Get The App

અમે આજે જે પણ છીએ તમારા કારણે છીએ: નીતા અંબાણીનું રિલાયન્સ કર્મચારીઓને સંબોધન

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
અમે આજે જે પણ છીએ તમારા કારણે છીએ: નીતા અંબાણીનું રિલાયન્સ કર્મચારીઓને સંબોધન 1 - image


Chairperson of Reliance Foundation Nita Ambani Speech in Jamnagar: જામનગરમાં રિલાયન્સની ઓઇલ રિફાઈનરીની સ્થાપનાના 25 વર્ષ પૂરાં થવા પર ભવ્ય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ હાજર કર્મચારીઓ અને તેમના પરિવારોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે એવા વરિષ્ઠ કર્મચારીઓને ઝળહળતી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી જેમના પ્રેમ, ડહાપણ અને બલિદાનથી રિલાયન્સ ફાઉન્ડેશનને આકાર મળ્યો.

નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતા

ધીરુભાઈના જન્મદિવસ વિશે વાત કરતાં નીતા અંબાણીએ કહ્યું કે, 'જામનગર કોઈ એક સ્થળ નથી પરંતુ રિલાયન્સનો આત્મા છે. પાપા ધીરૂભાઈ માટે જામનગર એક કર્મભૂમિ હતી. તેમનું સપનું, તેમની ડેસ્ટિની હતી. આ તેમના કર્તવ્ય, સમર્પણ, જુસ્સા અને ઉદ્દેશ્યનું પ્રતીક છે. હું આશા રાખું છું કે તેમના આશીર્વાદ જામનગરમાં આપણા બધા પર બન્યા રહે.'

કોકિલાબેનનો ઉલ્લેખ કર્યો  

નીતા અંબાણીએ આ દરમિયાન કોકિલાબેનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, 'જામનગર તેમની જન્મભૂમિ રહી છે. તેમના આશીર્વાદના કારણે જ આ બધુ સાકાર થયું છે. અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ.' 

મુકેશ અંબાણી માટે કરી મોટી વાત

નીતા અંબાણીએ તેમના પતિ અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'જામનગર તેમના માટે હંમેશા શ્રદ્ધાભૂમિ રહી છે. જેને તેઓ હંમેશા માન આપતા આવ્યા છે. ધીરુભાઈ અંબાણીનું સપનું હતું કે વિશ્વની સૌથી મોટી રિફાઈનરીની સ્થાપના કરે અને આ સપનું મુકેશ અંબાણીએ સાકાર કરી બતાવ્યું.

'અનંત માટે જામનગર સેવાભૂમિ'

ત્યારે અનંત અંબાણી વિશે વાત કરતાં નીતા અંબાણીએ કહ્યું કે જામનગર અનંત માટે સેવાભૂમિ છે. નીતા અંબાણીએ કહ્યું કે જામનગરની ભૂમિ અમારા માટે ફક્ત એક જમીન નથી પણ અમારા પરિવારના વિશ્વાસ અને આશાઓનું ધબકતું હૃદય છે.'


Google NewsGoogle News