મુંબઈ ચાંદીના ભાવ રૂ.90,000 બોલાયા

- વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઉંચકાઈ ઔંશદીઠ ૩૧ ડોલર પાર કરી ગયા

- સોનાના ભાવ ૨૬૦૦ ડોલર નજીક પહોંચ્યા: ઘરઆંગણે પણ તેજીનો માહોલ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
મુંબઈ ચાંદીના ભાવ રૂ.90,000 બોલાયા 1 - image


અમેરિકામાં વ્યાજ કપાત પૂર્વે વિશ્વ બજારમાં તેજીની આગેકૂચ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. ચાંદીના ભાવ ઉછળી કિલોદીઠ જીએસટી વગર રૂ.૮૮ હજારની ઉપર ગયા હતા. વિશ્વ બજારના સમાચારો પ્રોત્સાહક હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૭૭થી ૨૫૭૮ વાળા આજે  ઇંચામાં ૨૫૮૯થી ૨૫૯૦ થઈ ૨૫૮૦થી ૨૫૮૧ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં ચાંદીના ભાવ જીએસટી સાથે રૂ.૯૦ હજારની ઉપર જતા રહ્યા હતા.

 વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં તથા બોન્ડ યીલ્ડની પીછેહટ વત્તે વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું એકટીવબાઈંગ જોવા મળ્યું હતું. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૦.૭૧થી ૩૦.૭૨ વાળા આજે ઇંચામાં ૩૧.૦૯થી ૩૧.૧૦ થઈ ૩૦.૮૬થી ૩૦.૮૬૭ ડોલર રહ્યા હતા.

અમેરિકામાં બુધવારે જાહેર થનારા વ્યાજ દર ઘટાડા પૂર્વે વિશ્વ બજારમાં સોનાના ભાવમાં તેજી તથા ડોલર ઈન્ડેકસમાં  ઘટાડો જોવા મળ્યો હતોત  મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૭૩૧૦૦ વાળા ૭૩૩૯૯ થઈ રૂ.૭૩૧૯૮ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૩.૪૦૦  વાળા રૂ.૭૩૬૯૪ થઈ  રૂ.૭૩૪૦૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૮૭૬૫૦ વાળા વધી ૮૮૬૦૫ થઈ ૮૮૩૧૪ રહ્યા હતા. 

 મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. આ ગણતાં મુંબઈ બજારમાં ચાંદીના ભાવ જીએસટી સાથે રૂ.૯૦ હજારની ઉપર જતા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વ બજારમાં  પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૯૮થી ૯૯૯ વાળા જો કે ઘટી ૯૮૭ થી ૯૮૮ થઈ ૯૮૯થી ૯૯૦ ડોલર રહ્યા હતાત પેલેડીયમના ભાવ ૧૦૭૦થી ૧૦૭૧ વાળા ઉંચામાં ૧૦૮૪થી ૧૦૮૫ થઈ ૧૦૭૪થી ૧૦૭૫ ડોલર રહ્યા હતા.વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૭ ટકા વધ્યા હતા. 

વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ પણ વધ્યા હતા. દરમિયાન, અણદાવાદ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૬૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૬૫૦૦ રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૮૭૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડેતલ બજારમાં બ્રેન્ટના ભાવ બેરલના ૭૧.૬૧ વાળા વધી ૭૨.૪૧ થઈ ૭૨.૦૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૮.૬૫ વાળા વધી ૬૯.૫૭ થઈ ૬૯.૨૦ ડોલર રહ્યા હતા.

bullion

Google NewsGoogle News