Get The App

ITR જ નહીં વિઝા-લોન સહિત આ 4 કામ માટે મદદરૂપ થાય છે ફૉર્મ-16, ખૂબ ઓછા લોકોને છે જાણકારી

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
ITR જ નહીં વિઝા-લોન સહિત આ 4 કામ માટે મદદરૂપ થાય છે ફૉર્મ-16, ખૂબ ઓછા લોકોને છે જાણકારી 1 - image


Form-16: ITR ફાઈલ કરવા માટે હવે ટેક્સપેયર્સ પાસે બે વિકલ્પો છે. જેમાં ઓલ્ડ ટેક્સ રિજીમ (Old Tax Regime) અને ન્યુ ટેક્સ રિજીમ (New Tax Regime) સામેલ છે. જો તમે આમાંથી કોઈપણ ટેક્સ રિજીમનો ઉપયોગ કરો છો, તો તમારે ફૉર્મ-16 ભરવું જ પડે છે.

જોકે, આ ફોર્મનો માત્ર ટેક્સ ભરતી વખતે જ નહીં પરંતુ અન્ય ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. ટેક્સપેયર્સ પાસે ITR ફાઈલ માટે 31 જુલાઈ સુધીનો સમય રહ્યો છે. 

આ પહેલા તમામ  ટેક્સપેયર્સે યાદ રાખીને ITR ફાઈલ કરી લેવું નહીંતર તમારે ભારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. 

ITR જ નહીં વિઝા-લોન સહિત આ 4 કામ માટે મદદરૂપ થાય છે ફૉર્મ-16

1. વિઝામાં ઉપયોગ કરી શકો છો

જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો અને વિઝા અપ્લાઈ કરવા માગો છો તો અહીં તમે ફૉર્મ-16નો ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં વિઝા અપ્લાઈ કરતી વખતે તમારે ફાયનાન્શિયલ સ્ટેબિલિટી દેખાડવાની હોય છે, જેના માટે તમે ફૉર્મ-16નો ઉપયોગ કરી શકો છો. આ ફૉર્મનો ઈનકમ પ્રૂફની જેમ ઉપયોગ થઈ શકે છે. ફૉર્મ-16 ઉપરાંત તમે કંપનીમાંથી મળતી પે-સ્લીપનો પણ ઈનકમ પ્રૂફની જેમ ઉપયોગ કરી શકો છો. 

2. લોન અપ્લાઈ કરતી વખતે

જો તમે લોન અપ્લાઈ કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં ફૉર્મ-16 નો ઉપયોગ કરી શકાય છે. દરેક નાણાકીય સંસ્થા અને બેંક લોન આપતી વખતે તમારી પાસે ઈનકમ પ્રૂફ માગે છે. કારણ કે આ સંસ્થાઓ ફક્ત તે વ્યક્તિઓને જ લોન આપે છે જેમની પાસે આવકનો સ્થિર સ્ત્રોત હોય છે.

આવી સ્થિતિમાં જો તમારી પાસે પે-સ્લીપ અથવા કોઈ અન્ય ઈનકમ પ્રૂફ વિકલ્પ નથી તો ફૉર્મ-16ની પસંદગી કરી શકાય છે. 

આ પણ વાંચો: સુપ્રીમનો આદેશ છતાં ફક્ત 12% જજે સંપત્તિ જાહેર કરી, ગુજરાત હાઈકોર્ટના 25માંથી એક પણ જજે વિગતો ન આપી

3. ક્રેડિટ કાર્ડ

જો તમે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો, તો અહીં પણ તમારી પાસે ઈનકમ પ્રૂફ માગવામાં આવે છે. કારણ કે ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટે, તમારી પાસે આવકનો સ્ત્રોત હોવો જરૂરી છે. તમે ગમે તે ક્રેડિટ કાર્ડ લો, કંપની તમારી પાસેથી ઈનકમ પ્રૂફ માગે જ છે. તેના માટે તમે ઈનકમ પ્રૂફ તરીકે ફૉર્મ-16નો ઉપયોગ કરી શકો છો.

4. નોકરી બદલતી વખતે ઉપયોગમાં આવી શકે છે

નોકરી બદલતી વખતે તમારે નવી કંપનીને ઈનકમ પ્રૂફ દેખાડવું પડે છે. પછી ભલે TDS બતાવવાનું હોય કે આવકની રકમની વિગતો, આ બંનેમાં જ ફૉર્મ-16નો ઉપયોગ થઈ શકે છે. જો તમારી પાસે પૂરતી પે-સ્લીપ ન હોય, તો ITR ફાઈલિંગમાં ઉપયોગમાં લેવાતા ફૉર્મ-16 નો ઉપયોગ કરી શકાય છે.

Tags :