નોએલ ટાટાના આ પગલાંથી ટાટા ફેમિલીનો 13 વર્ષનો ઈતિહાસ બદલાયો, ટાટા સન્સમાં મોટો ફેરફાર
Noel Tata Joins Tata Sons Board: રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રુપની બાગડોર તેમના સાવકા ભાઈ નોએલ ટાટાને સોંપવામાં આવી છે. નોએલ ટાટાએ આ બાગડોર સંભાળતાની સાથે જ ટાટા ફેમિલીના નિયમોમાં ફેરફાર કરવાની શરૂઆત કરી છે. તેઓએ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના બોર્ડમાં સામેલ થવાની જાહેરાત કરી છે.
ટાટા ફેમિલીના નિયમ અનુસાર, નોએલ ટાટા ટાટા સન્સના બોર્ડમાં સામેલ થઈ શકે નહીં. કારણકે, રતન ટાટાએ 2022માં નિયમ બનાવ્યો હતો કે, ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સના ચેરમેન એક જ વ્યક્તિ હોઈ શકે નહીં. પરંતુ નોએલ ટાટાએ આ નિયમમાં ફેરફાર કરતાં 13 વર્ષ બાદ ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સનુ ચેરમેન પદ એક જ વ્યક્તિ સંભાળશે.
નોએલ ટાટાએ કરી હતી જાહેરાત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોએલ ટાટાએ દિવાળી પહેલાં ટાટા સન્સની આયોજિત વર્ચ્યુઅલ મીટિંગમાં એક ઓનલાઈન પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ટાટા ફેમિલીનું સભ્ય ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સ બંને બોર્ડમાં સામેલ થશે. ટાટા ટ્રસ્ટનો ટાટા સન્સમાં 66 ટકા હિસ્સો છે. નોએલ ટાટા સામેલ થયા બાદ હવે ટાટા સન્સ બોર્ડમાં ટીવીએસના ચેરમેન વેણુ શ્રીનિવાસન અને રક્ષા મંત્રાલયના પૂર્વ અધિકારી વિજય સિંહ સાથે ટાટા ટ્રસ્ટના ત્રણ ડિરેક્ટર્સ પણ સામેલ થયા છે. નોએલ ટાટા, સિંહ, શ્રીનિવાસન અને મેહલી મિસ્ત્રી વર્તમાનમાં ટાટા ટ્રસ્ટને સંચાલિત કરતી કાર્યકારી સમિતિનો ભાગ છે.
આ પણ વાંચોઃ બેન્કો દ્વારા આપવામાં આવતી લોકર સેવાના નિયમો બદલાયા, હવે ચૂકવવુ પડશે આટલુ ભાડું
ટ્રસ્ટ બોર્ડના 1/3 ડિરેક્ટર્સે સામેલ કરાશે
ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અનુસાર, ટ્રસ્ટ બોર્ડે 1/3 ડિરેક્ટર્સની નિમણૂક ટાટા સન્સમાં કરી શકે છે. હાલ ટાટા સન્સ બોર્ડમાં નવ ડિરેક્ટર સામેલ છે. જેમાં ચેરમેન એન. ચંદ્રશેખરન સહિત બે એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, નોએલ ટાટા, શ્રીનિવાસન અને સિંહ સહિત ત્રણ નોન-એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને ચાર ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર..
નોએલ ટાટાએ તમામ પદ છોડ્યા હતા
67 વર્ષીય નોએલ ટાટાએ 65 વર્ષની વયે ગ્રુપ કંપનીઓમાં એક્ઝિક્યુટીવના પદ છોડ્યા હતા. ગ્રુપના નિયમ અનુસાર, અધિકારીઓએ 70 વર્ષની વયે બોર્ડના તમામ સભ્ય પદ પરથી નિવૃત્તિ લેવાની હોય છે. જો કે, ટ્રસ્ટી કે ચેરમેન પદેથી નિવૃત્તિ માટે કોઈ વય મર્યાદા નથી. નોએલ ટાટા એપ્રિલ, 2014માં એફએચ કવરાના બાદ ગ્રુપના રિટેલ વેન્ચર ટ્રેન્ટના ચેરમેન બન્યા હતા. તેમની લીડરશીપમાં રિટેલ સેક્ટરની આવક 430 ટકા વધી 2014માં રૂ.2333 કરોડ સામે વધી 2023-24માં રૂ. 12375 કરોડ થઈ છે. ટ્રેન્ટનો બિઝનેસ રૂ. 19 કરોડની ખોટમાંથી રૂ. 1477 કરોડના આકર્ષક નફામાં તબદીલ થયો છે.