NPCI ની સ્પષ્ટતા, UPI ટ્રાન્ઝેક્સન પર કોઇ વધારાનો ચાર્જ આપવો પડશે નહીં
કેટલાક મિડિયા રિપોર્ટસમાં પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો, NPCI હવે UPI ટ્રાન્ઝેક્સન પર ચાર્જ વસુલશે
નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2021 શુક્રવાર
UPI ટ્રાન્ઝેક્સન પર તમારે કોઇ વધારાનો ચાર્જ આપવો નહીં પડે, National Payments Corporation of India (NPCI)એ આ બાબતની સ્પષ્ટતા કરી છે, અને નવા વર્ષથી UPI દ્વારા લેવડ-દેવડ કોઇ પણ પ્રકારનાં વધારાનાં ચાર્જ વગર જ કરી શકાશે, હવે ગ્રાહકો Amazon Pay, Google Pay અને Phone Pay દ્વારા પહેલાની જેમ જ કોઇ પણ પ્રકારનાં વધારાનાં ચાર્જ વગર જ ટ્રાન્ઝેક્સન કરી શકશે.
NPCIએ કહ્યું કે કેટલાક મિડિયા રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષથી UPI ટ્રાન્ઝેક્સન પર વધારાનો ચાર્જ આપવો પડશે, તે સમાચાર ખોટા છે, ગ્રાહકોની ચિંતા જોતા NPCIએ તમામને આ સંદેશ મોકલ્યો છે, National Payments Corporation of India (NPCI)એ કહ્યું કે તમામ યુઝર પહેલાની જેમ જ UPI દ્વારા લેવડ-દેવડ કરી શકે છે.
પહેલા કેટલાક મિડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે Amazon Pay, Google Pay અને Phone Pay જેવી થર્ડ પાર્ટી એપની સેવા આપતી કંપનીઓ પર NPCI એ 1 જાન્યુઆરી 2021થી 30 ટકા કેપ લગાવવાનો નિર્ણય કર્યો છે, પરંતું હવે NPCIએ સ્પષ્ટતા કરતા લાખો ગ્રાહકોએ હાશકારો અનુભવ્યો છે.