નવા સપ્તાહે નિફટી 22777 નીચે બંધ થતાં 22555, સેન્સેક્સ 75444 નીચે 74444 જોવાશે
- નિફટી 23111 પ્રતિકારક અને સેન્સેક્સ 76666 પ્રતિકારક લેવલે...
- AFCOM HOLDINGS LTD., મીનિ બ્લુડાર્ટ જેવી કંપની ૨૦૨૫-૨૬ની અપેક્ષિત ઈપીએસ રૂ.૨૩.૩૯ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર માત્ર બીએસઈ એસએમઈ પર રૂ.૮૦૩ના ભાવે ૩૪ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મીટિંગમાં અપેક્ષિત મોટી બિઝનેસ ડિલના ભાગરૂપ બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષી વેપારને આગામી પાંચ વર્ષમાં ૫૦૦ અબજ ડોલર સુધી લઈ જવાની સમજૂતી થઈ છે. આ સમજૂતીમાં પ્રમુખ અમેરિકા પાસેથી ભારત ક્રુડ ઓઈલ અને ગેસનો મોટો ખરીદદાર બનવાના અને ડિફેન્સ ક્ષેત્રે અમેરિકી શસ્ત્રો, ફાઈટર જેટ સહિતની અબજોની ખરીદી અને પાવર ક્ષેત્રે ન્યુક્લિયર પાવર ક્ષેત્રે ભારતને સમર્થ કરવા અમેરિકી ટેકનોલોજી ક્ષેત્રે ડિલના અપાયેલા સંકેતને જોતાં બન્ને દેશો વચ્ચેનો વેપાર વધશે. પરંતુ અમેરિકાની પ્રમુખ વેપાર ખાધ ઘટાડવા અને દેવા બોજને હળવો કરવાના મિશનમાં અમેરિકાનો લાભ વધુ રહેવાની શકયતા હાલ તુરત જણાઈ રહી છે. આ સાથે હજુ અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ એપ્રિલથી લાગુ કરવાનું જાહેર કરીને વૈશ્વિક બજારોમાં અસમંજસ ચાલુ રાખતાં શેર બજારોમાં સાવચેતીમાં વેચવાલી વધતી જોવાઈ છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં ઊંચા વેલ્યુએશનના કારણોસર થઈ રહેલા મોટા ધોવાણ અને હજુ એફપીઆઈઝ-ફોરેન ફંડોની સતત વેચવાલીએ પડી રહેલા ગાબડાંએ અનેક રોકાણકારોની બેલેન્સશીટ બગાડી છે. પાંચ મહિના પૂર્વે તેજીનો થઈ રહેલો અતિરેક, હવે બજારમાં બોલાતાં કડાકામાં થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. શેરોમાં હવે છેલ્લા તબક્કાનું કરેકશન તીવ્ર આંચકાનું બની રહેવાની અને આ અસાધારણ આંચકામાં શેરો તદ્દન નીચા ભાવે પડાવવાનો ખેલ ખેલાય એવી શકયતા છે. જેથી હવે સારા શેરો સેન્સેક્સ, નિફટીના કડાકા જોઈને ગભરાટમાં વેચવાના બદલે બજાર ઘટતું અટકે એની રાહ જોવી હિતાવહ રહેશે. ઘટીને સ્થિરતા મેળવ્યા બાદ કોન્સોલિડેશન જોવાશે. જેથી ખરીદી કે એવરેજ કરવાની પણ હાલ તુરત ઉતાવળ કરવી હિતાવહ નથી. આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૧૧૧ની પ્રતિકારક સપાટીએ ૨૨૭૭૭ નીચે બંધ આવતાં ૨૨૫૫૫ અને સેન્સેક્સ ૭૬૬૬૬ના પ્રતિકારક લેવલે ૭૫૪૪૪ નીચે બંધ આવતાં ૭૪૪૪૪ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : Afcom Holdings Ltd.
બીએસઈ(૫૪૪૨૨૪), એનએસઈ (AFCOM)લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, એફકોમ હોલ્ડિંગ્સ લિમિટેડ(AFCOM HOLDINGS LTD.), ટીટી ગુ્રપ અને એફકોમ કાર્ગોએ મૂળ ૨૦૨૨માં સ્થાયેલી તેમની વ્યુહાત્મક ભાગીદારીનું ૧૧, ફેબુ્રઆરી ૨૦૨૫ના વિસ્તરણ જાહેર ક્યું છે અને હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મથકોએ આ વિસ્તાર કરવામાં આવશે. ટીટી ગુ્રપની ગ્લોબલ જનરલ સેલ્સ એજન્ટ (જીએસએ) તરીકે નિમણૂક થઈ છે.અને એફકોમ કાર્ગો તેની ફ્રેઈટ ફ્લિટનું વિસ્તરણ કરી રહી છે, આ કોલોબ્રેશન ડાયનામિક એર ફ્રેઈટ કાર્ગોમાં મોટું માઈલસ્ટોન છે. એફકોમ દ્વારા વૈશ્વિક અગ્રણી પૈકી એક એથીહાદ સાથે લાંબાગાળાનો કોન્ટ્રેક્ટ ચેન્નઈથી માલે સેક્ટમાં તેમના કાર્ગોના વહન માટે નિયમિત ફ્લાઈટ ઓપરેટ કરવા કર્યો છે.
ફેબુ્રઆરી ૨૦૧૩માં શરૂ થયેલી એફકોમ હોલ્ડિંગ્સ લિમિટેડ એરપોર્ટ ટુ એરપોર્ટ ધોરણે કાર્ગોના ટ્રાન્સપોર્ટેશનમાં સક્રિય છે. કંપની પ્રોફેશનલી મેનેજ્ડ ઈન્ટરનેશનલ કાર્ગો એરલાઈન મેનેજ કરે છે, જે ચેન્નઈમાં બિઝનેસ શરૂ કર્યો હતો. ડિફેન્સ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસિઝ, રિયલ એસ્ટેટ અને એવીયેશનના ક્ષેત્રોમાં ઉદ્યોગ અગ્રણીઓ સાથે સફળતાપૂર્વક બિઝનેસ નિર્માણ અને પાર્ટનશીપમાં નોંધનીય અનુભવ ધરાવતા ઉદ્યોગના વ્યવસાયિકો દ્વારા સ્થપાયેલી કંપની છે.
એફકોમ હોલ્ડિંગ્સ લિમિટેડ વિવિધ દેશોમાં આંતરરાષ્ટ્રીય હબ્સ થકી કાર્ગો સોલ્યુશન્સ અને પ્રોડક્ટસ પૂરા પાડે છે. કંપનની જનરલ કાર્ગો, ફ્લાઈંગ ફ્રેશ, ફ્લાઈંગ ફાર્મા, ફ્લાઈંગ પ્રાયોરિટી, ફ્લાય કુરિયર, પ્રોજેકટ કાર્ગો, જોખમી ચીજો અને હાઈ વેલ્યુ કાર્ગો સહિતની પ્રોડક્ટસ ઓફર કરે છે. તમામ આશીયાન દેશોમાં સર્વિસિઝ પૂરી પાડતી કંપની એર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની જરૂરીયાત પૂર્ણ કરવામાં નિપૂર્ણ ગ્રાહકોને સ્પર્ધાત્મ દરોએ કસ્ટમાઈઝ્ડ સર્વિઝ પૂરી પાડે છે. કંપની સિંગાપુર, ઈન્ડોનેશિયા અને બુ્રનેઈ સહિતના એસોસીયેશન ઓફ સાઉથઈસ્ટ એશીયન દેશો-આશીયનમાં કાર્ગો ફ્લાઈટ ઓપરેટ કરે છે.
ચાર્ટર્સ : કંપની વિશ્વવ્યાપી કોઈપણ સ્થળો માટે ચાર્ટર સર્વિસિઝ ઓફર કરે છે. જેમાં ડેડિકેટેડ ફુલ ચાર્ટર, ડેડિકેટેર ઓપરેશન્સ અને સેલ્સ ટીમ્સ, ફ્લેક્સિબલ અને કસ્ટમાઈઝ્ડ ફ્લાઈટ પ્લાનીંગ, પ્રાયોરિટી હેન્ડલિંગ, ટેમ્પેરચર કંટ્રોલ્ડ સવલતની ગ્રાઉન્ડ પર ઉપલબ્ધિ, ટેમ્પરેચર કંટ્રોલ્ડ ફેસેલિટીની બોર્ડ પર ઉપલબ્ધિનો સમાવેશ છે.
નેટવર્ક : કંપની ભારત, હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ, જાપાન, સાઉથ કોરિયા, ચાઈના અને તાઈવાનમાં જનરલ સેલ્સ અને સર્વિસ એજન્ટો ધરાવે છે.
સર્વિસ પોર્ટફોલિયો : કંપની જનરલ કાર્ગો, ફ્લાઈંગ ફ્રેશ, ફ્લાઈંગ ફાર્મા, ફ્લાઈંગ પ્રાયોરિટી, ફ્લાય કુરિયર, પ્રોજેક્ટ કાર્ગો, જોખમી કાર્ગો અને હાઈ વેલ્યુ કાર્ગોનો સમાવેશ છે. ફ્લિટમાં કંપની લીઝીઝ બે બોઈંગ ૭૩૭-૮૦૦ બીસીએફ ૮ વર્ષના ડ્રાય લીઝ પર સ્પેક્ટ્રે એર કેપિટલ-આર્યલેન્ડ પાસેથી ધરાવે છે. આ ઉપરાંત કંપની બે બોઈંગ ૭૩૭-૪૦૦એસ એસીએન કાર્ગો નેટવર્ક અને એરમાર્ક એવીયેશન-સિંગાપુર પાસેથી ક્વોસી-ચાર્ટર ધોરણે ઉપયોગમાં લે છે. કંપનીનો રૂ.૪૨ કરોડની રકમ બે નવા વધારાના એરક્રાફ્ટોના લીઝ હેતુંથી ઉપયોગમાં લેવા પ્રસ્તાવ છે.
વ્યુહાત્મક ભાગીદારીઓ : ૨૪, સપ્ટેમ્બર ૨૦૨૧ના વર્લ્ડ ફ્રેઈટ કંપનીના ડિવિઝન એર લોજિસ્ટિક્સ ગુ્રપ સાથે ફાર-ઈસ્ટર્ન દેશોમાં જનરલ સેલ્સ એન્ડ સર્વિસ એજન્ટ (જીએએસએ) તરીકે કામ કરવાનો એગ્રીમેન્ટ કર્યો છે. આ ઉપરાંત ૧૩, ઓકટોબર ૨૦૨૨ના કંપનીએ ટીટીકે ગુ્રપના ભાગરૂપ ટેઈલર લોજિસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે ભારતમાં જીએસએસએ તરીકે સર્વિસ માટે કરાર કર્યા છે.
પ્રોડક્ટસ :
(૧) જનરલ કાર્ગો : કંપની આ સુપિરીયર ટ્રાન્સપોર્ટેશન સર્વિસ હેઠળ મશીનરી, સ્પેર પાર્ટસ, ઈલેક્ટ્રોનિક્સ, ગાર્મેન્ટસ, લેધર ગુડઝ, કેમિકલ્સ (નોન-ડીજી) અને આઈટી પ્રોડક્ટસ સહિતની પ્રોડક્ટસ માટે જનરલ કાર્ગો સર્વિસ પૂરી પાડે છે.
(૨) ફ્લાઈંગ ફ્રેશ : આ સર્વિસિઝમાં પેરિસેબલ ગુડ્ઝ પૂર્ણ ફ્રેશમાં ફ્રેશ કટ ફ્લાવર્સ, લાઈવ પ્લાન્ટસ, ફળો અને શાકભાજી, ડેરી પ્રોડક્ટસ, કન્ફેકશનરી, ફૂડ આઈટ્મ્સ, ફ્રોઝન ફિશનો સમાવેશ છે.
(૩) ફ્લાઈંગ ફાર્મા : ટ્રાન્સપોર્ટેશન એ કોલ્ડ ચેઈન સપ્લાય મેનેજમેન્ટના મહત્વના ભાગરૂપ છે અને એફકોમ એર કાર્ગો ફાર્મા પ્રોડક્ટસનું ઝડપી વહન પૂરું પાડે છે.કંપની ટેબલેટ્સ, વેક્સિન્સ, ઈન્જેકશન મટીરિયલ્સ અને જેલ પેક્ડ સહિતની ફાર્મા કેટેગરીના ઉત્પાદનો પહોંચાડે છે.
(૪) ફ્લાઈંગ પ્રાયોરિટી : કંપની ફ્લાઈંગ ફાસ્ટ, એક્સપ્રેસ સર્વિસ ટાઈમ સેન્સિટીવ ગુડઝને ઝડપી પહોંચાડવા માટે સરળ સોલ્યુશન પૂરા પાડે છે. ગ્રાહકો હાઈ સ્પિડ અને પ્રાયોરિટી, મીનિમલ હેન્ડલિંગ અને ટ્રાન્સપોર્ટેશન સમય, ગેરંટેડ ક્ષમતા અને ત્વરિત જગ્યાના કન્ફર્મેશન માટે પસંદગી કરે છે.
(૫) જોખમી કાર્ગો : જોખમી દ્વવ્યો કે મટીરિયલ્સ કે જે લોકો અને પ્રાણીઓ કે પર્યાવરણ માટે જોખમી હોય એના ચોક્સાઈથી ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ કંપની પૂરી પાડે છે. જેમાં કંપનીનું સ્પેશ્યલાઈઝેશન ક્લાસ ૧થી ૯ તમામ જોખમી ગુડ્ઝ, લિથીયમ બેટરીઝ સહિતનો સમાવેશ છે.
(૬) હાઈ વેલ્યુ કાર્ગો : ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, જેમ્સ એન્ડ જવેલરી, કિમંતી આર્ટ અને આર્ટિફેક્ટસ, કરન્સી સહિતના ટ્રાન્સપોર્ટેશન કાર્ગો સર્વિસ કંપની પૂરી પાડે છે.
(૭) પ્રોજેક્ટ કાર્ગો : ઈન્સ્ટોલેશનથી એરક્રાફ્ટ એન્જિન્સ લઈ જવાથી ઓડ સાઈઝ્ડના લેન્ડિંગ ગીયર અને એરક્રાફ્ટ પાર્ટસ માટે કંપની સોલ્યુશન ધરાવે છે.
(૮) ફ્લાઈંગ એક્સપ્રેસ : ઈ-કોમર્સ ઓર્ડરો હોય, છેલ્લી મીનિટના કોન્ટ્રેક્ટસ હોય, ગીફ્ટસ અથવા પર્સનલ ઈફેક્ટસ હોય એ માટે કંપની બુકિંગ્સ માટે પ્રીમિયમ પ્રોડક્ટ ફ્લાઈંગ એક્સપ્રેસ ધરાવે છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ :
ચોખ્ખી આવક રૂ.૨૫ કરોડ મેળવીને એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૬.૧૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩.૭૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫.૫૧ હાંસલ કરી છે.
(૨) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ :
ચોખ્ખી આવક ૭૪ ટકા વધીને રૂ.૧૪૮ કરોડ મેળવી એનપીએમ ૧૭.૧૯ ટકા થકી ચોખ્ખો નફો ૮૬ ટકા વધીને રૂ.૨૫.૪૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક -ઈપીએસ રૂ.૧૦.૨૪ નોંધાવી છે.
(૩) પ્રથમ છમાસિક એપ્રિલ ૨૦૨૪ થી સપ્ટેમ્બર ૨૦૨૪ :
અર્ધવાર્ષિક ચોખ્ખી આવક ૨૭ ટકા વધીને રૂ.૯૦.૨૦ કરોડ મેળવી એનપીએમ ૨૦.૯૧ ટકા થકી ચોખ્ખો નફો ૫૫ ટકા વધીને રૂ.૧૮.૮૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૭.૫૯ હાંસલ કરી છે.
(૪) અપેક્ષિત બીજા છમાસિક ઓકટોબર ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :
અર્ધવાર્ષિક અપેક્ષિત ચોખ્ખી આવક ૩૦ ટકા વધીને રૂ.૧૦૦ કરોડ થકી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૨.૫૦ ટકા મેળવી ચોખ્ખો નફો રૂ.૨૨.૫૦ કરોડ નોંધાવી શેર દીઠ છમાસિક આવક રૂ.૯ અપેક્ષિત છે.
(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૯૦ કરોડ મેળવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૧.૭૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૧.૩૬ કરોડ નોંધાવી, શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૬.૬૦ અપેક્ષિત છે.
(૬) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક ૩૧ ટકા વધીને રૂ.૨૫૦ કરોડ થકી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૩.૨૫ ટકા અપેક્ષિત મેળવી ચોખ્ખો નફો રૂ.૫૮.૧૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૩.૩૯ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર માત્ર લિસ્ટેડ માત્ર કાર્ગો માટે ટ્રાન્સપોર્ટ એરલાઈન્સની એસએમઈ હેઠળ લિસ્ટેડ કંપની, ઉદ્યોગની બ્લુડાર્ટને ૫૫નો પી/ઈ મળી રહ્યો છે, ત્યારે એફકોમ હોલ્ડિંગ્સ લિમિટેડનો શેર કંપનીની અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬ની શેર દીઠ આવક રૂ.૨૩.૩૯ સામે રૂ.૮૦૩ના ભાવે ૩૪ના પી/ઈએ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર ટ્રેડ થઈ રહ્યો છે.જે મીનિ બ્લુડાર્ટ ગણી શકાય.