Get The App

અમેરિકા નહીં આ દેશની કરન્સી છે સૌથી મજબૂત, ફોર્બ્સે યાદી કરી જાહેર

સૌથી મજબૂત કરન્સીની યાદીમાં અમેરિકન ડોલર દસમા ક્રમ પર

ફોર્બ્સની યાદીમાં કુવૈતી દિનાર પ્રથમ સ્થાને

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
અમેરિકા નહીં આ દેશની કરન્સી છે સૌથી મજબૂત, ફોર્બ્સે યાદી કરી જાહેર 1 - image


Strongest currencies in the world: વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય કરન્સી હોવા છતાં, ડોલર મજબૂત કરન્સી નથી. તેમજ મજબૂત કરન્સીના સંદર્ભમાં ભારતની કરન્સી વિશ્વની ટોપ 10 કરન્સી રેન્કિંગમાંથી બહાર છે. તાજેતરમાં ફોર્બ્સે મજબૂત કરન્સીનું રેન્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગમાં મજબૂત કરન્સીના સંદર્ભમાં ડોલરને 10માં સ્થાને રાખવામાં આવ્યું છે. જો આ લિસ્ટમાં આપણે ભારતીય કરન્સી રૂપિયા વિશે વાત કરીએ તો તે 15મા સ્થાને છે.

ટોપ 10 મજબૂત કરન્સી

ફોર્બ્સની યાદીમાં પ્રથમ સ્થાને કુવૈતી દિનાર છે. એક કુવૈતી દિનાર ₹270.23 અને $3 બરાબર છે. તેમજ એક બહેરીની દિનાર ₹220.4 અને $2.65 ની બરાબર છે. આ કરન્સી બીજા સ્થાને છે. યાદીમાં ત્રીજું સ્થાન ઓમાની રિયાલનું છે. આ કરન્સી ₹215.84 અને $2.60 ની બરાબર છે. આ પછી ચોથા સ્થાને જોર્ડનની કરન્સી દીનાર છે. આ કરન્સી ₹117.10 અને $1.141 ની બરાબર છે. પાંચમા સ્થાને જિબ્રાલ્ટર પાઉન્ડ છે જે ₹105.52 અને $1.27 ની બરાબર છે. બ્રિટિશ પાઉન્ડની રેન્કિંગ છઠ્ઠી છે, તે પણ ₹105.54 અને $1.27 ડૉલરની બરાબર છે. સાતમા, આઠમા અને નવમા સ્થાને અનુક્રમે કેમેન આઇલેન્ડ્સ ડોલર, સ્વિસ ફ્રેંક અને યુરો છે. આ પછી અમેરિકન ડોલર 10મા સ્થાને આવે છે. હાલમાં યુએસ ડોલર ₹83.10 પર ટ્રેડ થઈ રહ્યો છે.

ભારતીય રૂપિયાનું સ્થાન કયું છે?

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની વેબસાઈટ પર પ્રકાશિત બુધવારના વિનિમય દર મુજબ, રૂપિયો 15માં સ્થાને છે, જેનું મૂલ્ય US ડોલર દીઠ 82.9 છે. ફોર્બ્સે એમ પણ કહ્યું હતું કે સ્વિસ ફ્રેંક, સ્વિટ્ઝર્લેન્ડ અને લિક્ટેંસ્ટાઇનની કરન્સી વિશ્વની સૌથી સ્થિર કરન્સી માનવામાં આવે છે. પરંતુ કરન્સીના મૂલ્યમાં વધઘટને કારણે રેન્કિંગમાં ફેરફાર શક્ય છે. 

અમેરિકા નહીં આ દેશની કરન્સી છે સૌથી મજબૂત, ફોર્બ્સે યાદી કરી જાહેર 2 - image


Google NewsGoogle News