અબજોપતિઓ પર યુદ્ધનું 'ગ્રહણ', ટોપના 14 અબજોપતિઓની સંપત્તિ પર લાલ માર્ક, અદાણીને મોટો ફટકો

અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ટોપ-20 યાદીમાંથી બહાર

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
અબજોપતિઓ પર યુદ્ધનું 'ગ્રહણ', ટોપના 14 અબજોપતિઓની સંપત્તિ પર લાલ માર્ક, અદાણીને મોટો ફટકો 1 - image


Billionaire list Bloomberg : ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધે વિશ્વભરના શેર માર્કેટની પરિસ્થીતીને ઉથલપાથલ કર દીધી છે. આ અસર ફક્ત સામાન્ય માણસ પર જ નહીં વિશ્વના અબજોપતિઓની યાદી પર પણ પડી રહી છે. ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ટોપ-20 યાદીમાંથી બહાર થઈ ગયા છે. બીજી તરફ ગઈકાલે ટેસ્લાના શેરમાં 4.78 ટકાનો ઘટાડો થયો, જેને કારણે ઈલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 8.75 અબજ ડોલરનો ઘટાડો થયો હતો.

યુદ્ધનો માર ટોપના અબજોપતિઓ પર

યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સની તાજેતરની સૂચિમાં ટોપના 14 અબજોપતિઓની સંપત્તિમાં નેગેટીવ ઈમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. ઇલોન મસ્ક બાદ ઉપરાંત જેફ બેઝોસની સંપત્તિમાં પણ ઘટાડો થયો હતો. એમેઝોનના પૂર્વ સીઈઓને $3.28 બિલિયનનો આંચકો લાગ્યો હતો. ઉપરાંત બિલ ગેટ્સને $646 મિલિયનનું નુકસાન થયું હતું જ્યારે વિશ્વના બીજા અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટને $1.40 બિલિયનનું નુકસાન થયું હતું. 

અબજોપતિઓ પર યુદ્ધનું 'ગ્રહણ', ટોપના 14 અબજોપતિઓની સંપત્તિ પર લાલ માર્ક, અદાણીને મોટો ફટકો 2 - image

અંબાણી-અદાણીની સંપત્તિ પણ યુદ્ધનું ગ્રહણ 

ભારતીય અબજોપતિઓની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 11મા અબજોપતિ છે. ગઈકાલે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ $1.24 બિલિયનનો ઘટાડો નોંધાયો હતો. ગૌતમ અદાણી કે જેઓ એશિયાના ત્રીજા સૌથી ધનિક  વ્યક્તિ છે તેમની સંપત્તિમાં ગઈકાલે $538 મિલિયનનો ઘટાડો જોવા મળ્યો હતો.  


Google NewsGoogle News