Get The App

શેરબજારો સળંગ પાંચમા દિવસે સુધર્યા, સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 783.29 પોઈન્ટ ઉછળ્યો

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
શેરબજારો સળંગ પાંચમા દિવસે સુધર્યા, સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 783.29 પોઈન્ટ ઉછળ્યો 1 - image

Image: IANS Photo



Stock Market Closing: ભારતીય શેરબજારોમાં પીએસયુ બેન્કો અને ફાર્મા શેરોમાં લેવાલીના પગલા આજે સતત પાંચમા દિવસે પોઝિટીવ નોટ સાથે બંધ રહ્યા છે. સેન્સેક્સ આજે ઘટ્યા મથાળેથી 783.29 પોઈન્ટ સુધર્યો છે. અંતે 486.50 પોઈન્ટ સુધરી 74339.44 અને નિફ્ટી 167.90 પોઈન્ટ સુધરી 22570.30 પર બંધ રહ્યો હતો.

વિકલી અને મંથલી એફએન્ડઓ એક્સપાયરી ડેના પગલે ઈન્ટ્રા સેન્સેક્સ અને નિફ્ટી ઘટ્યા હતા. પરંતુ બાદમાં સુધારા સાથે નિફ્ટી 22600નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો હતો. ઈન્ડિયા VIX 8 ટકા સુધર્યો હતો. જે વોલેટિલિટીનો સંકેત આપે છે.

નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે

એસબીઆઈની રેકોર્ડ ટોચ સાથે આજે પીએસયુ બેન્ક ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. જ્યારે આરબીઆઈની કોટક બેન્ક વિરૂદ્ધ આકરી કાર્યવાહીના અહેવાલોના પગલે કોટક બેન્કનો શેર 10 ટકાથી વધુ તૂટ્યો હતો. જેના પગલે એક્સિસ બેન્ક કોટક બેન્કથી આગળ નીકળતાં ચોથી ટોચની બેન્ક બની હતી.

માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ

સેન્સેક્સ પેકની કુલ 30 સ્ક્રિપ્સમાંથી 22માં સુધારો અને 8માં ઘટાડો નોંધાયો હતો. બીએસઈ ખાતે 1963 સ્ક્રિપ્સ સુધારા અને 1676 સ્ક્રિપ્સ ઘટાડે બંધ રહી હતી. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ દર્શાવે છે. 249 સ્ક્રિપ્સ વર્ષની ટોચે અને 11 સ્ક્રિપ્સ વર્ષના તળિયે નોંધાઈ હતી.

માર્કેટમાં વલણ સાવચેતીનું

શેરબજાર નિષ્ણાતોએ શેરબજારમાં હાલ સાવચેતીનું વલણ રાખવા રોકાણકારોની અપીલ કરી છે. આજે અમેરિકી ફુગાવા અને જીડીપીના આંકડા જારી થશે. બોન્ડ યીલ્ડ સતત વધી રહી છે, પરિણામે એફઆઈઆઈ દ્વારા અત્યારસુધી રૂ. 25853 કરોડની વેચવાલી નોંધાઈ છે. જિયો-પોલિટિકલ તણાવ યથાવત છે. જો કે, સ્થાનીય બજારને તેની અસર થઈ રહી નથી.


  શેરબજારો સળંગ પાંચમા દિવસે સુધર્યા, સેન્સેક્સ ઘટ્યા મથાળેથી 783.29 પોઈન્ટ ઉછળ્યો 2 - image


Google NewsGoogle News