Get The App

દેશના સૌથી ધનિકમાં અદાણી નં. 1, પરંતુ કૉર્પોરેટ ટેક્સ ભરતી ટોપ 10 કંપનીમાં અદાણીની એકેય નહીં

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
Gautam Adani


India's Top 10 Corporate TaxPayers: અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લાં કેટલાક વર્ષથી આકર્ષક ઉછાળા સાથે તેઓ 2024માં 11.61 લાખ કરોડની નેટવર્થ સાથે દેશના સૌથી વધુ ધનિક વ્યક્તિ બન્યા છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં કમાણી કરનાર ગ્રૂપ દેશમાં ટેક્સ ચૂકવવાના મામલે ઘણું પાછળ છે. દેશની તિજોરીમાં તેમનું કોઈ નોંધપાત્ર યોગદાન જોવા મળ્યું નથી.

દેશમાં સૌથી વધુ કૉર્પોરેટ ટેક્સ ચૂકવનારી કંપનીઓની યાદીમાં અદાણી ગ્રૂપની એક પણ કંપની સામેલ નથી. દેશમાં કૉર્પોરેટ ટેક્સ ચૂકવતી ટોપ-10 કંપનીઓમાં રિલાયન્સ, ટાટા ગ્રૂપની બે કંપનીઓ, ત્રણ સરકારી અને અન્ય બૅન્કો સમાવિષ્ટ છે. પરંતુ અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ નવ કંપનીઓ પૈકી એક પણ કંપની સામેલ નથી. કૉર્પોરેટ ટેક્સ ચૂકવતી કંપનીઓના આંકડા પર નજર કરીએ તો, અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ પણ ક્યાંય ટોપ-10માં સામેલ નથી.

2023-24માં 11.32 લાખ કરોડનો કૉર્પોરેટ ટેક્સ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના આંકડા અનુસાર, 2023-24માં કુલ રૂ. 11.32 લાખ કરોડનો કૉર્પોરેટ ટેક્સ એકત્રિત થયો છે. જે ગતવર્ષની રૂ. 10 લાખ કરોડની તુલનાએ 13.06 ટકા વધ્યો છે. નેટ કૉર્પોરેટ ટેક્સ કલેક્શન 10.26 ટકા વધી રૂ. 9.11 લાખ કરોડ રહ્યું છે.

આ પણ વાંચોઃ વૃદ્ધોને યુવાન બનવાનો ચસ્કો ભારે પડ્યો! ઈઝરાયલી મશીનથી થેરેપીના ચક્કરમાં 35 કરોડ ગુમાવ્યાં

અદાણી ગ્રૂપ છેલ્લા બે વર્ષથી સતત વિવાદોમાં છે. ગત વર્ષે જાન્યુઆરીમાં અમેરિકન રિસર્ચ એજન્સી હિન્ડનબર્ગ દ્વારા અદાણી ગ્રૂપના શેર્સમાં હેરાફેરીના રિપોર્ટ બાદથી અદાણી ગ્રૂપની પારદર્શિતા સામે સવાલો ઊભા થયા હતા. સેબી અને સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી ગ્રૂપને આ આરોપોમાં ક્લિન ચીટ મળી હોવા છતાં હિન્ડનબર્ગના વધુ એક નવા રિપોર્ટથી શંકા ઊભી થઈ છે. 

 2023-24માં સૌથી વધુ ટેક્સ ચૂકવનારી કંપનીઓ

કંપનીકૉર્પોરેટ ટેક્સ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝરૂ. 20713 કરોડ
એસબીઆઇરૂ. 17649 કરોડ
એચડીએફસી બૅન્કરૂ. 15350 કરોડ
ટીસીએસરૂ. 14604 કરોડ
ICICI બૅન્કરૂ. 11793 કરોડ
ઓએનજીસીરૂ. 10273 કરોડ
ટાટા સ્ટીલરૂ. 10160 કરોડ
કોલ ઈન્ડિયારૂ. 9876 કરોડ
ઇન્ફોસિસરૂ. 9214 કરોડ
એક્સિસ બૅન્કરૂ. 7703 કરોડ

દેશના સૌથી ધનિકમાં અદાણી નં. 1, પરંતુ કૉર્પોરેટ ટેક્સ ભરતી ટોપ 10 કંપનીમાં અદાણીની એકેય નહીં 2 - image


Google NewsGoogle News