મોંઘવારીનો માર: શાકાહારી થાળી 7% મોંઘી, ટામેટા-બટાકાના ભાવે બગાડ્યું બજેટ, જાણો ક્યારે ઘટશે કિંમત
November Inflation : મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. હકિકતમાં, નવેમ્બર મહિનામાં શાકાહારી ભોજન વર્ષના પ્રારંભની સરખામણીમાં સાત ટકા વધુ મોંઘુ થઇ ગયું છે. રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનામાં શાકાહારી થાળાની કિંમત વાર્ષિક આધાર પર 32.7 રૂપિયાનો એટલે કે સાત ટકા સુધીનો વધારો થયો છે.
ટામેટા અને બટાટાના વધતા ભાવ
શાકાહારી થાળી મોંઘી થવા પાછળનું મુખ્ય કારણ ટામેટાની કિંમતોમાં 35 ટકા અને બટાટાની કિંમતોમાં 50 ટકાનો વધારો છે. પાછલા મહીને ટામેટાની કિંમત 53 રૂપિયા પ્રતિ કિલો અને બટાટાની કિંમત 37 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત દાળની કિંમતમાં પણ 10 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ડિસેમ્બરમાં કિંમતો ઘટવાની સંભાવના
જોકે, રિપોર્ટ મુજબ ડિસેમ્બર મહિનામાં નવા પાકની આવક આવવાથી કિંમતો ઘટવાની શક્યતા છે. ડિસેમ્બરમાં ટામેટા અને બટાટાની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, વાર્ષિક આધારે શાકાહારી થાળીની કિંમતમા વધારો થયો હોવા છતાં ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં બે ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત નવેમ્બરમાં આવક ખર્ચમાં વધારો થવાને લીધે વનસ્પતિ તેલની કિંમતોમાં પણ 13 ટકા સુધીનો વધારો થયો છે.
આ પણ વાંચોઃ બિટકોઇન ઐતિહાસિક ઊંચાઈએઃ જાણો એક લાખ ડૉલરની સપાટી કૂદાવી તે પાછળના પાંચ મહત્ત્વના કારણ