બેજિંગ નહીં, હવે મુંબઈમાં રહે છે એશિયાના સૌથી વધુ અબજપતિ: આ શહેરોના નામ પણ લિસ્ટમાં ટોપ પર

હુરુન રિસર્ચના રિપોર્ટ અનુસાર એશિયામાં સૌથી વધુ અબજોપતિઓ રહે છે મુંબઈમાં

જો વૈશ્વિક સ્તરે વાત કરીએ તો મુંબઈ ન્યૂયોર્ક અને લંડન પછી છે ત્રીજા ક્રમે

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
બેજિંગ નહીં, હવે મુંબઈમાં રહે છે એશિયાના સૌથી વધુ અબજપતિ: આ શહેરોના નામ પણ લિસ્ટમાં ટોપ પર 1 - image


Mumbai becomes Asia's Billionaire Capital: શાંઘાઈ સ્થિત હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે અબજોપતિઓની મૂડી અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર હવે મુંબઈ અબજોપતિઓની રાજધાની બની ગયું છે. પહેલા બેજિંગ આ પદ પર હતું પરંતુ હવે તે પાછળ રહી ગયું છે. વિશ્વની અબજોપતિ રાજધાનીઓની યાદીમાં ન્યૂયોર્ક ટોચ પર છે અને લંડન બીજા ક્રમે છે. 

મુંબઈ બન્યું અજબપતિની રાજધાની 

મુંબઈ પહેલીવાર એશિયાની અબજોપતિની રાજધાની બન્યું છે. હુરુન રિસર્ચના રિપોર્ટ અનુસાર, ભારતની સરખામણીમાં ચીનમાં 814 અબજપતિ છે. જ્યારે બેજિંગમાં અબજોપતિઓની સંખ્યા 91 અને મુંબઈમાં અબજોપતિઓની સંખ્યા 92 છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતમાં સૌથી વધુ નેટવર્થ ધરાવે છે. તેમની કુલ સંપત્તિ $115 બિલિયન છે. જ્યારે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 86 અબજ ડોલર છે. 

મુંબઈના વેલ્થ સેક્ટરમાં એનર્જી અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણી જેવા લોકો આ ક્ષેત્રોમાં અબજોનો નફો કરે છે. તેમજ મંગલ પ્રભાત લોઢાને રિયલ એસ્ટેટ ક્ષેત્રના ખેલાડી માનવામાં આવે છે.

ગ્લોબલ બિલિયોનેર રેન્કિંગમાં બહારની રેન્કિંગમાં ઘટાડો 

ગ્લોબલ બિલિયોનેર રેન્કિંગમાં ભારતના અબજોપતિઓની રેન્કિંગમાં ઘટાડો થયો છે. વિશ્વના અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી 10મા સ્થાને છે જ્યારે ગૌતમ અદાણી 15મા સ્થાને છે. તેમજ એચસીએલના શિવ નાદરની નેટવર્થમાં વધારા પછી, તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 34માં સ્થાને છે.

અબજોપતિ શહેરોની યાદી

હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ન્યૂયોર્ક 119 અબજોપતિઓની સંખ્યા સાથે ટોચ પર છે. જ્યારે લંડન 97 અબજપતિઓ સાથે બીજા સ્થાને છે. તેમજ મુંબઈ 92 અબજપતિઓની સંખ્યા સાથે ત્રીજા સ્થાને છે અને બેજિંગ 91ની સંખ્યા સાથે ચોથા સ્થાને છે. જયારે પાંચમા સ્થાને શાંઘાઈ છે, જેમાં 87 અબજોપતિનો સમાવેશ થાય છે. છઠ્ઠા ક્રમે 84ની સંખ્યા સાથે શેનઝેન અને હોંગકોંગ 65 સાથે સાતમા ક્રમે છે.

બેજિંગ નહીં, હવે મુંબઈમાં રહે છે એશિયાના સૌથી વધુ અબજપતિ: આ શહેરોના નામ પણ લિસ્ટમાં ટોપ પર 2 - image


Google NewsGoogle News