Get The App

સરકારી કર્મચારીઓ નિવૃત્તિ બાદ રહી શકે છે ટેન્શન ફ્રી, મેળવો દર મહિને એક લાખ સુધીનું પેન્શન

Updated: Mar 10th, 2025


Google News
Google News
સરકારી કર્મચારીઓ નિવૃત્તિ બાદ રહી શકે છે ટેન્શન ફ્રી, મેળવો દર મહિને એક લાખ સુધીનું પેન્શન 1 - image


NPS vs UPS: નિવૃત્તિ બાદ આર્થિક સુરક્ષા અત્યંત મહત્ત્વની હોય છે. તેના માટે યોગ્ય રોકાણ યોજના જરૂરી છે. જો તમારી યોજના નિવૃત્તિ બાદ દર મહિને રૂ. 1 લાખ પેન્શન મેળવવાની છે. તો તેના માટે યોગ્ય સ્કીમમાં રોકાણ કરવું પડશે. નેશનલ પેન્શન સ્કીમ અને યુનિવર્સલ પેન્શન સ્કીમ બંને વિકલ્પોમાં તમે આ ટાર્ગેટ હાંસલ કરી શકો છો.

એપ્રિલ, 2025થી લાગુ થશે

કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક એપ્રિલથી બે પેન્શન યોજનાઓમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ મળશે. જાન્યુઆરી, 2004માં શરુ કરવામાં આવેલી એનપીએસ કેન્દ્ર સરકાર હેઠળ તમામ વિભાગોને આવરી લે છે. UPS એ નવી પેન્શન યોજના છે. જે એક એપ્રિલ, 2025થી લાગુ થશે.

NPS vs UPS

NPS એ ભારત સરકાર દ્વારા સંચાલિત એક નિવૃત્તિ યોજના છે. જેમાં વ્યક્તિએ નિયમિત ધોરણે રોકાણ કરવાનું હોય છે. તેમાં રોકાણકારોને 60 વર્ષની વય બાદ એક સામટી રકમ અને પેન્શન બંને મળે છે. રિટર્ન માર્કેટની સ્થિતિ પર નિર્ભર કરે છે. 

UPS એ એક પ્રાયવેટ પેન્શન સ્કીમ છે. જેમાં વ્યક્તિ પોતાની જરૂરિયાત અનુસાર, રોકાણ યોજના પસંદ કરી શકે છે. જુદી-જુદી કંપનીઓની યોજનાઓ તેમાં સામેલ છે. રોકાણ પર મળતું રિટર્ન પણ અલગ-અલગ હોઈ શકે. UPS  હેઠળ સરકાર બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના 18.5 ટકા યોગદાન આપશે, જ્યારે કર્મચારીએ 10 ટકા યોગદાન આપવાનું રહેશે.

પેન્શન ગેરંટી

NPSમાં કોઈ નિશ્ચિત પેન્શન ગેરંટી નથી, જ્યારે UPSમાં પેન્શન એવરેજ બેઝિક પગારની ટકાવારી પર આધારિત છે. NPS હેઠળ, વ્યક્તિને ઇક્વિટી, લોન અને અન્ય માર્કેટ-લિંક્ડ ફંડ્સમાં રોકાણ કરવાનો વિકલ્પ મળે છે, જ્યારે UPS મુખ્યત્વે સરકારી બોન્ડ્સ અને સિક્યોરિટાઇઝ્ડ સ્કીમ્સમાં રોકાણ કરે છે. UPSમાં સરકારનું યોગદાન એનપીએસ કરતાં વધુ છે.

UPS ઓછા જોખમની યોજના

એનપીએસમાં રોકાણ બજાર સાથે જોડાયેલું છે, જે તેને વધુ જોખમી બનાવે છે, જ્યારે UPS ઓછી જોખમી યોજના છે કારણ કે તે નિશ્ચિત પેન્શન પ્રદાન કરે છે. હવે સવાલ એ છે કે 1 લાખ રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે બંને સ્કીમમાં કેટલું રોકાણ કરવું પડશે? 

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશ ખબર, હોળી પહેલાં જ પગારમાં થઈ શકે છે વધારો

UPS: 35 વર્ષની સેવા પછી 1 લાખ રૂપિયાનું પેન્શન આ રીતે મેળવો

ધારો કે કોઈ વ્યક્તિ 1 એપ્રિલ, 2025ના રોજ 25 વર્ષની ઉંમરે સરકારી નોકરીમાં જોડાય છે અને 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેણે 35 વર્ષ કામ કર્યું છે. જો નિવૃત્તિના છેલ્લા 12 મહિનાનો સરેરાશ બેઝિક પગાર દર મહિને 2 લાખ રૂપિયા હોય, તો UPS હેઠળ, 50%ના દરે ગેરંટી પેન્શન આપવામાં આવશે, એટલે કે 1 લાખ રૂપિયા પ્રતિ માસ. આ સિવાય UPSમાં મોંઘવારી પ્રમાણે દર વર્ષે પેન્શન વધારવાની જોગવાઈ છે. જો આપણે 4.5 ટકાનો વાર્ષિક વધારો માની લઈએ તો 61 વર્ષની ઉંમરે પેન્શન 1,04,500 રૂપિયા થશે.

NPS: રૂ. 1 લાખ પેન્શન માટે કેટલું રોકાણ જરૂરી?

જો કોઈ વ્યક્તિ 25 વર્ષની ઉંમરે કામ કરવાનું શરુ કરે છે અને 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેણે દર મહિને રૂ. 16,800 (10% કર્મચારી યોગદાન અને 14% સરકારી યોગદાન) રોકાણ કરવાની જરૂર પડશે. NPSમાં જોડાવા માટે ઉંમર 25 વર્ષ અને માસિક યોગદાન (કર્મચારી + સરકાર) રૂ. 16,800 છે. રોકાણ પર અંદાજિત રિટર્ન 9 ટકા છે. કુલ રોકાણ રૂ. 70.6 લાખ છે અને કુલ રિટર્ન રૂ. 4.27 કરોડ છે. જેમાં નિવૃત્તિ વખતે 4.98 કરોડ રૂપિયા જમા થાય છે. પેન્શન માટે ફાળવેલ 40% ફંડ રૂ. 1.99 કરોડ છે અને પેન્શન માટે ફાળવેલ 40% ભંડોળ રૂ. 1.99 કરોડ છે. અંદાજિત રિટર્ન 6 ટકા છે. 60%ના એકસાથે ઉપાડ રૂ. 2.99 કરોડ છે, તેથી દર મહિને તમારું પેન્શન રૂ. 1 લાખ થશે.


સરકારી કર્મચારીઓ નિવૃત્તિ બાદ રહી શકે છે ટેન્શન ફ્રી, મેળવો દર મહિને એક લાખ સુધીનું પેન્શન 2 - image

Tags :
NPS-vs-UPSRetirement-SchemePersonal-Finance

Google News
Google News