કેપિટલ ગેઈન ટેક્સનો કકળાટ ફરી ઉઠ્યો, સરકારે આપ્યો રદિયો
15મી માર્ચ, 2022 મંગળવાર
નવી દિલ્હી : ટેક્સની વસૂલાત વધારવા માટે મોદી સરકાર ફરી
લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં વધારો કરવા જઈ રહી હોવાના અહેવાલ બજારમાં વહેતા
થતા શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો.
અહેવાલ અનુસર સરકાર બજેટમાં લાંબાગાળાનો મૂડીલાભ
કર 20%થી વધારીને 30% કરવાની યોજના ધરાવે છે. પ્રથમ નજરે જ આ અહેવાલ પાયાવિહોણા
લાગી આવે છે કે કારણકે સરકારે હજી દોઢ માસ પૂર્વે બજેટ રજૂ કર્યું છે અને નવા
વર્ષની શરૂઆત પૂર્વે જ સરકાર આગામી વર્ષ એટલેકે એપ્રિલ, 2023થી
માર્ચ, 2024ની તૈયારીઓ શરૂ કરે છે ?
જોકે અંતે સરકારે ફરી આ મામલે રદિયો આપ્યો છે
અને કહ્યું કે સરકારની કોઈ યોજના નથી કે ટેક્સમાં ફેરફાર અને હાલની આ કપરી
પરિસ્થિતિમાં બજારના સેન્ટિમેન્ટને ખરડે. નાણામંત્રાલયે કહ્યું કે અમે તો હજી વર્તમાન
ફાઈનાન્સ બિલના અમલીકરણમાં વ્યસ્ત છીએ અને આગામી બજેટ 2023-24 માટે કોઈ
ચર્ચા-વિચારણા હજી શરૂ પણ નથી થઈ.
કેપિટલ ગેઈન ટેક્સમાં ફેરફાર કરવાના અહેવાલ પાયાવિહોણા છે, તેમ સરકારે ઉમેર્યું હતુ.
આ પણ વાંચો : LTCGના વમળોએ બજારને ધમરોળ્યું : સેન્સેકસ 700 અંક તૂટ્યો, નિફટી 1.25% તૂટીને બંધ