ફંડોની અવિરત તેજી : નિફટી 23490ની નવી ટોચે

- સેન્સેક્સ ૧૮૨ પોઈન્ટ વધીને ૭૬૯૯૩ : નિફટી સ્પોટ અંતે ૬૭ પોઈન્ટ વધીને ૨૩૪૬૬

- આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : FPIs/FIIની કેશમાં રૂ.૨૧૭૬ કરોડની ચોખ્ખી ખરીદી

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
ફંડોની અવિરત તેજી : નિફટી 23490ની નવી ટોચે 1 - image


યુરોપમાં ગાબડાં : જર્મનીનો ડેક્ષ ૨૪૮ પોઈન્ટ, ફ્રાંસનો કેક ૧૯૦ પોઈન્ટ તૂટયા

મુંબઈ : વૈશ્વિક બજારોમાં આજે ફરી યુરોપના  બજારોમાં સાર્વત્રિક ગાબડાં પડયા સામે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા આર્થિક વિકાસને નવો વેગ આપવામાં આવશે એવા મજબૂત વિશ્વાસ અને કેન્દ્રિય બજેટમાં પ્રોત્સાહનોની અપેક્ષાએ ભારતીય શેર બજારોમાં ફંડો, મહારથીઓએ તેજીનો વિક્રમી દોર આગળ વધાર્યો હતો. ફંડોએ કેપિટલ ગુડઝ શેરોની આગેવાનીએ કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, હેલ્થકેર, ઓટોમોબાઈલ, બેંકિંગ શેરોમાં તેજી કરી હતી. અલબત આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં ઉછાળો મર્યાદિત બન્યો હતો. સપ્તાહના અંતે નિફટી સ્પોટમાં ૨૩૪૯૦.૪૦ની ઊંચાઈનો નવો રેકોર્ડ સર્જાયા બાદ અંતે ૬૬.૭૦ પોઈન્ટ વધીને ૨૩૪૬૫.૬૦ બંધ રહ્યો હતો. સેન્સેક્સ આજે  ઉપરમાં ૭૭૦૮૧.૩૦  સુધી પહોંચી અંતે ૧૮૧.૮૭ પોઈન્ટ વધીને ૭૬૯૯૨.૭૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૬૭ ઉછળ્યો : એસકેએફ રૂ.૭૨૪, એબીબી રૂ.૫૭૯, શેફલર રૂ.૨૯૭ ઉછળ્યા

દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટાપાયે ડેવલપમેન્ટને લઈ કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આજે સતત મોટી ખરીદી રહેતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૬૭.૫૨ પોઈન્ટની છલાંગે ૭૩૨૫૫.૭૨ બંધ રહ્યો હતો. એસકેએફ ઈન્ડિયા રૂ.૭૨૩.૯૦ ઉછળીને રૂ.૬૯૨૩.૭૦, એબીબી ઈન્ડિયા રૂ.૫૭૮.૮૫ ઉછળીને રૂ.૯૦૨૧.૮૫, ટીમકેન રૂ.૨૯૧.૩૫ વધીને રૂ.૪૫૯૨.૮૫, શેફલર રૂ.૨૯૭.૨૦ વધીને રૂ.૪૮૨૨.૫૫, હોનટ રૂ.૩૦૨૮ ઉછળી રૂ.૫૭,૬૦૦, સિમેન્સ રૂ.૩૮૯.૮૦ વધીને રૂ.૭૭૯૦.૩૦, ભારત ફોર્જ રૂ.૭૯.૭૫ વધીને રૂ.૧૭૧૭.૧૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૮.૮૦ વધીને રૂ.૬૮૭, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૭૯.૨૦ વધીને રૂ.૩૯૯૮.૮૫ રહ્યા હતા.

ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં તેજી : બોનસ આકર્ષણે એચપીસીએલ, બીપીસીએલમાં ખરીદી

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ મજબૂત રહી સાંજે બ્રેન્ટ ક્રુડ ૨૯ સેન્ટ વધીને ૮૩.૦૪ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧૫ સેન્ટ વધીને ૭૮.૭૭ ડોલર નજીક રહ્યા હતા. ઓઈલ માર્કેટીંગ પીએસયુ શેરોમાં બોનસ શેર આકર્ષણે એચપીસીએલ રૂ.૭.૯૦ વધીને રૂ.૫૩૬.૨૫, બીપીસીએલ રૂ.૭.૬૫ વધીને રૂ.૬૨૬.૮૦ રહ્યા હતા. ગેઈલ રૂ.૨ વધીને રૂ.૨૨૧.૭૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૯૦ વધીને રૂ.૨૯૫૪.૫૫ રહ્યા હતા.

ઓટોમોબાઈલ શેરોમાં તેજી : મધરસન, કયુમિન્સ, મહિન્દ્રા, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર ઉછળ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે ફરી સિલેક્ટિવ મોટી તેજી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૨૭.૬૩ પોઈન્ટ ઉછળીને ૫૮૩૩૭.૭૨ બંધ રહ્યો હતો. મધરસન રૂ.૫.૯૦  વધીને રૂ.૧૭૪.૬૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૦૮.૫૦ વધીને રૂ.૩૮૨૧.૩૫, આઈશર મોટર્સ રૂ.૧૨૪.૬૦ વધીને રૂ.૪૯૨૫.૭૫, ટીવીએસ મોટર રૂ.૬૦.૪૫ વધીને રૂ.૨૫૦૨.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૬૨.૯૫ વધીને રૂ.૨૯૨૭, ટીઆઈ ઈન્ડિયા રૂ.૬૫.૮૦ વધીને રૂ.૪૩૦૧, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૪.૮૦ વધીને રૂ.૩૨૩૬.૭૫, બજાજ ઓટો રૂ.૨૧.૨૫ વધીને રૂ.૯૯૪૩ રહ્યા હતા.

ફાર્મા શેરોમાં અવિરત  વેલ્યુબાઈંગ : મોરપેન રૂ.૪ વધીને રૂ.૫૬ : પોલીમેડ, સુવેન ફાર્મા, મેદાન્તામાં તેજી

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ સતત વેલ્યુબાઈંગ કરતાં  અનેક શેરોમાં તેજી રહી હતી. મોરપેન લેબ રૂ.૪.૦૨ વધીને રૂ.૫૬.૦૯,  પોલીમેડ રૂ.૧૪૨.૯૦ ઉછળીને રૂ.૨૦૦૩, સુવેન ફાર્મા રૂ.૪૯.૯૫ વધીને રૂ.૭૧૭.૨૦, મેદાન્તા રૂ.૭૭.૮૦ વધીને રૂ.૧૩૫૬.૧૦, કોન્કોર્ડ બાયો રૂ.૮૬ વધીને રૂ.૧૫૩૦.૯૫, મેક્સ હેલ્થ રૂ.૩૭.૮૦ વધીને રૂ.૯૨૮.૭૦, ફોર્ટિસ હેલ્થ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૫૦૧, પીપીએલ ફાર્મા રૂ.૪.૬૫ વધીને રૂ.૧૫૭.૮૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૧૦.૬૫ વધીને રૂ.૩૯૨.૮૦, સિન્જેન રૂ.૧૪.૧૦ વધીને રૂ.૭૧૦.૦૫, સિપ્લા રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૫૬૫.૫૦ રહ્યા હતા.

ઈન્ફ્રાસ્ટ્રકચર આકર્ષણે મેટલ શેરોમાં તેજી : સેઈલ રૂ.૪ વધીને રૂ.૧૫૪ : વેદાન્તા, જિન્દાલ સ્ટીલ વધ્યા

ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે દેશમાં મોટાપાયે રોકાણ થવાના અને એના પરિણામે સ્ટીલ, મેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. સેઈલ રૂ.૪.૦૫ વધીને રૂ.૧૫૩.૬૫, વેદાન્તા રૂ.૭.૨૫ વધીને રૂ.૪૪૭.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૧૦૫૨.૪૫, એપીએલ અપોલો રૂ.૧૬.૩૦ વધીને રૂ.૧૫૫૬.૨૦, એનએમડીસી રૂ.૨.૨૫ વધીને રૂ.૨૬૭.૫૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૪.૨૦ વધીને રૂ.૯૧૯.૭૦ રહ્યા હતા. 

ડિક્સન ટેક.ની રોકાણ યોજનાએ શેર રૂ.૩૮૫ વધીને રૂ.૧૧,૨૪૨ : બ્લુ સ્ટાર રૂ.૪૮ વધીને રૂ.૧૭૩૬

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી જળવાઈ હતી. ડિક્સન ટેકનોલોજી દ્વારા આગામી ત્રણ વર્ષમાં રૂ.૧૫૦૦ કરોડ જેટલું રોકાણ કરવાની યોજનાના આકર્ષણે સતત ખરીદી થતાં શેર રૂ.૩૮૫.૩૦ વધીને રૂ.૧૧,૨૪૨ રહ્યો હતો. બ્લુ સ્ટાર રૂ.૪૮.૪૦ વધીને રૂ.૧૭૩૬.૩૫, ટાઈટન કંપની રૂ.૬૨ વધીને રૂ.૩૫૩૩.૭૫, વોલ્ટાસ રૂ.૧૬.૫૫ વધીને રૂ.૧૪૯૮ રહ્યા હતા.

આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સાસ્કેન રૂ.૫૦ ઘટીને રૂ.૧૫૨૯ : ઝેનસાર રૂ.૨૧ ઘટીને રૂ.૬૯૫

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. સાસ્કેન રૂ.૫૦.૪૫ ઘટીને રૂ.૧૫૨૯, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૬૯૫, આર સિસ્ટમ્સ રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૫૧૦.૩૦, ઝેગલ પ્રિપેઈડ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૨૯૨.૪૫, એમ્ફેસીસ રૂ.૪૭.૭૦ ઘટીને રૂ.૨૪૦૭, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૫૫.૯૦ ઘટીને રૂ.૯૫૦૬.૯૫, માસ્ટેક રૂ.૪૨.૯૦ ઘટીને રૂ.૨૭૦૭.૨૦, કોફોર્જ રૂ.૭૭.૩૦ ઘટીને રૂ.૫૧૯૫.૩૦, ટેક મહિન્દ્રા રૂ.૧૯.૧૫ ઘટીને રૂ.૧૩૭૦.૯૫, ટીસીએસ રૂ.૪૫.૫૫ ઘટીને રૂ.૩૮૩૧.૯૫ રહ્યા હતા.

માર્કેટબ્રેડથ પોઝિટીવ છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ : ૨૨૩૮ શેરો પોઝિટીવ બંધ

સપ્તાહના અંત અને સોમવારે ૧૭, જૂનના ઈદ નિમિતે શેર બજારો બંધ રહેનાર હોઈ લાંબા વિક એન્ડને લઈ સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડોનું પસંદગીનું વેલ્યુબાઈંગ ચાલુ રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. પરંતુ ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૮૦  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૩૮ અને ઘટનારની સંખ્યા ૧૬૨૫ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ રૂ.૩.૨૧ લાખ કરોડ વધીને રૂ.૪૩૪.૮૮ લાખ કરોડની નવી ટોચે

સપ્તાહના અંતે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૩.૨૧  લાખ કરોડ વધીને રૂ.૪૩૪.૮૮  લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.

FPIs/FIIની શેરોમાં રૂ.૨૧૭૬ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૬૫૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ,  એફઆઈઆઈઝની આજે  શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૨૧૭૫.૮૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  થઈ હતી. કુલ રૂ.૧૫,૬૯૧.૦૨  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૫૧૫.૧૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૫૫.૭૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૮૭૬.૪૫કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૨૨૦.૬૯કરોડની વેચવાલી થઈ હતી.

ફ્રાંસ પાછળ યુરોપમાં ગાબડાં : જર્મનીનો ડેક્ષ ૨૧૦ પોઈન્ટ, ફ્રાંસનો કેક ઈન્ડેક્સ ૧૬૭ પોઈન્ટ ગબડયા

વૈશ્વિક મોરચે યુરોપમાં ફ્રાંસમાં રાજકીય હલચલ સાથે ફરી ચૂંટણી આવી પડતાં અને અનિશ્ચિતતા વચ્ચે આજે યુરોપના બજારોમાં ગાબડાં પડયા હતા. સાંજે જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૨૧૦ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૬૭ પોઈન્ટનો ઘટાડો અને લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. એશીયા-પેસેફિક દેશોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૯૪ પોઈન્ટ વધ્યો હતો, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ૧૭૧ પોઈન્ટ ઘટયો હતો.

sensex

Google NewsGoogle News