શું તમે તમારી પસંદ કરેલી કર વ્યવસ્થામાં ફેરફાર કરવા માગો છો, જાણો શું છે નિયમો અને પ્રક્રિયા

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
શું તમે તમારી પસંદ કરેલી કર વ્યવસ્થામાં ફેરફાર કરવા માગો છો, જાણો શું છે નિયમો અને પ્રક્રિયા 1 - image


Income Tax: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ શરૂ થઈ ચૂક્યું છે. કરદાતાઓ 31 જૂલાઈ સુધી રિટર્ન ફાઈલ કરી શકશે. ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે ચોક્કસ કર વ્યવસ્થાની પસંદગી કરવી પડે છે, જેના અનુસાર તમે ટેક્સ ડિડક્શન અને રિફંડનો લાભ લઈ શકો છો. નોકરિયાત વર્ગે દરવર્ષે નવી કે જૂની કર વ્યવસ્થા પસંદ કરવાની હોય છે. જો કે, ઘણીવખત જાણતા કે અજાણતા નવી કર વ્યવસ્થા પસંદ કર્યા બાદ ટેક્સનું ભારણ વધે છે. એવા સમયે શું તમે જાણો છો કે, નવી કર વ્યવસ્થા પસંદ કર્યા બાદ તેને જૂની કર વ્યવસ્થામાં સ્વીચ કરી શકો છો.

કોના માટે કઈ રિજીમ શ્રેષ્ઠ

ઈનકમ ટેક્સ ફાઈલ કરનારા લોકો બે પ્રકારના હોય છે. એક બિઝનેસ ક્લાસ અને બીજો પગારદાર વર્ગ. આ બંને માટે કર વ્યવસ્થા પસંદ કરવાની તકો પણ અલગ છે. વ્યવસાયમાંથી આવક મેળવતા લોકોને માત્ર એક જ વાર ટેક્સ સિસ્ટમ બદલવાની તક મળે છે. તેઓ એક વર્ષમાં નહીં પણ જીવનકાળમાં માત્ર એક જ વખત બે ટેક્સ પ્રણાલીઓ વચ્ચે સ્વિચ કરી શકે છે.

તેનાથી વિપરીત, પગારદાર લોકો દર વર્ષે કર વ્યવસ્થામાં ફેરફાર કરી શકે છે. ધારો કે, ગયા વર્ષે તમે નવી ટેક્સ સિસ્ટમ મુજબ ટેક્સ ચૂકવ્યો હતો, પરંતુ આ વખતે તમને લાગે છે કે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરવી વધુ સારું હોત, તેથી તમે સ્વિચ કરી શકો છો. દર વર્ષની શરૂઆતમાં, કર્મચારીએ તેના એમ્પ્લોયરને જણાવવું પડશે કે તે કઈ કરવ્યવસ્થા હેઠળ તેનો કર કપાત મેળવવા માંગે છે. કર્મચારી પોતાની ઈચ્છા મુજબ બેમાંથી કોઈ એકને પસંદ કરી શકે છે અને એમ્પ્લોયરને તે મુજબ પગાર પર ટેક્સ કાપવો પડશે.

શું રિજીમ બદલવુ સરળ?

નવા નાણાકીય વર્ષમાં, જો તમે જૂનાને બદલે નવી કર વ્યવસ્થા પસંદ કરી છે, તો ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમે આ મૂલ્યાંકન વર્ષ માટે રિટર્ન ફાઇલ કરો છો, ત્યારે તમે જૂની કર વ્યવસ્થા પસંદ કરી શકશો. તો શું તરત જ કર વ્યવસ્થા બદલી ન શકાય? જ્યારે અમે આ અંગે સીએ પ્રશાંત જૈને કહ્યું કે તમારી કંપની પર તેની નિર્ભરતા રહી છે. જો કંપનીની પોલિસી હોય તો તમે તુરંત જ બદલી શકો છો, જો કંપનીની પોલિસી સમર્થન નહીં આપે તો ફેરફાર કરવો મુશ્કેલ છે.

આ રીતે પસંદગી બદલો

સીએ પ્રશાંત જૈને કહ્યું કે જો તમે તેને તાત્કાલિક બદલવા માંગતા હોવ તો તમે તમારા એચઆર વિભાગ સાથે વાત કરી શકો છો અને પ્રક્રિયા જાણી શકો છો. સત્તાવાર ઈમેલ મોકલીને તમારા અને એચઆર મેનેજરની મંજૂરી પછી તરત જ તમને કરવ્યવસ્થા બદલવાની તક મળી શકે છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં તમે તમારી કંપનીને બેમાંથી માત્ર એક જ ટેક્સ કપાતની વ્યવસ્થા આપી છે. કંપની તેના આધારે ટેક્સ કાપશે. આ સંદેશાવ્યવહાર ફક્ત તમારી અને તમારી કંપની વચ્ચે છે, તમારા અને આવકવેરા વિભાગ વચ્ચે નહીં.

તમે કોઈપણ સમયે કરવ્યવસ્થા બદલી શકો છો. કાયદો તમને આ કરવાની પરવાનગી આપે છે. પરંતુ તમારે જોવું પડશે કે આ અંગે તમારી કંપનીની પોલિસી શું છે. નાની કંપનીઓમાં આ સરળતાથી કરી શકાય છે, પરંતુ મોટી કંપનીઓમાં, જો વધુ લોકો આવી માંગણી કરવાનું શરૂ કરે છે, તો કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

2023ના બજેટમાં નવી કરવ્યવસ્થાને ડિફોલ્ટ રિજીમ બનાવવામાં આવી છે. જો તમે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જો બંને વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ ન અપનાવ્યો તો ઓટોમેટિક નવી કરવ્યવસ્થા મુજબ તમારો TDS કાપવામાં આવશે. આ બાબતની નોંધ લો અને કર વ્યવસ્થા પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારે કઈ કર વ્યવસ્થા પસંદ કરવી છે.

  શું તમે તમારી પસંદ કરેલી કર વ્યવસ્થામાં ફેરફાર કરવા માગો છો, જાણો શું છે નિયમો અને પ્રક્રિયા 2 - image


Google NewsGoogle News