Union Budget 2024: કિસાન ક્રેડિટ કાર્ડ અંગે મોટી જાહેરાત, એગ્રિ રિસર્ચ માટે સરકાર કરશે આર્થિક મદદ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
PM Kisan Credit Card


PM Kisan Credit Card : કેન્દ્રીય નાણામંત્રીએ આજે નાણાકીય વર્ષ 2024-25 માટે બજેત રજૂ કર્યું. આ બજેટમાં ખેડૂતો માટે પણ કેટલીક મહત્ત્વની જાહેરાત કરાઈ. ખેડૂતો માટે એક સારા સમાચાર પીએમ કિસાન ક્રેડિટ કાર્ડને લઇને આવ્યા છે. નાણા મંત્રીએ કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) પર મોટી જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. 

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પુરી કરવામાં મદદ કરે છે. ઓછા વ્યાજદરના લીધે ખેડૂતોને લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડે છે. ખેડૂતોને કૃષિ કાર્યો માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતગર્ત ખેડૂતોને 4 ટકાના દરે 3 લાખ રૂપિયાની લોન મળે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતગર્ત ખેડૂતોને સરળતાથી લોન મળી જાય છે. 

Budget 2024: શું થયું સસ્તું, શું થયું મોંઘું, જુઓ બજેટમાં મધ્યમ વર્ગ માટે કરાયેલી મહત્ત્વની જાહેરાતો

કેસીસી માટે કેટલું વ્યાજ? 

કિસાન ક્રેડિટ કાર્ડ પર કુલ 9% નું વ્યાજદર હોય છે. આ યોજનામાં 2% ની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. જો એક વર્ષ પુરૂ થતાં જ ખેડૂતો લોન ચૂકવી દે છે તો ખેડૂતોને 3 ટકાની વધારાની છૂટ આપવામાં આવે છે. આ પ્રકારે આ લોનનું વ્યાજ દર ફક્ત 4 ટકા રહે છે. એટલા માટે દેશની સૌથી લોન કહેવામાં આવે છે, જે ભારતના ખેડૂતોને મળે છે. 

મળે છે આ ફાયદા

મોટા વ્યાજથી બચવા માટે ખેડૂત ભાઇઓ આ કાર્ડનો ઉપયોગ કરે છે. કિસાન ક્રેડિટ કાર્ડ માટે18 થી 75 વર્ષ સુધી ઉંમર હોવી જોઇએ. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતગર્ત મૃત્યું અથવા કાયમી વિકલાંગતાની સ્થિતિમાં 50,000 રૂપિયા સુધીનું કવરેજ અને અન્ય જોખમો માટે 25,000 રૂપિયા સુધીનું કવરેજ આપવામાં આવે છે. આ યોજના અંતગર્ત ખેડૂતોને એક બચત ખાતું, સ્માર્ટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડ 3 વર્ષ માટે માન્ય હોય છે અને ખેડૂત પાકની લણ્યા બાદ પોતાની લોન ચૂકવી શકે છે.  

ઈન્કમ ટેક્સ અંગે બે મોટી જાહેરાતઃ નવા ટેક્સ રેજિમમાં ત્રણ લાખ સુધી ટેક્સ નહીં, સ્ટાન્ડર્ડ ડિડક્શન 75 હજાર કરાયું

કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો? 

સૌથી પહેલાં ખેડૂતને તે બેંકની વેબસાઇટ પર જવું પડશે જેની પાસેથી તમે કાર્ડ લેવા માંગો છો. પછી કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો અને અરજી પર ક્લિક કરો. એક અરજી ફોર્મ  ખુલશે જેને તમારે ભરવું પડશે. ફોર્મ જમા કરાવ્યા બાદ બેંક તમારો સંપર્ક કરશે અને તમે આપેલી વિગતોની ખરાઇ કરશે. ખરાઇ બાદ તમને તમારું કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે. 

ક્યારે શરૂ થઇ હતી યોજના? 

આ યોજનાનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ છે. આ કેન્દ્ર સરકારે વર્ષ 1998 માં શરૂ કરી હતી. તેનો ફાયદો ભારતનો કોઇપણ ખેડૂત લઇ શકે છે. આ સ્કીમ અંતગર્ત સસ્તી લોન પ્રોવાઇડ કરાવવામાં આવે છે. તેમાં ખેડૂત 3 લાખ રૂપિયા સુધીની લોન ચાર ટકા વ્યાજ પર આપવામાં આવે છે. 

એગ્રિ રિસર્ચ માટે સરકાર આપશે રકમ

નાણામંત્રીએ કહ્યું કે 6 કરોડ ખેડૂતો માટે જમીન રજિસ્ટ્રી પર ભાર મૂકવામાં આવશે. FY25 માં 400 જિલ્લામાં ખરીફ પાકનો ડિજિટલ સર્વે થશે. સરકાર જળવાયુ-અનૂકૂળ બીજ વિકસિત કરવા માટે ખાનગી ક્ષેત્ર, વિશેષજ્ઞો અને અન્યને ધન ઉપલબ્ધ કરાવશે. ઓઇલ સીડ્સ વિસ્તાર પર મિશન લોન્ચ કરશે. સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગના માધ્યમ પ્રોત્સાહન આપશે. કૃષિ સેક્ટર માટે 1.52 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. 


Google NewsGoogle News