UPI યુઝર્સ માટે મોટા સમાચાર: પહેલી ફેબ્રુઆરીથી બ્લોક થઈ જશે આવા ટ્રાન્ઝેક્શન
UPI Rules Change: યુપીઆઇ યુઝર્સ એક ફેબ્રુઆરીથી અમુક આઇડી પર ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. NPCIએ નોટિફિકેશન જાહેર કરી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને એક ફેબ્રુઆરીથી સ્પેશિયલ કેરેક્ટર્સ ધરાવતા આઇડી પરથી ન સ્વીકારવા નિર્દેશ કર્યો છે. યુઝર્સ હવે માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતાં આઇડીથી જ નાણાકીય લેવડ-દેવડ કરી શકશે.
ડિજિટલ પેમેન્ટમાં 80 ટકા લોકો યુપીઆઈ મારફત પેમેન્ટ કરી રહ્યા છે. શાકભાજીની લારીથી માંડી મોટા-મોટા ટ્રાન્ઝેક્શનમાં પણ યુપીઆઈનો વપરાશ થઈ રહ્યો છે. એવામાં સાયબર ક્રાઇમના વધતાં વ્યાપને ધ્યાનમાં રાખતાં NPCIએ આ આદેશ જાહેર કર્યો છે.
આ પણ વાંચોઃ બજેટ 2025: પેટ્રોલના ભાવમાં ઘટાડો, ઈન્કમ ટેક્સમાં રાહત સહિત ત્રણ મોટી જાહેરાતની શક્યતા
NPCIની નોટિફિકેશન
NPCIએ યુપીઆઈ ઓપરેટર્સનને ટ્રાન્ઝેક્શન આઇડી માટે આલ્ફાન્યૂમેરિક કેરેક્ટરનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો હતો. 1 ફેબ્રુઆરીથી આ નિર્દેશનું પાલન ન કરનારાના યુપીઆઇ ટ્રાન્ઝેક્શન બ્લોક કરવામાં આવશે. સેન્ટ્રલ સિસ્ટમ સ્પેશિયલ કેરેટક્ટર ધરાવતા આઇડી પરથી ટ્રાન્ઝેક્શન કરવા મંજૂરી આપશે નહીં.
બૅન્કોને પણ અપાયા આદેશ
નેશનલ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ઑફ ઇન્ડિયાએ અગાઉ જ યુપીઆઇ આઇડી માટે સ્પેશિયલ કેરેક્ટરના સ્થાને આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સનો ઉપયોગ કરવા સલાહ આપી હતી. આ મુદ્દે બૅન્કોને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તેઓ માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતા યુપીઆઇ આઇડી મારફત જ નાણાકીય લેવડ-દેવડ સ્વીકારે.