Get The App

સુકન્યા સમૃદ્ધિ અને PPFના નિયમોમાં થશે કડકાઇ: પહેલી ઑક્ટોબરથી થશે આ 5 મોટા બદલાવ

Updated: Sep 23rd, 2024


Google NewsGoogle News
Rule Change 1 October


Rule Change 1 October: નવા મહિનાની શરૂઆત થતા જ ઘણા ફેરફાર થાય છે અને ઘણા નિયમો બદલાય છે. જેમાં હવે ઓકટોબર મહિનામાં એલપીજી ગેસના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન સુધીના નિયમોમાં ફેરફાર થશે. તેમજ બેંકમાં બચત ખાતામાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. 

ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. સરકારે ઓગસ્ટમાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. મોડી રાત્રે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 209 રૂપિયાનો વધારો કરીને લોકોને મોંઘવારીનો આંચકો આપ્યો છે. 1 ઓક્ટોબરથી એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે.

બોનસ ક્રેડિટ નિયમો

સેબીએ સ્ટોક માર્કેટ બોનસ ક્રેડિટ સંબંધિત નિયમોની પણ જાહેરાત કરી હતી. આ નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. સેબીએ શેર ક્રેડિટનો સમય ઘટાડીને 2 દિવસ કર્યો છે. આ પછી, હવે બોનસ શેર રેકોર્ડ તારીખથી બે દિવસમાં આપવામાં આવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના

આ યોજના હેઠળ દાદા-દાદી દ્વારા તેમની પૌત્રીઓ માટે ખોલવામાં આવેલા તમામ ખાતાઓ પર એક્શન લેવામાં આવશે. 1 ઓક્ટોબરથી આ ખાતા માત્ર માતા-પિતા જ ખોલી શકશે. જૂના ખાતા વાલીના નામે ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં સોનું અધધધ મોંઘું થયું, ઐતિહાસિક ટોચે પહોંચ્યા ભાવ, ચાંદીમાં નરમ માહોલ જોવા મળ્યો

ટ્રાઈના નિયમોમાં ફેરફાર

1 ઓક્ટોબરથી TRAI 4G અને 5G નેટવર્કની ગુણવત્તામાં સુધાર માટે ફેરફારો કરવા જઈ રહી છે. જો ટેલીકોમ કંપનીઓ આ નવા નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને દંડ કરવા આવશે. નવા નિયમો URL/APK લિંક્સ ધરાવતા અમુક SMS પર પ્રતિબંધ મૂકે છે. જો કે આ નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થવાના હતા, પરંતુ હાલમાં તેની તારીખ લંબાવવામાં આવી છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડના ત્રણ નિયમો

1 ઓક્ટોબરથી કેન્દ્ર સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સંબંધિત ત્રણ નવા નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. 

1. અનિયમિત ખાતાઓ પર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટનું વ્યાજ ત્યાં સુધી ચૂકવવામાં આવશે જ્યાં સુધી એકાઉન્ટ ધારક 18 વર્ષનો ન થાય. તે પછી પીપીએફ વ્યાજ દર ચૂકવવામાં આવશે. 

2. જો એક કરતાં વધુ ખાતા હોય, જો જમા રકમ વાર્ષિક મર્યાદાની અંદર હોય, તો પ્રાથમિક ખાતા પર યોજના માટે અસરકારક રેટ લાગુ પડે છે. 

3. કોઈપણ સેકેન્ડરી ખાતાની બેલેન્સ પ્રાથમિક ખાતામાં મર્જ કરવામાં આવશે. વધારાની રકમ 0% વ્યાજ સાથે પરત કરવામાં આવશે. મતલબ કે, બેથી વધુ વધારાના ખાતાઓને પ્રથમ ઓપનિંગ તારીખથી 0% વ્યાજ મળશે.

સુકન્યા સમૃદ્ધિ અને PPFના નિયમોમાં થશે કડકાઇ: પહેલી ઑક્ટોબરથી થશે આ 5 મોટા બદલાવ 2 - image



Google NewsGoogle News