સેન્સેક્સ 622 પોઈન્ટ ઉછાળે બંધ, આઈટી-ટેક્નો અને બેન્કિંગ શેર્સમાં ધૂમ તેજી
Stock Market Closing Bell: શેરબજારમાં આકર્ષક ઉછાળાના અંતે સેન્સેક્સ 622 પોઈન્ટ અને નિફ્ટી 186 પોઈન્ટ ઉછાળે બંધ રહ્યા છે. રોકાણકારોની મૂડી રૂ. 1.20 લાખ કરોડ વધી છે. પ્રોત્સાહક પરિણામ સાથે કોર્પોરેટ ત્રિમાસિક રિઝલ્ટની સિઝન અને સ્થાનિક તથા વૈશ્વિક સ્તરે પોઝિટીવ પરિબળોના પગલે શેરબજારમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું છે.
સેન્સેક્સ આજે 996.17 પોઈન્ટ ઉછળી 80893.51ની ઐતિહાસિક સપાટી નોંધાવતા ઝડપથી 81000નું લેવલ ક્રોસ થશે તેવો સંકેત આપ્યો છે. નિફ્ટી 276.25 પોઈન્ટ ઉછળી 24592.30ની રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ અંતે 186.20 પોઈન્ટ ઉછાળા સાથે 24502.15 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સ બન્યો રોકેટ, 900 પોઇન્ટના ઉછાળા સાથે ફરી ઓલ ટાઈમ હાઈ, નિફ્ટીએ પણ સર્જ્યો રેકોર્ડ
286 શેર્સમાં અપર સર્કિટ, માર્કેટ બ્રેડ્થ સાવચેતીની
બીએસઈ ખાતે આજે ટ્રેડેડ કુલ 4036 સ્ક્રિપ્સમાંથી 1705 ગ્રીન ઝોનમાં અને 2227 શેર્સ રેડ ઝોનમાં બંધ રહ્યા હતાં. જ્યારે સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 19 સુધારા તરફી અને 11 ઘટાડા તરફી બંધ રહી હતી. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે. 286 શેર્સમાં અપર સર્કિટ, 276 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 285 શેર્સ વર્ષના ટોચે પહોંચ્યા હતા. સેન્સેક્સ પેકમાં ટીસીએસ 6.5 ટકા, વિપ્રો 4.75 ટકા, ઈન્ફોસિસ 3.39 ટકા, ટેક્ મહિન્દ્રા 3.17 ટકા અને એચસીએલ ટેક 3.08 ટકા ઉછાળા સાથે ટોપ ગેનર્સ રહ્યા હતા. એનટીપીસી, મારૂતિ સુઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ અને સન ફાર્મા 1 ટકા સુધી તૂટ્યા હતા.
આઈટી-ટેક્નો શેર્સમાં ધૂમ તેજી
ટીસીએસના પ્રોત્સાહક પરિણામની અસર તેમજ અમેરિકી અર્થતંત્રની સકારાત્મક અસરોના કારણે આઈટી-ટેક્નો શેર્સમાં ધૂમ તેજી જોવા મળી હતી. ટીસીએસના પ્રોત્સાહક પરિણામની અસર તેમજ અમેરિકી અર્થતંત્રની સકારાત્મક અસરોના કારણે આઈટી-ટેક્નો શેર્સમાં ધૂમ તેજી જોવા મળી હતી. મીડકેપ, એનર્જી, એફએમસીજી, આઈટી, બેન્કિંગ, ઓઈલ એન્ડ ગેસ, ટેક્નોલોજીસ ઈન્ડેક્સ રેકોર્ડ ટોચે પહોંચ્યા હતા.