...તો બેંક એકાઉન્ટથી કપાઈ જશે 1 લાખ રૂપિયા, RBIએ શરૂ કરી નવી સુવિધા
RBIએ ક્રેડીટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે માટે 1 લાખ સુધીનું પેમેન્ટ OTP વગર કરવાનો આદેશ આપ્યો છે
No OTP need for 1 lakh Rupees UPI Payment: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ટ્રાન્ઝેક્શનની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. RBIએ વેપારીઓને માલ અને સેવાઓના બદલામાં તેમની મંજુરી સાથે નિશ્ચિત સમયગાળા માટે ગ્રાહકોના ખાતામાંથી આપમેળે નાણાં કાપવાની મંજૂરી આપી છે, કેટલાક કિસ્સાઓમાં હાલની મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ. 1 લાખ કરી છે. મ્યુચ્યુઅલ ફંડ, વીમા પ્રીમિયમ જેવી કેટલીક સંસ્થાઓ માટે આ મર્યાદા વધારવામાં આવી છે.
સિલેક્ટેડ કેટેગરી પેમેન્ટ લિમીટમાં વધારો
RBIએ વેપારીઓને માલ અને સેવાઓના બદલામાં ગ્રાહકની મંજુરીથી તેમના ખાતામાંથી એક નિશ્ચિત સમય પર ઓટો ડેબિટની મદદથી અમુક કિસ્સાઓમાં પૈસા કપાવવાની લિમીટ રૂ. 15,000થી વધારીને 1 લાખ કરવાની મંજુરી આપી દીધી છે. તેમજ આ લિમીટ ક્રેડીટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડ, વીમા પ્રીમિયમ વગેરે જેવી અમુક સિલેક્ટેડ કેટેગરી માટે વધારવાની વાત કરવામાં આવી છે.
ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવ માટે લેવાયો આ નિર્ણય
આવી સ્વચાલિત પરવાનગી હાલમાં 8.5 કરોડ રૂપિયા છે. આ અંતર્ગત દર મહિને 2,800 કરોડ રૂપિયાનાટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. વિવિધ વિભાગોએ મ્યુચ્યુઅલ ફંડ, વીમા પ્રિમિયમની ચુકવણી અને ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી જેવી શ્રેણીઓમાં મર્યાદા વધારવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. જેને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ બેંકે આ પગલું ભર્યું છે.
શું કહ્યું શક્તિકાંત દાસે?
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, "મ્યુચ્યુઅલ ફંડ, વીમા પ્રિમીયમ અને ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી માટે રૂ. 1 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન વધારાના વેરિફિકેશન મિકેનિઝમ (AFA)ની જરૂરિયાતમાંથી છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન, અન્ય વર્તમાનની જરૂરિયાતો, જેમ કે ટ્રાન્ઝેક્શન પહેલાની અને પોસ્ટ-ટ્રાન્ઝેક્શન માહિતી, યુઝર્સ માટે ટ્રાન્ઝેક્શનમાંથી બહાર નીકળવાની સુવિધા વગેરે લાગુ થશે.