માતા-પિતા હવે તેમના બાળકોના રિટાયરમેન્ટ માટે પણ પેન્શન ફંડ શરૂ કરી શકશે, જાણો શું છે યોજના

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
NPs Vatsalya Yojana

Image: IANS



NPS Vatsalya Yojana: હવે માતા-પિતા અને વાલીઓ પોતાના બાળકો માટે પેન્શન પ્લાનમાં રોકાણ કરી શકશે. બજેટમાં મોદી સરકારે બાળકો માટે એનપીએસ પેન્શન પ્લાન ‘એનપીએસ વાત્સલ્ય’ શરૂ કર્યો છે. નવા ટેક્સ રેજિમ અનુસાર, નવી પેન્શન યોજનાને વધુ આકર્ષક બનાવવા નાણા મંત્રી નિર્મલા સીતારમણે એમ્પ્લોયરના યોગદાન ક્ષમતા 10 ટકાથી વધારી 14 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરવા ઉપરાંત સગીર બાળકો માટે માતા-પિતા અને વાલીઓના યોગદાનની યોજના એનપીએસ-વાત્સલ્ય શરૂ કરી છે.

શું છે એનપીએસ-વાત્સલ્ય યોજના?

એનપીએસ વાત્સલ્ય યોજના ભારતના કેન્દ્રીય બજેટ 2024માં શરૂ કરવામાં આવેલી નવી પેન્શન યોજના છે. માતા-પિતા અને વાલીઓ પોતાના બાળકોના રિટાયરમેન્ટ માટે બચતના ભાગરૂપે આ યોજનાનો લાભ લઈ શકે છે. જેમાં બાળકો વરિષ્ઠ થાય તો આ બચતને એનપીએસ એકાઉન્ટમાં તબદીલ કરવામાં આવશે. યોજના વિશે લાયકાત, રોકાણ મર્યાદા, રોકાણ વિકલ્પ અને ટેક્સના લાભ જેવી માહિતી હજી જારી થઈ નથી. જો કે, નિષ્ણાતોનું માનવુ છે કે, આ યોજના નિવૃત્તિ બાદ નાણાકીય સુરક્ષા પ્રદાન કરતાં જવાબદાર નાણાકીય યોજનાને પ્રોત્સાહન આપશે.

બાળકોના ભવિષ્ય માટે નવી યોજના

એનપીએસ વાત્સલ્ય યોજના અંતર્ગત માતા-પિતા અને વાલીઓ પોતાના બાળકોના નામે એકાઉન્ટ ખોલાવી શકે છે. આ એકાઉન્ટમાં નિયમિત રૂપે યોગદાન કરવુ આવશ્યક છે. જ્યારે બાળક પુખ્ત વયનું થાય તો આ એકાઉન્ટ એનપીએસના સામાન્ય એકાઉન્ટમાં તબદીલ થઈ જશે. જેથી આ બાળક રિટાયરમેન્ટ માટે લાંબા ગાળાની બચત યોજનાનો લાભ લઈ શકશે.

આ પણ વાંચોઃ આ સરકારી સ્કીમ હેઠળ ઓછા વ્યાજે બિઝનેસ કરવા હવે મળશે રૂ. 20 લાખની લોન, આ રીતે કરો અરજી

રોકાણ અને ઉપાડનો નિયમ

જો માતા-પિતા પોતાના બાળકના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે બચત કરવા માગે છે તો તેમના માટે આ એનપીએસ વાત્સલ્ય યોજના યોગ્ય નથી. એનપીએસ એકાઉન્ટ શરૂ કર્યાના ત્રણ વર્ષ બાદ 25 ટકા રકમ ઉપાડી શકાય છે. જ્યારે પાંચ વર્ષ બાદ 20 ટકા રકમ ટેક્સ-ફ્રી ઉપાડી શકાય છે. બાકીની રકમ એન્યુટી રૂપે રોકાણ કરવી અનિવાર્ય છે. જો કોઈ યુઝર દરમહિને રૂ. 10000નું રોકાણ 10 વર્ષ સુધી કરે છે, તો 10 વર્ષ બાદ રૂ. 3 લાખનો આંશિક ઉપાડ કરી શકશે. જો કે, આ રકમ બાળકોના ઉચ્ચ અભ્યાસની જરૂરિયાતો પૂરી કરવા પર્યાપ્ત નહીં હોય.

બજેટ 2024માં એનપીએસ માટે જાહેરાત

કેન્દ્રીય બજેટ 2024-25માં સીતારમણે જણાવ્યું હતું કે, સામાજિક સુરક્ષાના લાભોમાં સુધારો કરવા એનપીએસમાં એમ્પ્લોયર દ્વારા કર્મચારીઓના એનપીએસ એકાઉન્ટમાં ફાળવણી મર્યાદા 10 ટકાથી વધારી 14 ટકા કરવાનો પ્રસ્તાવ છે. નવા ટેક્સ રેજિમનો વિકલ્પ પસંદ કરનાર ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કોમાં કર્મચારીઓના પગારમાં 14 ટકા રકમ એનપીએસ હેઠળ ફાળવવાની જોગવાઈ છે.

  માતા-પિતા હવે તેમના બાળકોના રિટાયરમેન્ટ માટે પણ પેન્શન ફંડ શરૂ કરી શકશે, જાણો શું છે યોજના 2 - image


Google NewsGoogle News