ટ્રમ્પની જીતથી શેરબજારમાં તેજી, રોકાણકારોને 8 લાખ કરોડની કમાણી, સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો
Trump Victory Impact On Stock Market: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 277 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પની જીતની જાહેરાત સાથે જ શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ 1024 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 24 500નું લેવલ ક્રોસ કરી 24524ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં બમ્પર તેજીના પગલે રોકાણકારોની મૂડી 8 લાખ કરોડ વધી છે.
બપોરના ટ્રેડિંગ સેશનમાં નિફ્ટી 306.70 પોઈન્ટ, અને સેન્સેક્સ 1053.78 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. IT અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 4 ટકાથી વધુ ઉછળ્યા છે. આઈટી શેર્સમાં ઉછાળા પાછળનું કારણ ટ્રમ્પની જીતથી ડોલર ઈન્ડેક્સમાં આવેલી તેજી છે. ડોલર મજબૂત બનતાં ભારતીય આઈટી કંપનીઓ માટે કમાણીમાં વધારો કરશે. કારણકે, ભારતીય આઈટી કંપનીઓ ડોલરમાં બિઝનેસ કરે છે.
બીએસઈ ખાતે સમાચાર લખાયા ત્યાં સુધીમાં આજે 409 શેર્સમાં 5થી 20 ટકા સુધી અપર સર્કિટ વાગી છે. જ્યારે 226 શેર્સ 52 વીક હાઈ થયા છે. કુલ ટ્રેડેડ 4021 શેર્સ પૈકી 3017 શેર્સમાં સુધારો અને 913 શેર્સમાં ઘટાડે ટ્રેડિંગ થઈ રહ્યું છે.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં દમદાર પ્રદર્શન કરતાં 277 ઈલેક્ટોરલ વોટ્સ મેળવીને ડોનાલ્ડ ટ્રમ્પની જીતની જાહેરાત સાથે જ શેરબજારમાં લાલચોળ તેજી નોંધાઈ છે. સેન્સેક્સ 1024 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 24,500નું લેવલ ક્રોસ કરી ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. આઈટી અને ટેક્નોલોજી… pic.twitter.com/U3yHdKYK8q
— Gujarat Samachar (@gujratsamachar) November 6, 2024
નિફ્ટી50 ખાતે ટોપ ગેનર્સ અને લૂઝર્સ
સાર્વત્રિક સુધારાનો માહોલ
ભારતીય શેરબજારમાં સાર્વત્રિક સુધારાનો માહોલ જોવા મળ્યો છે. આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં લેવાલીના પ્રેશરના કારણે ઈન્ડેક્સ ક્રમશઃ 3.98 ટકા અને 3.48 ટકા ઉછાળો નોંધાયો છે. પીએસયુ ઈન્ડેક્સ 2.25 ટકા, એનર્જી 2.22 ટકા, મેટલ 1.17 ટકા, ઓઈલ એન્ડ ગેસ 2.88 ટકા, કેપિટલ ગુડ્સ 2.78 ટકા, પાવર 2.43 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.