નિફ્ટી 22440ની નવી ટોચે સોનામાં પણ નવો વિક્રમ

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
નિફ્ટી 22440ની નવી ટોચે  સોનામાં પણ નવો વિક્રમ 1 - image


- વૈશ્વિક બજારમાં સુધારાની અસર

- સેન્સેક્સ 73,872 અને નિફ્ટી 22,405ની નવી ઉંચી સપાટીએ : અમદાવાદ સોનું વધીને રૂ. 65,600

અમદાવાદ : સ્થાનિક સંસ્થાઓ તેમજ ફંડોની નવી લેવાલી પાછળ આજે એનએસઇનો નિફ્ટી ઇન્ટ્રા-ડે વધીને ૨૨,૪૪૦ની નવી વિક્રમી સપાટીને સ્પર્શ્યો હતો. બીજી તરફ વૈશ્વિક બજારોમાં સુધારાની ચાલ આગળ વધતા અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનું રૂ. ૬૫,૬૦૦ની વિક્રમી સપાટીએ પહોંચી જવા પામ્યું હતું.

સેબીના સ્મોલ કેપ તેમજ એસએમઇ શેરોમાં આકરા પગલાના સંકેતો વચ્ચે આજે પણ લાર્જકેપ શેરોમાં નવી લેવાલી ચાલુ રહેતા એનએસઇનો નિફ્ટી ઇન્ટ્રા-ડે વધીને ૨૨,૪૪૦.૯૦ની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૨૭.૨૦ પોઇન્ટ વધીને ૨૨,૪૦૫.૬૦ની સપાટીએ મક્કમ હતો.

બીજી તરફ સેન્સેક્સ આજે ૭૩,૯૯૦ અને ૭૩૪૭૪ની રેન્જમાં અથડાઈ કામકાજના અંતે ૬૬.૧૪ પોઇન્ટ વધીને ૭૩,૮૭૨.૨૯ની નવી ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો. 

સાનુકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં સોનું વધીને રૂ. ૨૦૮૫ ડોલર પહોંચ્યું હતું. જ્યારે ચાંદી ૨૩.૧૫ ડોલર રહી હતી. આ અહેવાલો પાછળ અમદાવાદ સોના-ચાંદી બજારમાં આજે સોનું (૯૯.૯૦) રૂ. ૩૦૦ વધીને ૬૫,૬૦૦ની નવી વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. જો કે, ચાંદી રૂ. ૧,૦૦૦ ઘટીને ૭૧,૦૦૦ બોલાઈ હતી.


Google NewsGoogle News