દુનિયાની સૌથી મોટી મોબાઈલ નિર્માતા રહેલી કંપની કરશે 14000 કર્મચારીની છટણી, મંદીના સંકેત

યુદ્ધની સ્થિતિઓની બજારો પર થઇ રહી છે અસર...

કંપનીએ કહ્યું - સેલ્સમાં ધારણાં કરતાં મોટો ઘટાડો થયો છે, નવા પ્લાન હેઠળ છટણી કરવી જરૂરી

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
દુનિયાની સૌથી મોટી મોબાઈલ નિર્માતા રહેલી કંપની કરશે 14000 કર્મચારીની છટણી, મંદીના સંકેત 1 - image

એક તરફ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ (Israel vs Hamas War) ચાલી રહ્યું છે તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની (Russia vs Ukrain War) સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન 2022થી જ દુનિયાભરમાં મંદી (Recession) નું સંકટ જોવા મળી રહ્યું છે. જોકે હવે તેની અસર દિગ્ગજ કંપનીઓ પર થઈ રહી છે અને તેના પગલે મોટાપાયે છટણીનો માહોલ સર્જાયો છે. 

કેટલાં લોકોની કરશે છટણી?

કર્મચારીઓની છટણી કરવાની યાદીમાં દુનિયાની સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ (Google) થી લઈને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા (Facebook Meta) સૌથી આગળ રહી છે. જોકે હવે આ યાદીમાં વધુ એક મોટું નામ નોકિયા (Nokia) નું ઉમેરાઈ ગયું છે. નોકિયાએ તેના 14,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. 

20% વર્કફોર્સને કાઢી મૂકાશે 

અહેવાલ અનુસાર ફિનિશ ટેલીકોમ ગિયર ગ્રૂપ નોકિયા (NOKIA.HE) એ કહ્યું કે ઉત્તર અમેરિકા જેવા બજારોમાં 5G ડિવાઈસના ધીમા વેચાણને લીધે ત્રીજા ત્રિમાસિકમાં સેલ્સમાં મોટો ઘટાડો થયો છે. વેચાણમાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ નવા કોસ્ટ સેવિંગ્સ પ્લાન (Nokia New Cost Saving Plan) હેઠળ 14,000 નોકરીઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આ છટણીની સાથે જ  (Nokia Lay Off) કંપનીના વર્તમાન કર્મચારીઓની સંખ્યા 86,000થી ઘટીને 72,000  થઈ જશે. 

દુનિયાની સૌથી મોટી મોબાઈલ નિર્માતા રહેલી કંપની કરશે 14000 કર્મચારીની છટણી, મંદીના સંકેત 2 - image


Google NewsGoogle News