Get The App

કિશોર બિયાણીની ફ્યુચર રિટેલની નાદારીને મંજૂરી, રૂ. 28000 કરોડથી વધુ દેવું

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News

Kishor biyani
Image: Facebook


Future Retail For Liquidation By NCLT: દેશમાં મોર્ડન સુપર સ્ટોર્સનો પાયો મૂકનાર અને રિટેલ સેક્ટરમાં એક સમયના માંધાતા ગણાતા કિશોર બિયાણીની કંપની ફ્યુચર રિટેલને નાદારી નોંધાવવા મંજૂરી આપતાં લિક્વિડેશન પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ એનસીએલટીએ કર્યો છે. નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલની મુંબઈ બ્રાન્ચે કંપની પાસે કોઈ ઉચિત રિવાઈવલ પ્લાન ન હોવાથી લિક્વિડેટેરની નિમણૂક કરી ઈન્સોલ્વન્સી પ્રક્રિયા શરુ કરવા નિર્દેશ કર્યો છે.

પેન્ટાલૂન્સ, બિગબજાર, એફબીબી, સેન્ટ્રલ, ઈઝીડે જેવા ટોચના સુપર માર્કેટ્સનું સંચાલન કરતી ફ્યુચર રિટેલની નાદારીની અરજી સ્વીકારતાં એનસીએલટીએ જણાવ્યું હતું કે, કમિટી ઑફ ક્રેડિટર્સ દ્વારા કોઈ ઉચિત રિવાઈવલ પ્લાન રજૂ થયો નથી. કોર્પોરેટ ઇન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોસેસ માટેની નિયત સમયમર્યાદામાં કોઈ રિવાઈવલ પ્લાન ન મળતાં કંપનીને ફડચામાં લઈ જવાની અરજી મંજૂર કરવામાં આવે છે. ફ્યૂચર રિટેલના માથે કુલ 28452 કરોડનું દેવું છે. તેમાંથી રૂ. 18422 કરોડનું દેવું તો જુદી જુદી નાણાંકીય સંસ્થાઓનું જ છે. નાદારી પ્રક્રિયા માટે લિક્વિડેટર તરીકે સંજય ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં જો આ સ્થિતિ રહી તો બેંગ્લોર જેવો વારો આવશે, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ટ્રિબ્યુનલે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આ કેસમાં નાદારી નોંધાવવી યોગ્ય છે. કોર્પોરેટ દેવાદારનું મહત્તમ મૂલ્ય અર્જિત થાય તે માટે લિક્વિડેટરે ઈન્સોલવન્સી ઍન્ડ બૅન્કરપ્સી બોર્ડ ઑફ ઇન્ડિયા (લિક્વિડેશન પ્રોસેસ) રેગ્યુલેશન, 2016ની કલમ 32 (ઈ) અનુસાર કોર્પોરેટ દેવાદાર અસ્તિત્વમાં રહે તે રીતે તેની મિલકતોનું વેચાણ હાથ ધરવાનું રહેશે. ગત વર્ષે નવેમ્બરમાં રિઝોલ્યુશન અધિકારીએ સ્ટોક ઍક્સચેન્જીસને જણાવ્યું હતું કે કંપનીનો રિવાઈવલ પ્લાન ફગાવી દેવામાં આવ્યો છે અને આથી હવે તેને ફડચામાં લઈ જવા સિવાય કોઈ આરો નથી.

ફ્યુચર ગ્રુપને કોવિડ લોકડાઉનની માઠી અસર થઈ હતી. તેણે રિલાયન્સ સાથે રૂ. 24713 કરોડનો સોદો કર્યો હતો પરંતુ તેના લેણદારોએ કંપની તથા રિકન્સ્ટ્રક્શનની યોજના વિરુદ્ધ મતદાન કરતાં આ ડીલ પડી ભાંગી હતી.

  કિશોર બિયાણીની ફ્યુચર રિટેલની નાદારીને મંજૂરી, રૂ. 28000 કરોડથી વધુ દેવું 2 - image


Google NewsGoogle News