નિફટીએ 25100ની સપાટી કુદાવી : સેન્સેક્સ 74 પોઈન્ટ વધીને 81786

- નિફટી સ્પોટ અંતે ૩૫ પોઈન્ટ વધીને ૨૫૦૫૨ : સ્મોલ, મિડ કેપ શેરોમાં રેકોર્ડ બ્રેક તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
નિફટીએ 25100ની સપાટી કુદાવી : સેન્સેક્સ 74 પોઈન્ટ વધીને 81786 1 - image


મુંબઈ : ફંડોની આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો અને ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં તેજી પાછળ નિફટીએ ૨૫૧૦૦ની સપાટી કુદાવી હતી. ચોમાસું આ વર્ષે સફળ રહેતાં કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર મજબૂત વૃદ્વિ નોંધાવશે એવી પૂરી અપેક્ષા અને મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)નો રોકાણ પ્રવાહ જળવાઈ રહેવાની અપેક્ષાએ સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ રેકોર્ડ તેજી જોવાઈ હતી. વિપ્રો, ઈન્ફોસીસિ, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, ટેક મહિન્દ્રા સહિતના આઈટી શેરો અને ભારતી એરટેલ, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં આકર્ષણે સેન્સેક્સે પણ ઈન્ટ્રા-ડે ૮૨૦૦૦ની સપાટી પાર કરી ૩૨૭.૫૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૮૨૦૩૯.૨૬ સુધી પહોંચ્યો હતો. જે એફએમસીજી, ઓટો, બેંકિંગ શેરો મારૂતી સુઝુકી, નેસ્લે ઈન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશીયન પેઈન્ટસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક, આઈટીસી, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની સહિતમાં વેચવાલીએ ઉછાળો ઓસરતો જઈ નીચામાં ૮૧૫૭૮.૩૨ સુધી આવી અંતે ૭૩.૮૦ પોઈન્ટ વધીને ૮૧૭૮૫.૫૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ટ્રા-ડે ૧૧૧.૮૫ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૫૧૨૯.૬૦ સુધી પહોંચી અંતે ૩૪.૬૦ પોઈન્ટ વધીને ૨૫૦૫૨.૩૫ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૫૩૦ ઉછળ્યો : એલટીઆઈ માઈન્ડ રૂ.૩૭૮, ડાટામેટિક્સ રૂ.૩૧,  વિપ્રો રૂ.૧૮ ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે ઓલ રાઉન્ડ મોટી ખરીદી કરી હતી. એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૩૭૮.૨૦ ઉછળી રૂ.૬૧૨૭.૫૦, ડાટામેટિક્સ ગ્લોબલ રૂ.૩૧.૫૦ વધીને રૂ.૭૦૪.૭૦, પ્રોટીયન ઈગવર્ન રૂ.૭૩.૯૫ વધીને રૂ.૨૧૦૦.૫૫, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૧૯૬.૬૫ વધીને રૂ.૫૬૭૫, વિપ્રો રૂ.૧૭.૫૦ વધીને રૂ.૫૩૪.૬૦, ન્યુજેન સોફ્ટવેર રૂ.૨૯.૬૦ વધીને રૂ.૧૦૬૨.૪૫, જેનેસિસ ઈન્ટરનેશનલ રૂ.૨૦ વધીને રૂ.૭૪૬.૫૫, કોફોર્જ રૂ.૧૬૦.૧૦ વધીને રૂ.૬૨૪૦, બિરલા સોફ્ટ રૂ.૧૪.૫૦ વધીને રૂ.૬૬૧.૧૫, ઈન્ફોસીસ રૂ.૩૯.૦૫ વધીને રૂ.૧૯૩૯.૨૦, પર્સિસ્ટન્ટ રૂ.૮૬.૫૫ વધીને રૂ.૪૯૯૬.૩૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૫.૫૦ વધીને રૂ.૧૭૧૬.૨૫, ટીસીએસ રૂ.૧૪.૪૦ વધીને રૂ.૪૫૦૮.૬૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૩૦.૫૦ પોઈન્ટ વધીને ૪૩,૨૧૮.૬૪ બંધ રહ્યો હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૭ પોઈન્ટ ઉછળ્યો : વિમતા રૂ.૪૮, અમી ઓર્ગે રૂ.૭૯, દિવીઝ રૂ.૧૩૦ ઉછળ્યા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં પણ ફંડોએ આજે મોટાપાયે તેજી કરી હતી. ચોમાસાની સાથે દેશભરમાં રોગચાળો વધી રહ્યાના અને દવાની માંગમાં સતત વૃદ્વિની અહેવાલોએ ફંડોની ઓટો કંપનીઓના સારા પરિણામોની અપેક્ષાએ લેવાલી રહી હતી. વિમતા લેબ્સ રૂ.૪૮.૪૦ ઉછળીને રૂ.૬૦૫.૦૫, અમી ઓર્ગેનિક્સ રૂ.૭૯.૪૫ વધીને રૂ.૧૩૬૬.૧૫, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૩૫ વધીને રૂ.૭૦૮.૯૦, અજન્તા ફાર્મા રૂ.૧૧૬.૭૫ વધીને રૂ.૩૦૮૭.૫૦, ગ્લેનમાર્ક લાઈફ રૂ.૩૧.૧૦ વધીને રૂ.૧૦૫૦, દિવીઝ લેબ રૂ.૧૩૦.૨૫ વધીને રૂ.૫૦૩૦, ઝાયડસ લાઈફ રૂ.૨૪.૨૦ વધીને રૂ.૧૧૩૮.૦૫, ટોરન્ટ ફાર્મા રૂ.૬૯.૬૫ વધીને રૂ.૩૪૩૫, ફાઈઝર રૂ.૯૨.૨૦ વધીને રૂ.૫૯૫૫, સન ફાર્મા રૂ.૨૪.૯૫ વધીને રૂ.૧૮૧૩.૯૫, બાયોકોન રૂ.૪.૮૫ વધીને રૂ.૩૫૭.૫૫,અલકેમ લેબ રૂ.૮૦.૬૫ વધીને રૂ.૫૯૭૧.૩૫, સિપ્લા રૂ.૨૧.૬૫ વધીને રૂ.૧૬૧૯.૨૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૭.૪૪ પોઈન્ટ વધીને ૪૨૭૩૭.૮૭ બંધ રહ્યો હતો. 

શેરોમાં રેકોર્ડ તેજી : બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૫૬૪૧૬, મિડ કેપ, મિડ કેપ ઈન્ડેક્સ રેકોર્ડ ઊંચાઈએ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે રેકોર્ડ તેજી જોવાઈ હતી. લોકલ ફંડો, સંસ્થાકીય રોકાણકારો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાની પસંદગીની સ્ક્રિપોમાં મોટી ખરીદી ચાલુ રાખી હતી. અલબત સેબીના એસએમઈ શેરોમાં ચાલી રહેલા ઓપરેશન મામલે રોકાણકારોને ચેતવતાં નિવેદને ઉછાળે પેન્ની શેરોમાં વેચવાલી નીકળી હતી. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે ૫૬૪૧૬.૩૧ની નવી રેકોર્ડ ટોચ બનાવી અંતે ૬૮.૫૨ પોઈન્ટ ઘટીને ૫૬૦૦૫.૬૫ બંધ રહ્યો હતો. જ્યારે બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૪૯૦૯૯.૪૫ નવી ટોચ બનાવી અંતે ૨૧.૮૪ પોઈન્ટ વધીને ૪૮૯૪૨.૧૩ બંધ રહ્યો હતો. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૫ અને વધનારની ૧૭૮૬ રહી હતી.

બેંકિંગ, એફએમસીજી શેરોમાં વેચવાલી : એક્સિસ, સ્ટેટ બેંક ઘટયા : બિકાજી ફૂડ્સ, એડીએફ, નેસ્લે ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે એકંદર પ્રોફિટ બુકિંગ થયું હતું. એક્સિસ બેંક રૂ.૯.૬૫ ઘટીને રૂ.૧૧૭૦.૭૦, ફેડરલ બેંક રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૯૫.૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૮૫ ઘટીને રૂ.૮૦૯.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૧૭૯૦.૮૦, બેંક ઓફ બરોડા રૂ.૧.૧૦ ઘટીને રૂ.૨૫૦ રહ્યા હતા. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૦.૦૫ વધીને રૂ.૧૪૧૩.૬૦ રહ્યો હતો. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૮૬.૪૫ પોઈન્ટ ઘટીને ૫૮૧૮૭.૨૨ બંધ રહ્યો હતો. એફએમસીજી શેરોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. એસોસીયેટ આલ્કોહોલ રૂ.૪૯.૩૦ ઘટીને રૂ.૮૭૨.૪૦, બિકાજી ફૂડ્સ રૂ.૨૪.૪૫ ઘટીને રૂ.૮૨૯.૮૫, એડીએફ ફૂડ્સ રૂ.૬.૬૦ ઘટીને રૂ.૨૬૩.૦૫, વરૂણ બિવરેજીસ રૂ.૩૭.૮૫ ઘટીને રૂ.૧૫૨૭.૭૦,નેસ્લે ઈન્ડિયા રૂ.૨૫.૭૫ ઘટીને રૂ.૨૪૯૫, બ્રિટાનીયા રૂ.૬૧.૪૦ ઘટીને રૂ.૫૭૦૦.૬૫ રહ્યા હતા.

એફપીઆઈઝની કેશમાં શેરોમાં રૂ.૧૩૪૭ કરોડની વેચવાલી : ડીઆઈઆઈની રૂ.૪૩૯ કરોડની ખરીદી

એફપીઆઈઝ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અને એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૩૪૭.૫૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૩,૫૩૫.૮૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૮૮૩.૩૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે રૂ.૪૩૯.૩૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૭૪૬.૫૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૩૦૭.૨૨ કરોડની વેચવાલી રહી હતી. 

Sensex

Google NewsGoogle News