Get The App

Reliance Foundation : નીતા અંબાણી ગ્લોબલ લીડરશિપ ઍવોર્ડથી સન્માનિત, કહ્યું મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવાનું લક્ષ્ય

રિલાયન્સ ફાઉન્ડેશનના રૂપે અમે ભારતના 7.5 કરોડ લોકો સુધી પહોંચ્યા : નીતા અંબાણી

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
Reliance Foundation : નીતા અંબાણી ગ્લોબલ લીડરશિપ ઍવોર્ડથી સન્માનિત, કહ્યું મહિલાઓને સશક્ત અને શિક્ષિત બનાવવાનું લક્ષ્ય 1 - image


Nita Ambani gets felicitated with 2023 Global Leadership Award : ભારત-અમેરિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમે દિલ્હીમાં ગ્લોબલ લીડરશીપ એવોર્ડ સમારોહનું આયોજન કર્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીને આ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગ્લોબલ લીડરશીપ એવોર્ડ મળ્યા બાદ નીતા અંબાણીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, હું આ ઍવોર્ડ મેળવ્યા બાદ ખૂબ જ સન્માનિત અને ગર્વ અનુભવું છું. રિલાયન્સ ફાઉન્ડેશનના રૂપે અમે ભારતના 7.5 કરોડ લોકો સુધી પહોંચ્યા છીએ. 

મહિલા સશક્તિકરણની વાત મારા હૃદયની સૌથી નજીક : નીતા અંબાણી


નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે, મારા હૃદયની સૌથી નજીકની બાબત એ છે કે, મહિલાઓને સશક્ત બનાવી અને તેને શિક્ષણ પૂરું પાડવું. દેશમાં બાળકો માટે જરૂરી શિક્ષણ વ્યવસ્થા અને રમતગમતની સુવિધાઓ હોવી જોઈએ. દરેક બાળકને રમવા અને શીખવાનો અધિકાર છે. ઓલમ્પિકમાં ફરી ક્રિકેટનો સમાવેશ કરવાની બાબતનો પણ ઉલેખ્ખ કરતા કહ્યું કે, 40 વર્ષના લાંબા સમયગાળા બાદ ઓલમ્પિક મુવમેન્ટ આપણે ભારતમાં લાવ્યા અને IOCએ ક્રિકેટને ફરી ઓલમ્પિકમાં સમાવેશ કર્યો છે. ઓલમ્પિકમાં 128 વર્ષ પછી ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેવી રીતે ભારત ક્રિકેટને અમેરિકા સુધી લઈ ગયું છે તેવી રીતે બાસ્કેટબોલ ભારત આવી શકે છે. રમતોનું આદાન-પ્રદાન સપનાઓ અને દોસ્તીનું આદાન-પ્રદાન કરે છે.


Google NewsGoogle News