IBLA 2024: નીતા અંબાણીને 'બ્રાન્ડ ઇન્ડિયા' માટે સન્માનિત કરાયા, કહ્યું- 'આ સદી ભારતની'
IBLA 2024: મુંબઈમાં આયોજિત CNBC TV18ના ઈન્ડિયન બિઝનેસ લીડર એવોર્ડ્સ (IBLA) 2024માં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીના આઉટસ્ટેન્ડિંગ કંટ્રીબ્યૂશન ટૂ બ્રાન્ડ ઇન્ડિયા (Outstanding Contribution to Brand India)નું સન્માનિત કરાયા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના હસ્તે નીતા અંબાણીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ અવસરે નીતા અંબાણીએ કહ્યું કે, 'આ સદી ભારત અને ખાસ કરીને મહિલાઓની છે.'
તેમણે જણાવ્યું કે, NMACC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર)માં અત્યાર સુધીમાં 6000થી વધુ કલાકારો અને 20 લાખથી વધુ મહેમાનોનું સ્વાગત્ કરવામાં આવ્યું છે. તેની સાથે જ માત્ર બે વર્ષમાં આ દુનિયાના સાત ટોચના સાંસ્કૃતિક કેન્દ્રોમાં સ્થાન મળ્યું છે.
પુરસ્કાર સ્વીકાર કરતા તેમણે કહ્યું કે, 'આ સદી મહિલાઓની છે. ભારતીય મહિલાઓ દેશની પ્રગતિની કહાનીને ન માત્ર આગળ વધારશે, પરંતુ પોતાના ઇનોવેશન અને નેતૃત્વથી તેને એક નવી દિશા પણ આપશે.' તેમણે આ પુરસ્કાર દરેક તે મહિલાઓને સમર્પિત કર્યો જે કર્મ, ભક્તિ, જ્ઞાન, માતૃત્વ, નેતૃત્વ અને કરૂણાના રસ્તા પર ચાલે છે.
નીતા અંબાણીએ પોતાના દેશ માટે એક વિઝન શેર કરતા કહ્યું કે, 'હું એક એવા ભારતનું સપનું જોઉં છું જે સાહસ, પ્રતિભા, રચનાત્મકતા અને સંસ્કૃતિના માધ્યમથી દુનિયાનું નેતૃત્વ કરે.'
તેમનું માનવું છે કે, 'ભારત આજે જે રસ્તે છે, જ્યાં દુનિયાનું ભવિષ્ય આકાર લઈ રહ્યું છે. દુનિયાની સૌથી યુવાન વસ્તી અને સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાની સાથે, આ ભારત માટે એક નિર્ણાયક સમય છે.' અંતમાં તેમણે કહ્યું કે, 'અમને વિશ્વાસ છે કે સામાન્ય લોકો પણ અસામાન્ય સપના જોઈ શકે છે અને તેને સાકાર કરવા માટે સંપૂર્ણ મહેનત કરી શકે છે.'