈ હતી. આ પ્રક્રિયા સેબી અને ટેક્નિકલ એડવાઈઝરી કમિટીના સૂચનોના હિસાબથી પૂર્ણ કરાશે.