Budget 2024: જાણો બજેટમાં ખેડૂતો માટે શું રહ્યું ખાસ, KCC પર થઇ મોટી જાહેરાત

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
Budget 2024: જાણો બજેટમાં ખેડૂતો માટે શું રહ્યું ખાસ,  KCC પર થઇ મોટી જાહેરાત 1 - image


Agriculture Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 3.0 ની પ્રથમ બજેટ રજૂ કર્યું છે. દેશની નાણામંત્રી નિર્મલા સીતારણે આજે બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતાં તેમણે દરેક ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ ખેડૂતો માટે કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી. આવો તમને મુદ્દાઓની મદદથી તમને જણાવીએ કે ખેડૂતો માટે શું વિશેષ છે. 

તેમણે બજેટ ભાષણ વાંચતા જણાવ્યું હતું કે અમે ખેડૂતો પર ખાસ ફોકસ કરી રહ્યા છે. અમારો પ્રયત્ન છે કે ખેડૂતોની આવક વધે. આ ઉપરાંત દેશ પણ તમામ પાકોના મામલે આત્મનિર્ભર બને. તેમણે કહ્યું કે અમે પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન આપીશું.

નાણામંત્રીએ કહ્યું કે પ્રાકૃતિક ખેતી પર સરકાર ભાર મૂકશે. તેમણે કહ્યું કે એક વર્ષમાં બે કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે. મત્સ પાલન, કઠોળ અને તેલીબિયાં માટે મિશન ચલાવીશું. પાકોના સંગ્રહ અને માર્કેટિંગને મજબૂત કરીશું. કૃષિ ભૂમિ તથા ખેડૂતોનો રેકોર્ડ ડિજિટલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 

નાણામંત્રીએ ખેતી-ખેડૂતો માટે 1.52 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવણી કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ભાર મૂકીશું. સ્થાનિક સ્તર રોજગારને પ્રાથમિકતા આપીશું. મુખ્ય ગ્રાહક કેન્દ્રોની નજીક શાકભાજી ઉત્પાદન ક્લસ્ટર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ઉચ્ચ ઉપજવાળા પાકને પ્રાથમિકતા આપીશું. આ ઉપરાંત તેલ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવીશું. નાણામંત્રીએ કહ્યું કે અમે શાકભાજી ઉત્પાદન, પાકોના સંગ્રહ અને માર્કેટિંગની ચેનને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું. 

તેમણે કહ્યું કે કૃષિ તથા સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવશે કે સિઝનમાં ફેરફાર થતાં પણ પાકનું ઉત્પાદન કરી શકાય. નાણામંત્રીનું કહેવું હતું કે પાકની 32 જાતોને જાહેર કરવામાં આવશે. એક કરોડ ખેડૂતો માટે નેચરલ ફાર્મિંગની યોજના લાવીશું. તેમણે કહ્યું કે હવે અમારું ફોકસ તેના પર રહેશે કે કેવી રીતે કઠોળ, તેલીબિયાં અને મત્સ પાલનના મામલે દેશને આત્મનિર્ભર બનાવી શ્કાય. તેમણે કહ્યું કે અમારો પ્રયત્ન રહેશે કે ગ્રામીણ સ્તર પર રોજગારીનું સર્જન થાય. 

કિસાન ક્રેડિટ કાર્ડ પર મોટી જાહેરાત

નાણામંત્રીએ કિસાન ક્રેડિટ કાર્ડ પર મોટી જાહેરાત કરી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. હવે વધુ 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા મળશે. તેમણે કહ્યું કે કૃષિ સેક્ટરનો વિકાસ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. નેચરલ ફાર્મિંગ માટે 1 કરોડ ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે. 

મહત્ત્વની વાતો 

- આ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

- ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધારવા અને ઝડપથી રોજગાર ઉત્પન્ન કરવા માટે રાષ્ટ્રીય સહયોગ નીતિ તૈયાર થશે. 

- પાંચ રાજ્યોમાં ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે જે જન સમર્થ પર આધારિત હશે. 

- લગભગ 400 જિલ્લામાં DPI ની મદદથી ખરીફ પાકનું સર્વેક્ષણ થશે.

- દેશના લગભગ 1 કરોડ ખેડૂતોને પ્રમાણીકરણ દ્વારા પ્રાકૃતિક ખેતી શરૂ કરવામાં મદદ કરવામાં આવશે.

- સરકાર આગામી 5 વર્ષ સુધી મફત રાશનની યોજના ચાલુ રહેશે. 

- સરકાર જળવાયુ અનુકૂલ બીજ વિકસિત કરવા માટે રિસર્ચની વ્યાપક સમીક્ષા કરશે. 

- કરોડ ખેડૂતોની જાણકારી લેન્ડ રજિસ્ટ્રી પર લાવવામાં આવશે. 

- બજેટની 9 પ્રાથમિકતાઓમાં ઉત્પાદકતા, નોકરીઓ, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુધારો સામેલ છે. 


Google NewsGoogle News