ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, દેશમાં સૌથી વધુ વપરાતા ખાતરમાં ખામી હોવાનો સંશોધકોનો દાવો
પંજાબ કૃષિ યુનિવર્સિટીનાના વૈજ્ઞાનિકોએ બે વર્ષના ક્ષેત્રીય પ્રયોગ કર્યા હતા.
નૈનો ડીએપીની સરખામણીમાં પરંપરાગત ડીએપી વધુ અસરકારક
નવી દિલ્હી,30 ઓગસ્ટ,2024,શુક્રવાર
નૈનો યુરિયા પછી હવે નૈનો ડાયમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) પણ ઓછું અસરકારક હોવાનું ધ્યાનમાં આવ્યું છે. યુરિયા પછી ઙીએપી દેશમાં સૌથી વધુ ખપત ધરાવતું ખાતર છે. પંજાબ કૃષિ યુનિવર્સિટીનાના વૈજ્ઞાનિકોને બે વર્ષના ક્ષેત્રીય પ્રયોગ દ્વારા જાણવા મળ્યું હતું કે પરંપરાગત નાઇટ્રોજન ખાતરોની સરખામણીમાં નૈનો ડીએપી જે ઘઉંના ખેતરોમાં ઉપયોગમાં લેવાયું તેમાં ઉત્પાદન પર વિપરિત અસર પડી હતી. આ સાથે છોડની ઉંચાઈ, ઘઉંના દાણા અને ભુસામાં રહેલા પોષકતત્ત્વોની માત્રામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જે પ્રોટીન ઉત્પાદન માટે ખૂબજ આવશ્યક માનવામાં આવે છે.
પીએયુના સંશોધનમાં નૈનો યુરિયાથી થતા ફાયદા જેવી જ ચિંતા ડીએપી માટે પણ દર્શાવવામાં આવી છે. નૈનો ડીએપીના બે છંટકાવ અને ફોસ્ફરસ એઠલે પરંપરાગત ડીએપીનો ઉપયોગ નહીં કરવાથી ઘઉંની ઉપજમાં 16.1 ટકાનો ઘટાડો થયો હતો. પ્રથમ ઉપચારમાં એવું જણાયું હતું કે ઘઉંની હેકટર દીઠ પેદાશ 56.75 ક્વિન્ટલ હતી જે ઘટીને 47.61 ક્વિન્ટલ થઈ હતી. છોડના વિકાસની વાત કરીએ તો પરિપકવતાના સમયે છોડની ઉંચાઈ 78.63 સેમી હતી જે બીજામાં 79.53 સેમી જોવા મળી હતી.
આ પણ વાંચો : દેશનો આર્થિંક વિકાસ રૂંધાયો, છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી ઓછો GDP ગ્રોથ રેટ જાહેર
અત્યાર સુધી સરકાર દ્વારા દાવો કરવામાં આવતો હતો કે નૈનો ડીએપીમાં 8 ટકા નાઇટ્રોજન અને 16 ટકા ફોસ્ફરસ હોય છે જે પરંપરાગત ડીએપીની 50 કિલોગ્રામનું સ્થાન લઈ શકે છે. આ પરિદ્વષ્યમાં ઉપજ સમાન હતી જેમાં 100 ટકા આરડીપીને નૈનો ડીએપીના બે સ્પ્રે સાથે જોડવામાં આવ્યા હતા. આ સંશોધન સાથે સંશોધકો ઉપરાંત જેને નેનો ડીએપી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી છે તે કંપનીને પણ સામેલ કરવામાં આવી હતી.
2021માં સરકાર દ્વારા નેનો યુરિયા લોંચ કરવામાં આવ્યું હતું
ખાતરની આયાત અને સબસિડી બીલ ઘટાડવા ઉપરાંત રાસાયણિક ખાતરોનો કરકસરથી ઉપયોગ થાય તે માટે સરકાર દ્વારા તરલ સ્વરુપના યુરિયાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ડીએપીની વાત કરીએ તો અનુમાનિત વાર્ષિક 12.5 કરોડ ટનના વપરાશની સરખામણીમાં અંદાજે 40થી 50 લાખ ટન આયાત કરવામાં આવે છે. 2021માં સરકાર દ્વારા નેનો યુરિયા લોંચ કરવામાં આવ્યું હતું પરંતુ તે પરંપરાગત યુરિયાનો બહેતર વિકલ્પ છે તેને લઈને સવાલો ઊઠતા રહ્યા છે.
આ પણ વાંચો : વિસ્તારાની મોટી જાહેરાત, કહ્યું- ‘હવે 12 નવેમ્બરથી કોઈપણ ફ્લાઈટ નહીં ઉડે, ત્રણ ડિસેમ્બરથી બુકિંગ પણ બંધ’