Get The App

નવેમ્બર વલણના અંતે ફંડોના હેમરિંગે નિફટી 361 પોઈન્ટ તૂટીને 23914

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
નવેમ્બર વલણના અંતે ફંડોના હેમરિંગે નિફટી 361 પોઈન્ટ તૂટીને 23914 1 - image


- ઈન્ડેક્સ બેઝડ મોટી શોર્ટ પોઝિશન બનાવી ફંડોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુબાઈંગ: IT શેરોમાં ધૂમ વેચવાલી

- સેન્સેક્સ 1190 પોઈન્ટ ગબડીને 79044 : સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી જળવાઈ : DIIની રૂ.8718 કરોડની ખરીદી

આઈટી ઈન્ડેક્સ ૯૮૭ તૂટયો : એલ એન્ડ ટી ટેકનો રૂ.૧૮૦, ઈન્ફોસીસ રૂ.૬૭, એચસીએલ રૂ.૪૮ તૂટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડો, મહારથીઓએ મોટી શોર્ટ પોઝિશન લીધાની ચર્ચા વચ્ચે કડાકો બોલાઈ ગયો હતો. ઈન્ફોસીસ રૂ.૬૬.૬૫ તૂટીને રૂ.૧૮૫૭.૪૫, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૧૭૯.૭૦ તૂટીને રૂ.૫૨૫૧.૨૫, નેટવેબ રૂ.૮૪.૬૫ તૂટીને રૂ.૨૭૯૭, સાસ્કેન ટેકનોલોજી રૂ.૫૮.૭૫ તૂટીને રૂ.૨૧૦૩.૧૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૪૮.૦૫ તૂટીને રૂ.૧૮૪૨.૦૫, ટેક મહિન્દ્રા રૂ.૪૦ ઘટીને રૂ.૧૭૧૫.૩૦, માસ્ટેક રૂ.૭૩.૨૫ ઘટીને રૂ.૩૧૮૪, ટીસીએસ રૂ.૮૪.૦૫ ઘટીને રૂ.૪૨૪૮.૦૫, એમ્ફેસીસ રૂ.૫૭.૨૦ ઘટીને રૂ.૨૯૫૯.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૯૮૬.૯૭ પોઈન્ટ ગબડીને ૪૨૬૫૪.૧૮ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૭૩૯ પોઈન્ટ તૂટયો : મહિન્દ્રા રૂ.૧૦૧, હીરો મોટોકોર્પ રૂ.૧૦૨, બજાજ ઓટો રૂ.૧૭૬ તૂટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે ફરી મોટું હેમરીંગ કર્યું હતું. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૩૮.૯૬ પોઈન્ટ તૂટીને ૫૨૪૦૭.૧૭ બંધ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૧ તૂટીને રૂ.૨૯૦૩.૩૫, હીરો મોટોકોર્પ રૂ.૧૦૨.૧૦ તૂટીને રૂ.૪૭૭૨.૦૫, બજાજ ઓટો રૂ.૧૭૫.૭૫ તૂટીને રૂ.૯૦૧૩.૨૫, અશોક લેલેન્ડ રૂ.૩.૭૦ ઘટીને રૂ.૨૩૧.૪૫, આઈશર મોટર્સ રૂ.૭૪.૭૫ ઘટીને રૂ.૪૮૪૮, ટીવીએસ મોટર રૂ.૨૪.૪૫ ઘટીને રૂ.૨૪૧૭.૧૫, એમઆરએફ રૂ.૧૦૪૪.૬૫ ઘટીને રૂ.૧,૨૩,૫૦૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૨૩.૬૫ ઘટીને રૂ.૩૪૭૮.૪૫, બોશ રૂ.૨૦૩.૭૫ ઘટીને રૂ.૩૪,૬૬૫.૯૦ રહ્યા હતા. જ્યારે ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૯૪.૨૦ વધીને રૂ.૩૫૮૩.૫૦, એકસાઈડ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૪૫૭.૧૫, સુંદરમ રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૧૧૬૧.૪૫ રહ્યા હતા.

અંબર રૂ.૪૮૧ તૂટીને રૂ.૫૯૯૧ : ટાઈટન રૂ.૬૭ તૂટી રૂ.૩૨૨૪ : કલ્યાણ જવેલર્સ, આદિત્ય બિરલા વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે વેચવાલી રહી હતી. અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૮૧.૩૫ તૂટીને રૂ.૫૯૯૧.૪૫, ટાઈટન કંપની રૂ.૬૬.૯૫ તૂટીને રૂ.૩૨૨૩.૮૫, સીજી કન્ઝયુમર રૂ.૩.૬૫ ઘટીને રૂ.૪૦૫.૩૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૩.૧૦ ઘટીને રૂ.૧૭૧૪.૫૦ રહ્યા હતા. જ્યારે આદિત્ય બિરલા ફેશન રૂ.૬.૭૫ વધીને રૂ.૩૧૫.૫૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૧.૩૫ વધીને રૂ.૭૦૭.૫૫, રાજેશ એક્ષપોર્ટ રૂ.૧.૮૦ વધીને રૂ.૨૩૮.૦૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૫૨.૨૧ પોઈન્ટ તૂટીને ૬૧૮૮૪.૭૪ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૪૮૧ પોઈન્ટ ઘટયો : આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, કોટક બેંકમાં પ્રોફિટ બુકિંગ

ફંડોની આજે બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં નફારૂપી વેચવાલી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૮૧.૧૬ પોઈન્ટ ઘટીને ૫૯૯૦૨.૫૬ બંધ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૧૧૩૨.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૨.૫૫ ઘટીને રૂ.૧૭૫૯.૮૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૪૦ ઘટીને રૂ.૧૨૮૬.૪૫, એચડીએફસી બેંક રૂ.૧૮.૧૦ ઘટીને રૂ.૧૭૯૨.૯૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૪૫ ઘટીને રૂ.૯૯૩.૭૦ રહ્યા હતા. જ્યારે કેનેરા બેંક રૂ.૧.૪૫ વધીને રૂ.૧૦૩, બેંક ઓફ બરોડા રૂ.૨.૬૦ વધીને રૂ.૨૪૯.૧૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૫૫ વધીને રૂ.૮૩૮.૭૫ રહ્યા હતા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી રૂ.૨૨  ઘટીને રૂ.૧૨૭૧ : અદાણી પોર્ટસ રૂ.૩૩, બજાજ ફાઈનાન્સ રૂ.૧૯૦ ઘટયા

એ ગુ્રપના ઘટનાર શેરોમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૫૫ ઘટીને રૂ.૧૨૭૧.૩૫, અદાણી પોર્ટસ રૂ.૩૨.૭૫ ઘટીને રૂ.૧૧૬૭, બજાજ ફાઈનાન્સ રૂ.૧૯૦.૨૦ ઘટીને રૂ.૬૫૧૩.૯૫, એનટીપીસી રૂ.૭.૩૦ ઘટીને રૂ.૩૬૧.૯૦, નેસ્લ ઈન્ડિયા રૂ.૩૪.૩૦ ઘટીને રૂ.૨૨૩૮.૬૫, એશીયન પેઈન્ટસ રૂ.૩૧.૪૦ ઘટીને રૂ.૨૪૫૮.૮૫, ભારતી એરટેલ રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૧૫૬૦.૩૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોની સિલેક્ટિવ ખરીદી જળવાઈ : ૨૨૦૭ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં આજે કડાકો બોલાઈ ગયા સામે ફંડો, રિટેલ ઈન્વેસ્ટરો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી જાળવતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૦૭ અને ઘટનારની સંખ્યા ૧૭૩૩ રહી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૨૨૧.૬૫ પોઈન્ટ વધીને ૫૪૭૮૨.૫૮ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૧૧,૭૫૬કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૮૭૧૮ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  ગુરૂવારે કેશમાં શેરોમાં રૂ.૧૧,૭૫૬.૨૫ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૭૯૬.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૫૫૨.૪૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૮૭૧૮.૩૦ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૭,૬૮૫.૩૫કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૯૬૭.૦૫ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૦ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૨.૯૮ લાખ કરોડ રહ્યું

સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી સામે આઈટી શેરો અને સેન્સેક્સ, નિફટીમાં કડાકો બોલાતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૫૦  લાખ કરોડ ઘટીને રૂ.૪૪૨.૯૮  લાખ કરોડ રહ્યું હતું. 


Google NewsGoogle News