Get The App

NRI ભાઈ પાસેથી મળેલ રૂ. 20 લાખની રકમ નોન-ટેક્સેબલઃ ITAT એ આપ્યો ઐતિહાસિક ચુકાદો

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
ITAT Decision On Gift from NRI


Upto 20 lakh rupees Gift  is None Taxable Income: ઈનકમ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ બેન્ચે જણાવ્યું છે કે, વિદેશમાં રહેતાં ભાઈ પાસેથી મળેલી રૂ. 20 લાખ સુધીની ભેટ પર કોઈ ટેક્સ લાગુ થશે નહીં. ITATએ આ ચુકાદાને ઐતિહાસિક ગણાવતાં જણાવ્યું હતું કે, ભારતીય ટેક્સ કાયદામાં કરદાતાઓ માટે સંબંધીઓ પાસેથી મળતી ગિફ્ટ પર છૂટની જોગવાઈ છે.

ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ કોઈપણ સંબંધી પાસેથી રૂ. 50 હજારથી વધુની રોકડ ગિફ્ટને અન્ય સ્રોતોમાંથી મળતી આવક કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જેના પર ઈનકમ ટેક્સના નિશ્ચિત દર અનુસાર ટેક્સ કપાય છે. જો કે, ઘણા કિસ્સામાં અંગત સંબંધી પાસેથી મળતી ગિફ્ટ, લગ્ન કે વારસામાં મળેલ પ્રોપર્ટી પર ટેક્સની છૂટ હોય છે.

આ પણ વાંચોઃ 9,99,999 કિલોમીટર ફેરવી નાખી કાર, ગ્રાહકે કરી એવી માગ કે કંપની માથું ખંજવાળતી થઈ ગઈ!

20 લાખ સુધીની રોકડ ગિફ્ટ ટેક્સ ફ્રી

ઈનકમ ટેક્સ એક્ટની કલમ 56 (2) (x) હેઠળ ભાઈને મળતી ગિફ્ટ પર ટેક્સમાં છૂટ હોય છે. ઈનકમ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલે સલામ નામના એખ વ્યક્તિને ટેક્સ છૂટ સંબંધિત કેસમાં ચુકાદો આપતાં વિદેશથી મળતી 20 લાખ સુધીની રોકડ ગિફ્ટને ટેક્સ ફ્રી ગણાવી છે. સલામને તેના ભાઈ પાસેથી રોકડ ગિફ્ટ મળી હતી, જેના પર ટેક્સ લાદવામાં આવ્યો હતો. જેને પડકારતાં ઈનકમ ટેક્સ કમિશનરના અધિકારીએ આ નિર્ણયને યોગ્ય ઠેરવતાં કહ્યું છે કે, કરદાતા એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે, સાલમને પોતાના ભાઈ તરફથી રકમ મળી છે. બાદમાં તેણે ITATમાં અપીલ કરી હતી. જેમાં તેણે પુરાવા રજૂ કર્યા હતા કે, દુબઈમાં રહેતાં તેના ભાઈએ તેને ગિફ્ટ પેટે રૂપિયા આપ્યા હતા. તેનો ભાઈ છેલ્લા 25 વર્ષથી દુબઈમાં રહે છે, જ્યાં તે બિઝનેસ કરે છે.

 ITATએ આપ્યો મહત્ત્વનો ચુકાદો

અપીલ દરમિયાન અરજદારે કહ્યું કે, તેના ભાઈએ આ રકમ ત્રણ ચેક મારફત બેન્ક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્કમાં ટ્રાન્સફર કર્યા હતા. જેમાં પોતાના ભાઈના બેન્ક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ અને ઈન્વેસ્ટર ક્લાસ વિઝા પણ રજૂ કર્યા હતા. આ ગિફ્ટ તેને 26 ઓગસ્ટ, 2022ના આપી હતી. ITATના સભ્ય પ્રશાંત મહર્ષિએ તમામ પુરાવાના આધારે નિર્ણય આપ્યો હતો કે, સલામને મળેલ રૂ. 20 લાખ નોન-ટેક્સેબલ ઈનકમ છે. 


NRI ભાઈ પાસેથી મળેલ રૂ. 20 લાખની રકમ નોન-ટેક્સેબલઃ ITAT એ આપ્યો ઐતિહાસિક ચુકાદો 2 - image


Google NewsGoogle News