નિફટી ઈન્ટ્રા-ડે 177 પોઈન્ટ ઉછળીને 23442નો ઈતિહાસ રચી અંતે 58 પોઈન્ટ વધી 23323
- સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૫૯૪ પોઈન્ટ ઉછળી ૭૭૦૫૦ ટોપ બનાવી અંતે ૧૫૦ પોઈન્ટ વધીને ૭૬૬૦૬
- ફોરેન, લોકલ ફંડોનું કેપિટલ ગુડઝ,ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ : સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વ્યાપક તેજી
મુંબઈ : વૈશ્વિક બજારોમાં યુરોપના બજારોમાં રિકવરી સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગના નિષ્કર્ષ પૂર્વે અને ફુગાવાના આંક પૂર્વે મજબૂતી પાછળ આજે ભારતીય શેર બજારોમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. કેન્દ્રમાં મોદી સરકાર ફરી સત્તારૂઢ થયા બાદ હવે કેન્દ્રિય બજેટ પર ફોક્સ અને આર્થિક વિકાસને ઝડપી આગળ વધારવા પ્રોત્સાહનો, પગલાં અપેક્ષિત હોઈ ફંડોની શેરોમાં ખરીદી જળવાતાં નિફટી બેઝડ બજારે નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો. ફંડોની કેપિટલ ગુડઝ-પાવર હેવીવેઈટ, ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ખરીદી થતાં અને હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં લેવાલીના આકર્ષણે નિફટી સ્પોટ આજે ઈન્ટ્રા-ડે ૧૭૭.૧૦ પોઈન્ટ ઉછળીને ૨૩૪૪૧.૯૫ની નવી ઊંચાઈનો ઈતિહાસ રચી અંતે એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગના પરિણામે અને અન્ય હેવીવેઈટ શેરોમાં નફો બુક થતાં અંતે ૫૮.૧૦ પોઈન્ટ વધીને ૨૩૩૨૨.૯૫ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૫૯૩.૯૪ પોઈન્ટ ઉછળીને ૭૭૦૫૦.૫૩ સુધી જઈ અંતે ૧૪૯.૯૮ પોઈન્ટ વધીને ૭૬૬૦૬.૫૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૮૨૮ ઉછળ્યો : કાર્બોરેન્ડમ રૂ.૬૪, થર્મેક્સ રૂ.૧૭૧, સિમેન્સ રૂ.૧૭૨ ઉછળ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી ચાલુ રાખતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૨૮.૩૩ પોઈન્ટની છલાંગે ૭૦૬૩૯.૨૯ બંધ રહ્યો હતો. સુઝલોન રૂ.૨.૦૩ વધીને રૂ.૫૦.૨૯, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૬૪.૪૦ વધીને રૂ.૧૭૦૫, થર્મેક્સ રૂ.૧૭૧.૩૦ વધીને રૂ.૫૩૬૮.૦૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૯૫ વધીને રૂ.૬૩૪.૩૦, સિમેન્સ રૂ.૧૭૨.૨૦ વધીને રૂ.૭૦૬૬.૬૦, એબીબી રૂ.૧૮૦.૨૫ વધીને રૂ.૮૨૮૦, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૪૯.૫૦ વધીને રૂ.૨૬૮૧.૬૫, કલ્પતરૂ પાવર રૂ.૨૩.૧૫ વધીને રૂ.૧૨૫૮.૩૦, ભારત ફોર્જ રૂ.૨૪.૫૫ વધીને રૂ.૧૬૨૭.૮૦ રહ્યા હતા.
પીએસયુ શેરોમાં સતત તેજી : એમએમટીસી રૂ.૪, કોન્કોર રૂ.૫૩, એન્જિનિયર્સ ઈન્ડિયા રૂ.૯ ઉછળ્યા
પીએસયુ કંપનીઓના શેરોમાં ફંડોની અવિરત ખરીદી રહેતાં બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ૨૪૬.૧૦ પોઈન્ટ વધીને ૨૧૦૮૫.૪૯ બંધ રહ્યો હતો. એમએમટીસી રૂ.૪.૩૬ વધીને રૂ.૭૭.૭૪, કન્ટેઈનર કોર્પોરેશન રૂ.૫૩ વધીને રૂ.૧૧૪૦.૯૫, એન્જિનિયર્સ ઈન્ડિયા રૂ.૯.૪૫ વધીને રૂ.૨૫૫.૯૫, એનએમડીસી રૂ.૮.૧૦ વધીને રૂ.૨૬૩.૨૫, પાવર ગ્રીડ કોર્પ રૂ.૮.૦૫ વધીને રૂ.૩૨૪.૬૦, કોલ ઈન્ડિયા રૂ.૧૨ વધીને રૂ.૪૮૮.૬૫, હિન્દુસ્તાન કોપર રૂ.૫.૪૫ વધીને રૂ.૩૩૫.૩૫ રહ્યા હતા.
હેલ્થકેર ઈન્ડેક્સ ૨૭૧ પોઈન્ટ ઉછળ્યો : મેક્સ હેલ્થ રૂ.૬૮ વધીને રૂ.૮૭૦ : મોરપેન, સિગાચી વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે વ્યાપક ખરીદી થતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૭૧.૦૮ પોઈન્ટ વધીને ૩૬૭૬૯.૩૬ બંધ રહ્યો હતો. મેક્સ હેલ્થકેર રૂ.૬૮.૧૦ વધીને રૂ.૮૭૦.૬૦, મોરપેન લેબ રૂ.૩.૨૦ વધીને રૂ.૫૨.૪૭, ક્રિષ્ના ડાયગ્નોેસ્ટિક રૂ.૩૩.૯૦ વધીને રૂ.૬૩૩.૫૦, અમી ઓર્ગેનિક્સ રૂ.૬૪.૭૫ વધીને રૂ.૧૩૨૭, સિગાચી રૂ.૨.૬૮ વધીને રૂ.૬૫.૭૦, થાયરોકેર રૂ.૨૨.૮૫ વધીને રૂ.૬૬૨.૬૫, હેલ્થકેર ગ્લોબલ રૂ.૯.૪૫ વધીને રૂ.૩૭૯.૦૫, એફડીસી રૂ.૮.૮૦ વધીને રૂ.૪૫૯, ટોરન્ટ ફાર્મા રૂ.૪૩.૮૫ વધીને રૂ.૨૮૯૪.૪૫, નોવાર્ટિસ ઈન્ડિયા રૂ.૧૧.૨૦ વધીને રૂ.૧૦૮૪.૪૦ રહ્યા હતા.
ફંડો, ઈન્વેસ્ટરોના સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણે માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૫૫૪ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, રોકાણકારોનું લેવાલીનું આકર્ષણ જળવાતાં આજે સતત માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૯૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૫૪ અને ઘટનારની સંખ્યા ૧૩૩૬ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ રૂ.૨.૩૮ લાખ કરોડ વધીને રૂ.૪૨૯.૩૩ લાખ કરોડની નવી વિક્રમી ટોચે
શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં ખરીદીના પરિણામે અનેક શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૨.૩૮ લાખ કરોડ વધીને રૂ.૪૨૯.૩૩ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.
FPIs/FIIની શેરોમાં રૂ.૪૨૬ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૩૪ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં શેરોમાં રૂ.૪૨૬.૬૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૫,૨૭૩.૪૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૮૪૬.૭૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૩૩.૭૫ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૩,૬૫૧.૬૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૪૧૭.૯૦ કરોડની વેચવાલી થઈ હતી.