શું બેન્કમાં એક કરતાં વધુ એકાઉન્ટ ખોલાવવા હિતાવહ છે? જાણો તેના ફાયદા-ગેરફાયદા
More than One Bank Account Benefits: ઘણા લોકો એક જ બેન્કમાં એકથી વધુ એકાઉન્ટ ધરાવે છે અથવા તો નવા એકાઉન્ટ ખોલાવે છે. શું તમે જાણો છો કે, એક જ બેન્કમાં એકથી વધુ એકાઉન્ટ રાખવા યોગ્ય છે કે નહીં. તેના શું ફાયદા છે? તેના ફાયદા અને ગેરફાયદા શું છે? ચાલો જાણીએ...
એક જ બેન્કમાં એક કરતાં વધુ એકાઉન્ટ
એક જ બેન્કમાં અનેક બચત એકાઉન્ટ રાખી શકો છો. મોટાભાગની બેન્કોમાં આ અંગે કોઈ મર્યાદા હોતી નથી. તમે તમારી જરૂરિયાતો અનુસાર, જુદા-જુદા એકાઉન્ટ ખોલાવી શકો છો. જેના અનેક લાભ પણ છે.
લાભ
રૂપિયાનો યોગ્ય ઉપયોગઃ તમે તમારી કમાણીની રકમ જુદા-જુદા કામો માટે વહેંચી શકો છો. જેમાં એક એકાઉન્ટમાં રોજિંદા ખર્ચની રકમ જમા કરાવી શકો છો અને બીજું અન્ય રજાઓ- અન્ય ખર્ચાઓ ઘર ખરીદવા માટે રકમ જમા કરાવી શકો છો.
આ પણ વાંચોઃ સર્ચ એન્જિનમાં ગૂગલની મોનોપોલી ગેરકાયદે, નં.1 રહેવા કરોડોનો ખર્ચ બંધ કરોઃ અમેરિકન કોર્ટ
વધુ વ્યાજઃ ઘણીવાર બેન્ક જુદા-જુદા એકાઉન્ટ પર જુદુ-જુદુ વ્યાજ આપે છે. જેનો લાભ લેવા એકથી વધારે એકાઉન્ટ રાખી શકો છો.
પૈસા સુરક્ષિત રહેશેઃ જો એક એકાઉન્ટમાં કોઈ મુશ્કેલી થશે, તો તમે બીજા એકાઉન્ટમાં તમારી કમાણી સુરક્ષિત રાખી શકો છો.
બે કે તેથી વધુ બેન્ક એકાઉન્ટ હોવાના નુકસાન
વધુ ચાર્જ આપવો પડશેઃ મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ બેન્ક મેઈન્ટેનન્સ ફી ચૂકવે છે. જો તમે તમારા જુદા-જુદા એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવી રાખશો નહીં તો તમારે તેનો ચાર્જ ચૂકવવો પડશે.
મેનેજ કરવા મુશ્કેલઃ એકથી વધુ એકાઉન્ટ હોવાથી તેને મેનેજ કરવા મુશ્કેલ બની શકે છે. દરેક એકાઉન્ટનું બેલેન્સ, ટ્રાન્જેક્શન અને સ્ટેટમેન્ટ સંભાળવા જટિલ છે. બે જુદા-જુદાં સ્ટેટમેન્ટ જોવા અને અને તેમા કોઈ ભૂલ કે ખામી તો નથી ને, તે જાણવું મુશ્કેલ બને છે.