UPI Tap and Pay: UPI પેમેન્ટ કરનારને 2024માં મળશે નવી સુવિધા, જાણો વિગતવાર

31 જાન્યુઆરી 2024થી આ સુવિધાની શરૂઆત થશે

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નોટિફિકેશનમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા બને તેટલી વહેલી તેટલી લાગુ કરવા કહ્યું

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
UPI Tap and Pay: UPI પેમેન્ટ કરનારને 2024માં મળશે નવી સુવિધા, જાણો વિગતવાર 1 - image

 

New facility in the new year 2024: ડીજીટલ યુગમાં હવે દેશમાં લોકો વધુ ઓનલાઈન પેમેન્ટ કરતા થયા છે. તેમજ આવનારા વર્ષમાં  UPI પેમેન્ટ કરનારા ગ્રાહકોને નવી સુવિધા મળશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર, હવે પેમેન્ટ મશીન પર મોબાઈલ ટેપ કરીને જ પેમેન્ટ થશે. આ નવા ફીચરનું નામ  UPI Tap and Pay છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં, RBI ગવર્નર શક્તિકાંત દાસે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં UPI ટેપ અને પે સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા Hello UPI કહીને પેમેન્ટ કરવાની અને ઈન્ટરનેટ વગર પેમેન્ટ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ ફીચર ક્યારથી શરુ થશે?

આ સુવિધા 31 જાન્યુઆરી 2024થી શરૂ થવાના અંદાજો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા પૂરી પાડતી કંપનીઓને આ સુવિધા શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. UPI સુવિધા આપતી કંપનીઓ તેમના ગ્રાહકો માટે તેમની સુવિધા અનુસાર ગમે ત્યારે UPI ટૅપ અને પે સુવિધા શરૂ કરી શકે છે. હવે આ સુવિધા ગૂગલ પે, ભીમ એપ અને પેટીએમના કેટલાક ગ્રાહકો માટે શરૂ થઈ છે.

કેટલી રકમનું થઇ શકે છે પેમેન્ટ?

હાલ આ સુવિધા માટે પેમેન્ટ લિમિટ રૂ. 500 રાખવામાં આવી છે. જો તેનાથી વધુ પેમેન્ટ કરવું હોય તો પિન નાખવો ફરજીયાત છે. જો કે નજીકના ભવિષ્યમાં આ લિમિટ વધારવામાં આવશે. 

UPI ટૅપ અને પેનો કેમ ઉપયોગ કરવો?

આ સુવિધામાં QR કોડ સ્કેન કરવાની જરૂરિયાત રહેતી નથી. જે લોકો આ ફીચરનો ઉપયોગ કરવા માંગે છે તેમણે પોતાના મોબાઈલથી QR કોડ મશીન અથવા તો પેમેન્ટ મશીનને ટેપ કરવાનું રહેશે. જેથી પેમેન્ટ થઇ શકે. તેના માટે મોબાઈલનું NFC હોવું જરૂરી છે. 

UPI Tap and Pay: UPI પેમેન્ટ કરનારને 2024માં મળશે નવી સુવિધા, જાણો વિગતવાર 2 - image



Google NewsGoogle News