રોડ એક્સિડેન્ટનો ભોગ બનતા લોકો માટે ગડકરી લાવ્યા નવો પ્લાન, સંસદમાં કહ્યું - પાઇલટ પ્રોજેક્ટ શરૂ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
Road Accident cashless Treatment

Image:  IANS


Cashless Treatment Plan: દેશમાં દર વર્ષે લાખો લોકોના મોત માર્ગ અકસ્માતમાં સમયસર સારવાર ન મળવાને લીધે થાય છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીરતા દર્શાવતા સરકારે આદેશ આપ્યો હતો કે, માર્ગ અકસ્માતમાં લોકોની મદદ માટે પગલાં લેતાં નવી પોલિસી ઘડી છે. જેના વિશે લોકસભામાં જાણકારી આપી હતી. જે અનુસાર, માર્ગ અકસ્માતમાં પીડિતોને કેશલેસ સારવાર આપવા યોજના તૈયાર કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેક્ટ ટ્રાયલ સ્વરૂપે ચંદીગઢ અને અસમમાં શરૂ થઈ ચૂક્યો છે. 

સાત દિવસ માટે સારવાર મળશે

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં પુછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, યોજના હેઠળ પીડિતોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી-જન આરોગ્ય યોજના અંતર્ગત લિસ્ટેડ હોસ્પિટલોમાં અકસ્માતની તારીખથી મહત્તમ સાત દિવસ સુધી રૂ. 1.5 લાખ સુધીની ટ્રોમા અને પ્રોલીટ્રોમા કેયર સંબંધિત સારવાર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ કાંકરિયા લેકફ્રન્ટ: સુવિધાના નામે પ્રજાના કરોડો વપરાયા અને કમાણી શાસકોના મળતિયાઓ કરશે

NHAના સહયોગથી યોજના લાગુ કરવામાં આવી

મંત્રાલયે માર્ગ અકસ્માતમાં સમયસર સારવાર મળે તે હેતુ સાથે મોટર વ્હિકલ એક્ટ 1988ની કલમ 164 (બી) હેઠળ મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડના નેજા હેઠળ કોઈપણ કેટેગરીના માર્ગ પર મોટર વ્હિકલના ઉપયોગથી થનારા માર્ગ અકસ્માતમાં પીડિતોને કેશલેસ ટ્રીટમેન્ટ આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આવકના સ્રોત અને તેના ઉપયોગને કેન્દ્રીય મોટર વ્હિકલ એક્ટ, 2022 હેઠળ આવરી લેવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત એનએચએ, સ્થાનિક પોલીસ, લિસ્ટેડ હોસ્પિટલ, રાજ્ય સ્વાસ્થ્ય એજન્સી, રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર અને સમાન્ય વીમા પરિષદના સમન્વય હેઠળ આ યોજના લાગુ કરવામાં આવી છે.   રોડ એક્સિડેન્ટનો ભોગ બનતા લોકો માટે ગડકરી લાવ્યા નવો પ્લાન, સંસદમાં કહ્યું - પાઇલટ પ્રોજેક્ટ શરૂ 2 - image


Google NewsGoogle News