'જો તમે ભારતીય નથી તો તમે અમેરિકામાં CEO નહીં બની શકો', અમેરિકન રાજદૂતે શા માટે આવું કહ્યું
US Ambassador Garcetti on Indians Immigrants: યુએસ એમ્બેસેડર એરિક ગાર્સેટીએ જણાવ્યું કે, હવે આ જોક જૂનો થઈ ગયો છે કે, જો તમે ભારતીય છો તો અમેરિકામાં સીઈઓ નહીં બની શકો, પરંતુ હવે એમ કહેવાય છે કે, જો તમે ભારતીય નથી તો તમે અમેરિકામાં સીઈઓ બની શકશો નહીં.
વિશ્વની અને અમેરિકાની ટોચની કંપનીઓ ગુગલ, માઈક્રોસોફ્ટ, સ્ટારબક્સ સહિત વિવિધ કંપનીઓમાં સીઈઓ જેવા ઉચ્ચ પદે ભારતીયો કામ કરી રહ્યા છે. ભારતીયોએ અમેરિકામાં આવી તસવીર બદલતાં અહીંનો આ જોક ખોટો સાબિત કર્યો છે.
અમેરિકામાં દર 10માંથી 1 સીઈઓ ભારતીય
અમેરિકાની ફોર્ચ્યુન 500 કંપનીઓમાં દર 10માંથી 1 કંપનીમાં સીઈઓ ભારતીય છે. અમેરિકામાં મોટાપાયે ભારતીયો કારકિર્દી બનાવવા સ્ટુડન્ટ વિઝા પર પ્રવેશ કરે છે, અને પોતાની લાયકાતના આધારે ઉંચા પદો હાંસલ કરે છે. અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓની સુખાકારી પર વિશેષ ધ્યાન આપે છે. જે તેમના માટે સુરક્ષિત દેશ છે.
અમેરિકા વિઝા વેઈટિંગ પિરિયડમાં ઘટાડો કરશે
વધુમાં ગાર્સેટીએ જણાવ્યું કે, અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાષ્ટ્રપતિએ એમ્બેસેડરને વિઝા માટે વેઈટિંગ પિરિયડ ઘટાડવા નિર્દેશ કર્યો હોય. વધુને વધુ વિદેશી ખાસ કરીની ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષવા ઝડપી વિઝા આપવા માગે છે. અમેરિકા ભારતને પરિવારના સભ્ય, સહકર્મી અને ટ્રેડ પાર્ટનર તરીકે જોઈ રહ્યો છે. અમેરિકા માઈલો દૂર વસતા ભારતીય વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ જાળવવા તેમજ સુખાકારી માટે પ્રયત્નશીલ છે.
અમેરિકાની ટોચની કંપનીઓમાં ભારતીય સીઈઓ
કંપની |
સીઈઓ |
ગુગલ-આલ્ફાબેટ |
સુંદર પિચાઈ |
માઈક્રોસોફ્ટ |
સત્ય નડેલા |
યુટ્યુબ |
નીલ મોહલ |
વર્લ્ડ બેન્ક ગ્રુપ |
અજય બંગા |
પાઓલો અલ્ટો નેટવર્ક્સ |
નિકેશ અરોરા |
એડોબ |
શાંતનુ નારાયણ |
આઈબીએમ |
અરવિંદ ક્રિષ્ના |