MF Investments: માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઈક્વિટી પ્રવાહ ઘટ્યો, SIP રોકાણમાં નજીવો વધારો

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
MF Investments: માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડમાં ઈક્વિટી પ્રવાહ ઘટ્યો, SIP રોકાણમાં નજીવો વધારો 1 - image


Mutual Fund Investments: મ્યુચ્યુલ ફંડમાં ઈક્વિટી રોકાણ માર્ચમાં 26703 કરોડથી ઘટી 22633.15 કરોડ થયું છે. એમ્ફીના રિપોર્ટ મુજબ, રોકાણકારોએ છેલ્લા 30 માસમાં પ્રથમ વખત સ્મોલકેપ ફંડ્સમાંથી રોકાણ મોટા પાયે પાછું ખેંચ્યું છે. જેના પગલે ઈક્વિટી પ્રવાહ માસિક ધોરણે 16 ટકા ઘટ્યો છે.

સ્મોલકેપ ફંડ્સમાંથી રોકાણકારોએ 94.17 કરોડની વેચવાલી દર્શાવી છે. જ્યારે લાર્જકેપ ફંડ્સમાં રોકાણ 30 ટકા વધી રૂ. 2127.79 કરોડ નોંધાયું છે. જે ફેબ્રુઆરીમાં 921.14 કરોડ હતું. મિડ કેપમાં રોકાણ ફેબ્રુઆરીમાં રૂ. 1808.18 કરોડ સામે ઘટી રૂ. 1017.69 કરોડ થયું છે. ઈએલએસએસ ફંડમાં રૂ. 57.55 કરોડનું રોકાણ પાછું ખેંચાયું છે. 

ડેટ ફંડમાં રેકોર્ડ રોકાણ

ડેટ આધારિત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં માર્ચ મહિનામાં રેકોર્ડ રોકાણ નોંધાયુ છે. માર્ચમાં રૂ. 198298.90 કરોડનું રોકાણ ડેટ ફંડ્સમાં થયુ છે. ડેટ ફંડ્સમાં રોકાણ વધવા પાછળનું કારણ ઈક્વિટી બજારોમાં વોલેટિલિટી હોઈ શકે છે. ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને સંતુલિત કરવાના હેતુ સાથે રોકાણકારો ઈક્વિટી અને ડેટ એમ બે અલગ કેટેગરીમાં રોકાણ કરતી હોય છે.

ઈટીએફ પ્રવાહ

ઈટીએફ પ્રવાહમાં આકર્ષક ઉછાળો નોંધાયો છે. જે ફેબ્રુઆરીમાં રૂ. 6462 કરોડ સામે વધી માર્ચમાં રૂ. 10560 કરોડ નોંધાયો છે. કુલ એયુએમ 54.54 લાખ કરોડથી ઘટી માર્ચમાં 53.40 લાખ કરોડ થઈ છે. ડિવિડન્ડ ફંડમાં રોકાણ 94 કરોડ સામે વધી રૂ. 323 કરોડ થયું છે.

એસઆઈપીમાં આકર્ષણ સતત વધી રહ્યું છે. માર્ચમાં એસઆઈપી રોકાણ રેકોર્ડ ટોચે 19271 કરોડ નોંધાયું છે. જે ફેબ્રુઆરીમાં રૂ. 19187 કરોડની તુલનાએ નજીવું વધ્યું છે, પરંતુ સતત બીજા મહિને 19 હજારથી વધુના નવા રેકોર્ડ સાથે વધ્યું છે. નિષ્ણાતો 2024ના અંત સુધી એસઆઈપી રોકાણ રૂ. 25 હજારની સપાટી વટાવે તેવો આશાવાદ દર્શાવી રહ્યા છે.

માર્ચમાં કુલ 21 NFO આવ્યા

માર્ચમાં કુલ 19 ઓપન એન્ડેડ એનએફઓએ માર્કેટમાંથી રૂ. 3827 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જ્યારે બે ક્લોઝ-એન્ડેડ એનએફઓએ રૂ. 319 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. મ્યુચ્યુઅલ ફંડની કુલ એયુએમ 2 ટકા ઘટી રૂ. 53.13 લાખ કરોડ થઈ છે.


Google NewsGoogle News